સ્પેસ ટૂરિઝમને વેગ આપવા સ્પેસ એક્સનું 'મિશન ઇન્સ્પાઇરેશન 4' લૉન્ચ કર્યું.
16 સપ્ટેમ્બર'2021 ના રોજ અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી ફાલ્કન રોકેટની મદદથી સ્પેસએક્સ દ્વારા ઈન્સ્પાયરેશન 4 મિશન લોન્ચ કરાવવામાં આવ્યું હતું.
એલન મસ્કની સ્પેસએક્સ દ્વારા સ્પેસ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે ચાર લોકોની સાથે રોકેટની અંતરિક્ષયાત્રા માટે મોકલવામાં આવ્યુ હતું .
આ મિશનમાં બે મહિલાઓ અને બે પુરુષો અંતરીક્ષ યાત્રા માટે મોકલવામાં આવ્યાં હતાં.
38 વષઁના જેટ પાઇલટ જેરેડ ઇસાકમેન દ્વારા આ મિશનનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું.
રોકેટના લૉન્ચિંગના થોડાક સમય બાદ પ્રવાસીઓના વ્હીકલ્સને અલગ કરી દેવાયું હતું આ વ્હીકલ્સને રેઝિલિયન્સ નામ આપવામાં આવ્યું હતું .
અમેરિકાના ઇ- કોમર્સ ફર્મ શિફ્ટ 4 પેમેન્ટના માલિક જેરેડ ઇસાકમેન બાળકોમાં કેન્સર પ્રત્યે જાગરૂકતા લાવવા અને સેન્ટ જ્યુડ ચિલ્ડ્રન રિચઁસ હોસ્પીટલના સહયોગ માટે આ મિશન ની શરુઆત કરી હતી.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ઘ્વારા તેલંગાણા ખાતે "મેડિસિન ફ્રોમ ધ સ્કાય પ્રોજેક્ટ"નો શુભારંભ
તાજેતરમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાધિત્ય સિંધીયાએ તેલંગાણાનાં વિકારાબાદ ખાતે મેડિસિનનું ફ્રોમ ધ સ્કાય પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રોજેક્ટર ડ્રોનની મદદથી દૂરના વિસ્તારોમાં દવાઓ અને રસીઓ પહોંચાડવામાં મદદ કરશે.
મેડિસિન ફ્રોમ ધ સ્કાય પ્રોજેક્ટ
મેડિસિન ફ્રોમ ધ સ્કાય પ્રોજેક્ટ તેલંગાણા સરકાર અને પહેલ છે. જે નીતિ આયોગ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને હેલ્થનેર ગ્લોબલના સહયોગથી હાથ ધરવામાં આવી રહી છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત ઉપયોગમાં લેવાનાર ડ્રોનને PHFL અને મારુત ડ્રોન્સ દ્વારા સંયુક્ત રીતે મેડીકલ પેલોડ વહન કરવા માટે તૈયાર કરવામાં આવેલ છે.
આ ડ્રોન ચાર પ્રકારના બોક્સ વહન કરવા સક્ષમ હશે અને દરેક બોક્સ અલગ અલગ તાપમાન જળવાઈ શકશે.
આ બોક્સમાં રસીઓ 2-8 ડિગ્રી સેલ્સિયસ અને લોહી 15-24 ડિગ્રી સેલ્સિયસ પર સંગ્રહિત કરી શકાશે.
તેલંગાણાના વિકારાબાદ જિલ્લાના એરસ્પેસ પરથી દવાઓ અને રસીઓની તેના પ્રકાર અને પ્રથમ ડિલિવરી11 સપ્ટેમ્બર,2021 ના રોજ થઈ હતી.
આ ડ્રોનની મદદથી 7 મિનીટની અંદર 3 કિલોમીટરના અંતરે જટિલ આરોગ્યસંભાળ પુરવઠો સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યો હતો.
આ ટ્રાયલનું સફળતાપૂર્વક નું સંચાલન બ્લુ ડાટઁ મેડ એર કન્સોર્ટિયમ દ્વારા કરવામાં આવ્યું હતું
Comments