ગુજરાતનો રણવિસ્તાર કચ્છના રણને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છે કચ્છની મુખ્યભૂમિની ઉત્તરે કચ્છનું મોટું રણ કચ્છની મુખ્યભૂમિની પૂર્વમાં કચ્છનું નાનું રણ કચ્છનું મોટું રણ પચ્છમ, ખડીર ,ખાવડા અને બેલા જેવા ટાપુઓ કચ્છના મોટા રણમાં આવેલા છે. કચ્છના રણની જમીન ક્ષાર, ઝીણી રેતી અને માટીની બનેલી છે. મીઠાથી છવાયેલો ભૂમિ વિસ્તારને અહીં ખારોપાટ કહે છે. ખારોપાટ ધરાવતું કચ્છનો રણ વિશ્વનું સૌથી મોટું સફેદ રણ છે. ચોમાસામાં રણનો દેખાવ છિછરા સરોવર જેવો લાગે છે. વરસાદ પછીના સમયમાં (શિયાળામાં) દૂરસુદૂરના દેશોમાંથી લાખોની સંખ્યામાં ફ્લેમિંગો (સુરખાબ) અહીં ઉતરી આવે છે. જે ફ્લેમિન્ગો છીછરાં ખારા પાણીમાં કાદવના ટેકરો બનાવી ટોચે ખાડો બનાવી તેમાં ઈંડા મૂકે છે અને ત્યારબાદ બચ્ચા ઉછેરે છે. ફ્લેમિંગો માટેનો નિયમિત પ્રજનન સ્થળ છે. આમ કચ્છના મોટા રણમાં દર વર્ષે સુરખાબનગર રચાઈ છે. પ્રતિ વર્ષ ડિસેમ્બર જાન્યુઆરીમાં ધોરડોના સફેદ રણમાં કચ્છ રણોત્સવનું આયોજન થાય છે જેમાં કચ્છની સંસ્કૃતિનું દર્શન થાય છે અને ટેન્ટ હાઉસમાં રહેવાનો લાભ પ્રાપ્ત થાય છે. કચ્છનો બન્ની વિ...
ચાલો પહેલ કરીએ સરકારી અધિકારી આ પોસ્ટ તમારા માટે છે અહીં તમને ગવર્મેન્ટ તૈયારી કરવામાં મદદ કરશે.દરરોજ પોસ્ટ મુકવામાં આવશે .