ગુજરાત મુખ્યમંત્રી દ્વારા અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે "નરેન્દ્ર મોદી વન" નું લોકાર્પણ
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 71ના જન્મ દિવસે એટલે કે (17સપ્ટેમ્બર,2021 ના રોજ)અમદાવાદ લાલબહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનનું લોકાર્પણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા લાલબહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનમાં 71 હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો
મિયાવાકી પદ્ધતિના ઉપયોગ કરીને અહીં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
71 હજાર વૃક્ષો અમદાવાદ શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ થશે તેમજ એક અઠવાડિયામાં સવા લાખ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે.
નોંધ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અભિયાનને વેગવંતુ બનાવવા કરતાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતી ભાષાના ભાષાવિદ્વ ડોક્ટર યોગેન્દ્ર વ્યાસ નું નિધન.
ભાષા વિદ્દ ડોક્ટર યોગેન્દ્ર વ્યાસ અને તેમનાં પત્નીએ તાજેતરમાં અમદાવાદ ખાતે લાંબી બીમારી બાદ આત્મ હત્યા કરી હતી.
ડોક્ટર યોગેન્દ્ર વ્યાસ
યોગેન્દ્ર વ્યાસ નો જન્મ 6ઓક્ટોબર,1940 ના રોજ અમદાવાદ ખાતે થયો હતો.
યોગેન્દ્ર ધીરૂભાઇ વ્યાસ ગુજરાતી ભાષાના નવલકથાકાર અને ભાષાવિદ હતાં.
તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના ડાયરેક્ટર અહીં રહી ચુક્યા છે તેમજ તેઓએ અમદાવાદની સરસપુર કોલેજમાં આચાર્ય તરીકે તથા એક વર્ષ ડોક્ટર પ્રબોધ પંડિત સાથે પુર્ણ ને ડેક્કન કૉલેજમાં સેવા આપી હતી.
સાહિત્યસર્જન
કુલ 27 પુસ્તકના લેખક અને 24 પુસ્તકના સંપાદક ડૉ યોગેન્દ્ર તેમના પાઠયપુસ્તકોને ખેતી વર્ષના શ્રેષ્ઠ પુસ્તક તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલા છે .
લઘુ નવલો : બે કિનારાની વચ્ચે (1982) ,કૃષ્ણ જન્મ (1983)
બાળસાહિત્યો : ભીલીની કિશોરકથાઓ (1976), મનોરંજક બોધકથાઓ (1979)
ભાષાશાસ્ત્રની લગતા અન્ય પુસ્તકો
ભાષા અને તેનો ભૌતિક સ્વરૂપ(1967)
બોલી વિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ(1974) ભાષા સમાજ અને સાહિત્ય(1975)
ગુજરાતી ભાષાનું વ્યાકરણ(1977)
ભાષા વિજ્ઞાન અને ભાષા કૌશલ્યનું શિક્ષણ(1979)
સામાજિક ભાષાવિજ્ઞાન(1983)
Comments