Skip to main content

Posts

ગુજરાત

ગુજરાત મુખ્યમંત્રી દ્વારા અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે "નરેન્દ્ર મોદી વન" નું લોકાર્પણ   ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 71ના જન્મ દિવસે એટલે કે (17સપ્ટેમ્બર,2021 ના રોજ)અમદાવાદ લાલબહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા લાલબહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનમાં 71 હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો મિયાવાકી પદ્ધતિ ના ઉપયોગ કરીને અહીં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.  71 હજાર વૃક્ષો અમદાવાદ શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ થશે તેમજ એક અઠવાડિયામાં સવા લાખ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે. નોંધ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અભિયાન ને વેગવંતુ બનાવવા કરતાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષાના...

Question- answer

સોશિયલ મીડિયાના યુગમાં વધી રહેલી ફેક ન્યૂઝની સમસ્યા અને તેના કારણે ઊભી થયેલી સમસ્યાઓ પર મંથન કરતું ચર્ચાપત્ર    તૈયાર કરો                                             નામ  : xyz                                         સરનામું : XYX                                         તારીખ  : X/Y/Z પ્રતિ, તંત્રી શ્રી, XYX સમાચાર પત્ર, સુરત          વિષય: ચર્ચા પર પ્રકાશિત કરવા બાબત માનનીય શ્રી/ શ્રીમતી           હાલના આ સોશિયલ  મીડિયાના યુગમાં માહિતીનો વિસ્ફોટ જોવા મળે છે ત્યારે તેમાં ફેક ન્યુઝની સમસ્યા પણ વધતી જોવા મળે છે આ અંગે જનજાગૃતિ લાવવા માટે તૈયાર કરેલું ચર્ચાપત્ર આપના સમાચાર પત્રમાં પ્રકાશિત કરવા ...

વિજ્ઞાન અને ટેકનોલોજી

સ્પેસ ટૂરિઝમને વેગ આપવા સ્પેસ એક્સનું 'મિશન ઇન્સ્પાઇરેશન 4' લૉન્ચ કર્યું. 16 સપ્ટેમ્બર'2021 ના રોજ અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી ફાલ્કન રોકેટની મદદથી સ્પેસએક્સ દ્વારા ઈન્સ્પાયરેશન 4 મિશન લોન્ચ કરાવવામાં આવ્યું હતું. એલન મસ્કની સ્પેસએક્સ દ્વારા સ્પેસ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે ચાર લોકોની સાથે રોકેટની અંતરિક્ષયાત્રા માટે મોકલવામાં આવ્યુ હતું . આ મિશનમાં બે મહિલાઓ અને બે પુરુષો અંતરીક્ષ યાત્રા માટે મોકલવામાં આવ્યાં હતાં. 38 વષઁના જેટ પાઇલટ જેરેડ ઇસાકમેન દ્વારા આ મિશનનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. રોકેટના લૉન્ચિંગના થોડાક સમય બાદ પ્રવાસીઓના વ્હીકલ્સને અલગ કરી દેવાયું હતું આ વ્હીકલ્સને રેઝિલિયન્સ નામ આપવામાં આવ્યું હતું . અમેરિકાના ઇ- કોમર્સ ફર્મ શિફ્ટ 4 પેમેન્ટના માલિક જેરેડ ઇસાકમેન બાળકોમાં કેન્સર પ્રત્યે જાગરૂકતા લાવવા અને સેન્ટ જ્યુડ ચિલ્ડ્રન રિચઁસ હોસ્પીટલના સહયોગ માટે આ મિશન ની શરુઆત કરી હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી  જ્યોતિરાદિત્ય સિંધિયા ઘ્વારા તેલંગાણા ખાતે "મેડિસિન ફ્રોમ ધ સ્કાય પ્રોજેક્ટ"નો શુભારંભ   તાજેતરમાં કેન્દ્રીય નાગરિક ઉ...

નેશનલ ફાયનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA)

 નેશનલ ફાયનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી  સંદર્ભ  નેશનલ ફાયનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી ના ચેરપર્સને સ્વયંત્તાના હિતમાં નિયમતકાર માટે એકલ કાયદો બનાવવાની વાત કરી છે.  તેમણે એવી પણ માંગણી કરી હતી કે  નાણાકીય  રિપોર્ટિંગ સંબંધી તમામ જરૂરી દંડની જોગવાઈ એકીકૃત અને તેની સાથે સંકળાયેલી હોવી જોઈએ.  આ શા માટે જરૂરી છે? હાલમાં એનએફઆરએ વ્યાવસાયિક ગેરવર્તણુંક માટે ઓડિટર સામે  કાર્યવાહી કરી શકે છે. પરંતુ જ્યારે નાણાકીય રિપોર્ટિંગ ની જવાબદારી ધરાવતી કંપનીના અન્ય અધિકારીઓને ની વાત આવે છે ત્યારે દંડની સત્તા કેન્દ્ર ને સોંપવામાં આવે છે. એક સ્વતંત્ર કાયદા નાણાકીય રિપોર્ટિંગ સિસ્ટમમાં તમામ સહભાગીઓના સંકલનને મનને અપાશે. એનએફઆરએ વિશે ? નેશનલ ફાઈનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA) ની સ્થાપના કંપની અધિનિયમ,2013ની ને કમલ 132(1 ) હેઠળ 1 ઑક્ટોબર,2018 ના રોજ કરવામાં આવી હતી    તેની જરૂર કેમ હતી  ? હિસાબી કૌભાંડના પગલે, ઓડિટીંગ ધોરણો લાગુ કરવા માટે અને ઓડિટ અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સ્વતંત્ર નિયમનકારની સ્થાપના કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી. જેથી ર...

International Day of Peace 2021

International Day of peace 2021  21 સપ્ટેમ્બર તારીખે ના રોજ વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા નું મહત્વ આ દિવસે ઉજવવાથી આંતરરાષ્ટ્રીય તમામ દેશ અને તેમાં રહેતા તમામ લોકો વચ્ચે શાંતિ જળવાઈ રહે તેમજ મધુર મંત્રી બની રહે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. આ દિવસે શાંતિ સંદેશનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે.આ માટે સફેદ કબૂતરને શાંતિનું દૂત તરીકે લેવામાં આવે છે આથી આ દિવસે સફેદ કબૂતરને શાંતિનો સંદેશો આપી ને ઉડાડી ને ઉજવણી કરવામાં આવે છે.  સંયુક્ત રાષ્ટ્ર હેઠળ જાહેરાત  હાલમાં કોરોના કાળના સમયમાં વિશ્વના તમામ દેશોમાં તેનો ભય વ્યાપી રહ્યો છે તે સમયે તે દરેક દેશના અને દેશવાસીઓના લોકો વચ્ચે શાંતિ જળવાઈ રહે તેના માટે સંયુક્ત રાષ્ટ્ર  વિશ્વ શાંતિ દિવસ મનાવવાનું જાહેર કર્યું હતું. વર્ષ 1982 થી લઇને વર્ષ 2001 સુધી સપ્ટેમ્બર મહિનાની તીજો મંગળવારના વિશ્વ શાંતિ દિવસ તરીકે મનાવવામાં આવતો હતો. વર્ષ 2002 થી 21 સપ્ટેમ્બરના રોજ વિશ્વ શાંતિ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. 

સરદાર પટેલ યુનિવર્સિટી: રાજ્યની પ્રથમ ગ્રીન યુનિવર્સિટી .

સરદાર પટેલ યુનિવર્સિટી: રાજ્યની પ્રથમ ગ્રીન યુનિવર્સિટી. વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ ગ્રીન યુનિવર્સિટી બની.  સંયુક્ત રાષ્ટ્રના સામાન્ય સભાની એવોર્ડ વિજેતા એવી ગ્રીન મેન્ટસઁ સંસ્થા દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટીને ગુજરાતની પ્રથમ હેરિત વિશ્વવિદ્યાલય ફર્સ્ટ ગ્રીન યુનિવર્સિટી તરીકે પ્લેટિનમ માનાંક સાથે  પ્રમાણિત કરવામાં આવી છે. સરદાર પટેલ યુનિવર્સિટી છેલ્લા 15 વર્ષમાં જળસંગ્રહ  અને વિદ્યુત ઉત્પાદન ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે. આ યુનિવર્સિટીના 11 મકાનોમાં સોલાર રૂફટોપ મૂકવામાં આવ્યા છે. LED લાઈટ ઉર્જા સંરક્ષણ  પ્રસાધનો  યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી દેશને સહુપ્રથમ નેનો સોલર હાઇબ્રીડ પવનચક્કી : ગ્રીન પ્રેક્ટિસના ઉદાહરણો છે. યુનિવર્સિટીની સેટેલાઈટ ટાઉનશીપમાં દસ વર્ષમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓને મહેનતથી ગ્રીનબેલ્ટ વિકસાવવામાં આવ્યો છે લગભગ 25 સેક્ટરની જગ્યામાં 10 વર્ષથી ઓછા સમયમાં 450 જીવસૃષ્ટિ વિકસાવવામાં આવી છે જેમાં 40 અલગ અલગ પ્રકારના ઝાડ, 90 જુદા જુદા પતંગિયા,જીવજંતુઓ 170 જેટલા પક્ષીઓનો સમાવેશ થાય છે.  સ...

Question:1 ફ્રાન્સ અને યુનાઇટેડ સ્ટેટ્સને આધુનિક લોકશાહી જન્મસ્થળ ગણવામાં આવે છે.ફ્રેન્ચ અને અમેરિકા ક્રાંતિમાં પ્રકાશમાં નિવેદનની ચર્ચા કરો.

શાંત અને યુનાઇટેડ સ્ટેટસને આધુનિક લોકશાહીના જન્મસ્થળ ગણવામાં આવે છે ફ્રેન્ચ  અને અમેરીકન ક્રાન્તીના પ્રકાશમાં નિવેદનની ચર્ચા કરો. પરિચય   અમેરિકન ક્રાંતિ અને ફ્રેન્ચ ક્રાંતિને વિશ્વના ઈતિહાસમાં મુખ્ય યુગ તરીકે ગણવામાં આવે છે તેણે શાસનની જૂની રુઢીચુસ્ત પ્રણાલીની મોતનો ફટકો આપ્યો અને શાસક  રાષ્ટ્રો માટે આધુનિક આદર્શ સ્થાપિત કર્યા. આધુનિક વિશ્વમાં  અમેરિકન ક્રાંતિનું યોગદાન  સ્વતંત્રતા અને લોકશાહીના સિદ્ધાંતો : આઝાદીની ઘોષણાની એ ઘોષણા કરી હતી કે "બધા માણસો સમાન છે" કે વિશ્વભરના લોકોને સ્વતંત્રતા અને સ્વતંત્રતાની  માંગ પ્રોત્સાહન પૂરું પાડે છે. બંધારણીયતા: ક્રાંતિ એ વિશ્વમાં પ્રથમ લેખિત બંધારણ તરફ દોરી જેણે ઘણા દેશો માટે પ્રેરણા તરીકે સેવા આપી હતી તેમણે અમેરિકન બંધારણમાંથી ઘણા વિચારો ઉધાર લીધા હતા. અમેરિકન આઝાદીમાં યુદ્ધ  સરકારની એક નવી પદ્ધતિને જન્મ આપ્યો, એટલે કે .ફેડરલિઝમ, સમય જતાં સરકારના સંઘીય સ્વરૂપને લોકપ્રિયતા મળી. આ વિવિધ દેશોમાં પાવર વહેંચણી માટે એક સરસ નમૂનો પૂરો પાડે છે જેને જટિલ રાજનીતિઓની જરૂર હોય છે. માનવ અધિકારોનું પ્રમોશન:...

રમત-ગમત

1) 16 યુરો કપ ફૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રથમ વાર અગિયાર દેશોનો આયોજન. ફિફા વર્લ્ડ કપ પછી ને ફૂટબૉલ જગતની સૌથી વધુ લોકપ્રિય ટુર્નામેન્ટ UEFA (યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ યુરો) કપ ટૂર્નામેન્ટનો પ્રારંભ 11 જૂન,2021 ના રોજ થયો હતો. ખાસ વાત એ છે કે આ વર્ષે પ્રથમ વખત યૂરો કપની મેચોનું આયોજન 11 દેશોના 11 શહેરોમાં કરવામાં આવી રહ્યું છે. આ વર્ષ 16માં યુરો કપ ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે જેમાં કુલ 24 ટીમો દ્વારા ભાગ લેવામાં આવશે. વર્ષ 2016માં યોજાયેલ યુરો કપમાં પોર્ટુગલ દેશ વિજેતા બન્યો હતો. યુરો કપ 2020ની સેમી ફાઇનલ અને ફાઇનલ મેચનું આયોજન લંડનમાં વેલ વેમ્બલી સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે   યુરો કપ 2020નામ  યથાવત    યૂરો કપ 2020નું આયોજન ગયા વર્ષ 2020માં થવાનું હતું પરંતુ કોરોના વાયરસને કારણે તેને એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવ્યા હતા જો કે આયોજન સમિતિએ તેમને ચાલુ વર્ષે પણ યુરો કપ 2020 રમાડવાનો નિર્ણય કર્યો છે. યુરો કપ UEFA યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયન  યુરો કપ ફૂટબોલની યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિએશન UEFA ના સભ્ય દેશો વચ્ચે રમવામાં આવતી આંતરરાષ્ટ...

ગુજરાત Update

1) સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર દેશમાં એકમાત્ર ઈલેક્ટ્રિક વ્હીકલ ધરાવતો પ્રથમ વિસ્તાર બનશે. તાજેતરમાં પ જુન,2021ના રોજ "વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના વિસ્તારમાં પ્રદૂષણ ઓછું થાય તેવા પ્રયાસોના ભાગરૂપે ઇલેક્ટ્રિક સંચાલન  ચલાવનો નિણઁય કર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર સમગ્ર દેશમાં એકમાત્ર ઇલેક્ટ્રિક વ્હીકલ ધરાવતો પ્રથમ વિસ્તાર બનશે. કેવડિયા ખાતે મુલાકાત લેનાર પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવતી બસો પણ ડીઝલના બદલે હવે ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતી વાપરવામાં આવશે. 2) ગુજરાતના "વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ"ને મંજુરી આપી . રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ ( Natinal Green tribunal (NGT) ને મુખ્ય બેન્ચે તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સત્તાધીશોને વિશ્વામિત્રી નદી કાર્યવાહી પ્લાનનો અમલ ખોલવાનો નિર્દેશ આપ્યો હતો. મગર, કાચબા અને અત્યંત સુરક્ષિત પ્રજાતિઓ નદીના પટમાં પ્રજનન કરી રહી છે પણ આ નદીનો કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા ઓળખવામાં આવેલી 351 પ્રદુષિત નદીઓ પૈકી એક હોવાથી  તેન...

4 To 10 September 2021

મહત્ત્વપૂર્ણ દિવસો   ૫ સપ્ટેમ્બર શિક્ષક દિવસ  ભારતમાં દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ " શિક્ષક દિવસ" ની ઉજવણી કરવામાં આવે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસે  "શિક્ષક દિવસ" ની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે પાંચ ઓક્ટોબરના રોજ "વિશ્વ શિક્ષક દિવસની " ઉજવણી કરવામાં આવે છે       ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન   જન્મ: 5 સપ્ટેમ્બર,1888  (તિરુતાની તમિલનાડુ) નિધન : 17 એપ્રિલ,1975  (ચેન્નાઈ ) ડો સર્વપલ્લી રાધાકૃષ્ણન એ પ્રખ્યાત શિક્ષણવિદ, તત્ત્વચિંતક તથા રાજકારણ સાથે સંકળાયેલા વ્યક્તિ હતા. તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ(1952-62) અને બીજા રાષ્ટ્રપતિ(1962-67) હતા. વર્ષ 1954 માં તેઓને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં . તેમનું પહેલું પુસ્તક ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર હતું. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ દેશ દુનિયાના ફિલોસોફર પ્રેસિડેન્ટ તરીકે જાણીતાં હતાં. 5  સપ્ટેમ્બર : આંતરરાષ્ટ્રીય દાન દિવસ ૭  સપ્ટેમ્બર :  વાદળી આકાશ માટે સ્વસ્થ હવાનો આંતરરાષ્ટ્રીય દિવસ    હવાન...

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (PMAGY)

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના ( PMAGY ) સરકાર ભારતમાં 36000 ગામમાં આદર્શ ગ્રામ યોજના શરૂ કરશે. કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અજુર્ન મુંડા અનુસાર પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના ભારતના 36000 ગામોમાં શરૂ કરવામાં આવશે. કી પોઈન્ટ  આ યોજના હેઠળ 50% આદિજાતિ વસ્તી ધરાવતા ગામોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ યોજના આદિજાતિ બાબતોનાં મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ આસામના આશરે 1700 આદિવાસી ગામોને મોડલ ગામમાં રૂપાંતરિત કરવામાં આવશે. મોડેલ ગામોમાં ઉપરાંત આસામના 60 હજાર લોકોને લાભ મળે તે માટે 184 નવા વન ધન કેન્દ્ર પણ સ્થાપના કરવામાં આવશે. પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના  (PMAGY) PMAGY ની પસંદગી SCના બહુમતી ગામોના સર્વાંગી વિકાસના હેતુથી કરવામાં આવી હતી. સામાન્ય સામાજિક આર્થિક સૂચકાંકોનો દૃષ્ટિએ SC અને બિન SC  વસ્તી વચ્ચેની અસમાનતા દૂર થાય તે સુનિશ્ચિત કરવા માટે આ યોજના ગામોને તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માગે છે.  તેની કામગીરીનું નિરીક્ષણ કેવી રીતે થાય છે ? દરેક ગામ માટે તૈયાર કરેલા ગ્રામ વિકાસ યોજના ( VDP) માં પ્રતિબંધ લક્ષ્યોને સિદ્ધિની દૃષ્ટિએ PMAGY ન...

ટેક્સટાઇલ ક્ષેત્ર માટે પ્રોડકશન લિન્કડ ઇન્સેન્ટિવ (PLI) યોજના

PLI યોજના   દેશમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે PLI યોજના એટલે કે પ્રોડક્શન લિન્ક ઇન્ફેક્ટિવ યોજનાનો વિસ્તાર વધારવામાં આવશે . આ યોજના ચોક્કસ ક્ષેત્રમાં વધેલા ઉત્પાદનનો પુરસ્કાર આપવાનો એક માર્ગ છે અને આર્થિક વૃદ્ધિ અને રોજગારીના સર્જન માટે  છે. કાપડ માટે પ્રોડક્શન સાથે જોડાયેલા પ્રોત્સાહન MMFs અને ટેકનિકલ ટેક્સસ્ટાઇલની વેલ્યુ ચેઇનને વિસ્તૃત કરવાનો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય વૈશ્વિક કાપડ વેપારમાં ભારતને પ્રબળ સ્થિતિ પ્રાપ્ત કરવામાં મદદ કરવાનો છે. સંદર્ભ   કેન્દ્રીય કેબિનેટે ટેક્સટાઇલ ક્ષેત્રે માટે  10,683 કરોડની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ યોજનાને મંજુરી આપી છે. આ 13 ક્ષેત્રો માટે મોટી PLI યોજનાઓ એક ભાગ  છે.જેમાં કુલ 1.97 લાખ કરોડનું બજેટ ખર્ચ છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ યોજના પર    અનુમાન     નરેન્દ્ર મોદીએ  કહેવા અનુસાર આ PLI યોજના હેઠળ ઉત્પાદનનો આઉટપુટ આગામી પાંચ વર્ષમાં વધીને 520 અબજ થઇ જશે.  વેબિનારમાં પીએમ નરેન્દ્રભાઈ મોદીએ કહેવામાં આવ્યુ હતુ કે ઉધોગોને આવી યોજનાઓમાં વધુ રોકાણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે તેમણ...

Part 9 : ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ

પવઁતની સમજ  પૃથ્વીની સપાટીના આશરે 26% ભાગ પર પર્વતો આવેલા છે. સમુદ્ર સપાટીથી આશરે 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઊંચા નીચા ઢોળાવો અને સાંકડા શિખરની ક્ષેત્રો ધરાવતા ભૂમિ સ્વરૂપને પર્વત કહેવાય. નિર્માણ પ્રક્રિયા અનુસાર પર્વતના બે પ્રકાર પડે છે. ભૂગભિઁક પવઁતો અને અવશિષ્ટ અથવા શેષ પવઁતો. ભુગભિઁક  (ભૂસંચલનનીય પર્વતો) ૧) ગેડ પર્વત  ૨) ખંડ પર્વત  ૩) ઘુમ્મટાકાર પર્વત  ૪) જ્વાલામુખી પર્વત      ૧) ગેડ પવઁત પ્રસ્તર ખડકોવાળા ભુ-સંન્નતી ધરાવતા પ્રદેશો પર ભુ-સંચલને કારણે પેદા થયેલું અને ક્ષૈતિજ દિશાઓથી લાગતું દબાણ તેમા લહેર આકારની ગડીઓ પડે છે. અને તે દબાણબળ લાંબા સમય સુધી ચાલુ રહેતા અને ઉંચકાવની પ્રકિયા થતાં તેમાંથી કેટલા ભાગ ગડી સ્વરુપે ઊંચા  ઉપસી આવે છે.,તેને ગેડ પવઁત કહે છે. ગેડ પર્વત પ્રસ્તર ખડકોના બનેલા છે. તેમાં સાગરિય જીવાવશેષો અને અશ્મિઓ મળી આવે છે. જે સાબિત કરે છે કે ગેડ પ્રવઁત ઉદભવ  સમુદ્રમાંથી થયેલ છે. પ્રાચીન પર્વતોમાં અરવલ્લી પર્વતમાળા મુખ્ય છે. આજથી લગભગ ત્રણ કરોડ વર્ષ પહેલાં બનેલા હિમાચલ, ઍન્ડીઝ ,રોક...

Part 8: ગુજરાતનો રણવિસ્તાર

ગુજરાતનો રણવિસ્તાર   કચ્છના રણને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છે કચ્છની મુખ્યભૂમિની ઉત્તરે કચ્છનું મોટું રણ કચ્છની મુખ્યભૂમિની પૂર્વમાં કચ્છનું નાનું રણ   કચ્છનું મોટું રણ   પચ્છમ, ખડીર ,ખાવડા અને બેલા જેવા ટાપુઓ કચ્છના મોટા રણમાં આવેલા છે. કચ્છના રણની જમીન ક્ષાર, ઝીણી રેતી અને માટીની બનેલી છે. મીઠાથી છવાયેલો ભૂમિ વિસ્તારને અહીં ખારોપાટ કહે છે. ખારોપાટ ધરાવતું કચ્છનો રણ વિશ્વનું સૌથી મોટું સફેદ રણ છે. ચોમાસામાં રણનો દેખાવ છિછરા સરોવર જેવો લાગે છે. વરસાદ પછીના સમયમાં (શિયાળામાં) દૂરસુદૂરના દેશોમાંથી લાખોની સંખ્યામાં ફ્લેમિંગો (સુરખાબ) અહીં ઉતરી આવે છે. જે ફ્લેમિન્ગો છીછરાં ખારા પાણીમાં કાદવના ટેકરો બનાવી ટોચે ખાડો બનાવી તેમાં ઈંડા મૂકે છે અને ત્યારબાદ બચ્ચા ઉછેરે છે. ફ્લેમિંગો માટેનો નિયમિત પ્રજનન સ્થળ છે. આમ કચ્છના મોટા રણમાં દર વર્ષે સુરખાબનગર રચાઈ છે. પ્રતિ વર્ષ ડિસેમ્બર જાન્યુઆરીમાં ધોરડોના સફેદ રણમાં કચ્છ રણોત્સવનું આયોજન થાય છે જેમાં કચ્છની સંસ્કૃતિનું દર્શન થાય છે અને ટેન્ટ હાઉસમાં રહેવાનો લાભ પ્રાપ્ત થાય છે. કચ્છનો બન્ની વિ...