સૌરાષ્ટ્રનો દરિયા કિનારો
૧) કંડલાથી દ્વારકા
જેને સૌરાષ્ટ્રના દરિયા કિનારો પણ કહેવામાં આવે છે.
જેમાં અનેક ખાડીઓ અને નદીઓના મુખ આવેલા હોવાથી તેને વધુ ખાંચાખૂંચી વાળો છે.
ઉત્તર કિનારે સમુદ્રમાં ડૂબેલા ટાપુઓ, નદીઓ, ખીણો અને પરવાળાંના ખરાબા આવેલા છે.
આ દરિયાકિનારા પરવાળાના ખરાબા અને મેન્ગ્રોવ માટે જાણીતા છે.
પરવાળાના ખરાબા (Coral reef)
સમુદ્રમાં અસંખ્ય જીવો વસતા હોય છે આ જીવોમાં પરવાળાના ટાપુઓ કે ભુમી ખંડના કિનારાની આસપાસ સમુદ્રમાં વિશિષ્ટ પ્રકારની ભાથ જેવી ચુનાળૂ ખડકાળ રચનાઓ બનાવે છે.
જેને પરવાળાના ખરાબા કે ટેકરીઓ કહેવાય છે.
સામાન્ય રીતે પરવાળાની આ રચના સમુદ્રની સપાટી નીચે બને છે પરંતુ કેટલીક વાર કોઈ કારણસર સમુદ્રનું તળિયું કે ટાપુ ઉપસી આવતાં તે બહાર દેખાય છે.
આ દરિયા કિનારો પરવાળાના ખરાબા માટે જાણીતો એવો પીરોટન ટાપુ જામનગર આવેલો છે.
મરીન નેશનલ પાર્ક અને અભિયાનમાં કોનઁલિયા' ડોલ્ફિન, બોલ કેટ ,સ્ટારફીશ, બોનેલિયા ,જેલીફિશ વગેરે જેવા જળચરોનો સંરક્ષણ કરવામાં આવે છે.
પરવાળાની અસ્તિત્વ અને વિકાસ માટે ભૌગોલિક પરિસ્થિતિ.
સામાન્ય રીતે તે ૨૦-૨૧ સેલ્સ. ઓછા તાપમાનવાળા સમુદ્રજળમાં જીવી શકતાં નથી તેથી ઉષ્ણકટિબંધના હૂંફાળા સમુદ્રમાંથી વધુ જોવા મળે છે.
તે ૪૫ થી ૫૫ મીટરથી વધુ ઊંડા પાણીમાં પણ જીવી શકતા નથી આથી તે ભૂમિખંડ કે ટાપુઓના છિછરા કિનારા પાસે ખંડીય છાજલી પર વધુ જોવા મળે છે.
જોવા મળતા બેટ
પીરોટન ટાપુ
બેટ દ્વારકા
નોડા ભેટ
ભેડા બેટ
શંખોદ્વાર બેટ
આ દરિયાઈ વિસ્તારમાં અગત્યના બંદરો આવેલા છે જેમાં નવલખી ,જોડીયા, સીક્કા ,સલાયા, સચાણ વગેરેનો સમાવેશ થાય છે.
દેવભૂમિ દ્વારકા સૌથી વધુ બેટ ધરાવતો જીલ્લો છે.
જામનગર પાસે પરવાળાના પિરોટન ટાપુ પર મરીન નેશનલ પાર્ક અને અભ્યારણ્ય પણ આવેલાં છે.
દરિયાનું પાણી મીઠું કરવાનો સૌપ્રથમ પ્લાન્ટ સૌરાષ્ટ્રના માળિયા બનશે.
સૌરાષ્ટ્રનો દરિયા કિનારો કિલોમીટર છે જે ગુજરાતના ત્રણેય પ્રદેશોમાં સૌથી વધુ ગણાય છે.
ભારતનો પ્રથમ કોરલ રીફ ગાર્ડન એટલે કે પરવાળા ના ખરાબા દ્વારકાના મીઠાપુર પાસે બનશે.
દ્વારકાની ભૂશિર કચ્છના અખાતને અરબ સાગરથી જુદો પાડે છે.
દ્વારકાની આસપાસ નો કિનારો કોરાડમ છે.
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં આવેલા બેટ
દિવ (કેન્દ્રશાસિત પ્રદેશ)
૨)દેવભૂમિ દ્વારકા
બેટ દ્વારકા
તોરા બેટ
બઇદા બેટ
કાળુભા બેટ
નોરા બેટ
ભેડા બેટ
૨) જામનગર
પરવાળાના ટાપુ (પિરોટન)
રોઝી બેટ
૩) ભાવનગર
જેગરી
માલબેંક
સુલતાનપુર
૪) ખંભાતનો અખાત નર્મદા નદીને કિનારે
અલિયા બેટ
૫)ખંભાતનો અખાત ભાવનગર .
પીરમબેટ
૬) અમરેલી
છવાઈ બેટ
ચાંચ બેટ
શિયાળ બેટ
ભેંસાણ બેટ
નવલખી બંદર જિલ્લો મોરબી
કચ્છના અખાતના પૂર્વ કિનારે આવેલું બારમાસી બંદર છે.
ઇ.સ.૧૯૦૯માં મોરબીના વાઘજી ઠાકોર બીજા દ્વારા નવલખી બેટનો પુરાણ કરવામાં આવ્યું અને તેનો બંદર તરિકે વિકાસ થયો.
બંદર પર ધક્કાથી ૨.૫ કિલોમીટર અંતરે સ્ટીમરોને લાંગરવાની સુવિધા હોવાથી તે લાઈટરેજ બંદર છે.
નવલખીથી કંડલા વચ્ચે ફેરી સર્વિસ પણ ચાલુ કરવામાં આવી છે.
કચ્છના અખાતનો સમુદ્ર તળ ઘણું ઊંડું છે આમ છતાં અખાતનો દરિયા કિનારો એટલે કે ઉત્તર સૌરાષ્ટ્ર નો કિનારો પ્રમાણમાં ખડકાળ છે જે ચૂના યુક્ત ખડકોનો બનેલો છે.
જોડીયા બંદર જીલ્લો જામનગર
જામનગર જિલ્લામાં ના કચ્છ અખાતમાં જોડિયા તાલુકાને હંસ્થળની ખાડી પાસે ભરતીના મોજા વારંવાળ પ્રાપ્ત થઈ શકે તેવા કુદરતી સમુદ્ર નો ભંડાર છે.
અહીં ભરતીના મોજાની ઊંચાઈ ૭ -૮ મીટર જેટલી રહે છે.
આ સ્થળે લો હેડ ટર્બાઇન તથા દરવાજા ગોઠવી સમુદ્રની ભરતીનાં મોજાંમાં રહેલી શક્તિ દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકાય છે.
બેડી બંદર જીલ્લો જામનગર
ભૂતપૂર્વ જામનગર રાજ્યના પ્રમુખ બંદર છે.
તે લાઈટ રેજ પોટઁ છે.
એસ્સાર બલ્ક ટર્મિનલ સલાયા લિમિટેડ દ્વારા અહીં એક કેપ્ટીવ જેટી બાંધવામાં આવી છે.
જોડિયાથી બેડીબંદર છતાં વચ્ચે બાલાચડી આવે છે.
કચ્છના અખાતમાં જામનગર નજીક બારમાસી અને લાઇટરેજ બંદર છે.
આ બંદરને કાલવન છાડ તેમજ જીંદરા જેવા ટાપુઓને પ્રતાપે રક્ષણ મળેલું છે..
પિરોટન ટાપુ નજીકની મોતી આપતી પલઁ ઓઇસ્ટર માછલીઓ મળી આવે છે.
પીરોટન ટાપુ જામનગર જિલ્લાની સરહદમાં નાગમતી અને સોસાઈ નદીના મુખ પ્રદેશમાં આવેલા છે.
નર નવલખી બંદર જેવા શબ્દો
નવલખા મહેલ : રાજકોટ
નવલખી વાવ : વડોદરા
નવલખા મંદિર : દેવભૂમિ દ્વારકા
નવલખી બંદર : મોરબી
૧૯૪૭ પહેલા નવલખી ની માત્ર આયાતી બંદર તરીકે ગણના થતી હતી.
કચ્છના અખાતમાં વરસામેઠી એને સૂઈ ખાડીનાં સંગમ સ્થાને આ નવલખી બંદર આવેલું છે.
વાઘજી બીજાએ મણીમંદિરની રચના કરાવી હોવાથી તેઓને કાઠિયાવાડના (સેોરાષ્ટના) શાહજહાં તરીકે ઓળખવામાં આવે છે.
જોડીયા ખાતે ખીજડીયા પક્ષી અભયારણ જોવા મળે છે.
બેડી બંદર પાસે બે નવા બંદરો નવું બેડી બંદર અને નવું રોજી બંદર વિકસાવવામાં આવ્યા છે.
દ્વારકા ખાતે પંચનાદતીર્થ તથા ગોમતી ઘાટ અને જોડતો સેતુને સુદામા સેતુ નામ અપાયું.
સિક્કા જીલ્લો જામનગર
કચ્છના અખાત પર સૌરાષ્ટ્રના ઉત્તર કિનારે આવેલું બારમાસી બંદર છે.
અહીં સ્ટીમરોને સિધી લાંગરી શકે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેને લાઇટરેજ કહેવામાં આવે છે.
આ બંદર અને કુદરતી બારુ મળ્યું છે તેમજ કાપ ન જામતો હોવાથી બારેમાસ તેને ઉપયોગમાં લઈ શકાય છે.
સિક્કા નજીકની ખડકશ્રુંખલા કારણે તેનું રક્ષણ થાય છે.
સિક્કામાં રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રી દ્વારા વાર્ષિક ૨૭ મિલિયન ટનની ક્ષમતાવાળી ખનિજ તેલ રિફાઈનરી બાંધવામાં આવી છે.
સિક્કા બંદર પર રો-રો અને લો-લો જેટી બાંધવામાં આવેલી છે.
આ બંદર પર રિલાયન્સ પોર્ટ્સ એન્ડ ટર્મિનલ્સ લિમિટેડ દ્વારા દિગ્વીજય સિમેન્ટ કંપની અને ભારત રિફાઇનરી લિમિટેડ દ્વારા તેમના માલની હેરાફેરી માટે કેપ્ટિવ જેટીઓ બાંધવામાં આવેલી છે .
ફોસ્ફોરિક એસિડ અને પ્રવાહી એમોનિયા આયાત કરવા માટે સિક્કા ખાતે જીએસ એફસી (GSFC) દ્વારા જ જેટી બંધાઈ છે.
Ro-Ro=Roll On Roll Off
Lo-Lo =Lift On Lift Off
સિક્કાને ભારતનો મોટું પ્રવાહી બંદર કહેવાય છે.
જામનગર જીલ્લામાં સચાણા જહાજ ભાંગવા (શીપ બેન્કિંગ) માટે જાણીતું સ્થળ છે.
ઓખા જિલ્લો દેવભૂમિ દ્વારકા
શંખોદ્વાર બેટ અને સમિયાણી બેટથી સુરક્ષિત એવું ઓખા સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણા પર આવેલું છે.
ઓખા અને બેટ દ્વારકા વચ્ચે કેબલ સ્ટેઇડ સિગ્નેચર બ્રિજ બનશે.
ઓખા અને બેટ દ્વારકા વચ્ચે હોડીઓનો સેવા ચાલુ છે.
આ બંદર બારમાસી અને સ્ટીમરોને સિધી લાંગરવાની સવલત ધરાવે છે આથી તે લાઈટ રેજ બંદર છે.
તેની નજીક મીઠાપુર ખાતે કોસ્ટિક સોડાનું કારખાનું આવેલું છે.
આ બંદરે ક્રેન એનર્જી પ્રાથમિક લિમિટેડ દ્વારા કેપ્ટીવ જેટી બાંધવામાં આવી છે.
ઓખા બંદરના વિકાસમાં બરોડા રાજ્યનો ફાળો રહેલો છે.
૨) દ્વારકાથી વેરાવળ
દ્વારકાથી વેરાવળ વિસ્તારમાં રમણીય ચોરવાડ બીચ આવેલો છે.
દ્વારકાથી વેરાવળ સુધીનો સૌરાષ્ટ્રનો પશ્ચિમ કિનારા તદ્દન સીધો અને વિકસિત રેતાળ બીચનો બનેલો છે એટલે કે ત્યાં ચોરવાડ બીચ આવેલો છે આ કિનારે ચુનાયુક્ત રેતીની ટેકરીઓ આવેલી છે જે ટેકરીઓની પાછળ લગૂન સરોવરો રચના થયેલી છે.
આ કિનારે મિલિયોલાઇટ લાઈમસ્ટોનની ટેકરીઓ પણ આવેલી હોવાથી પોરબંદર અને જામનગરમાં સિમેન્ટ ઉધોગ નો વિકાસ થયેલો છે.
પોરબંદર (બ્રેક વોટર બંદર)
અરબસાગર ખુલ્લા દરિયા પર આવેલું બારમાસી બંદર છે, જ્યાં સ્ટિમરો ને સિધી લાંગરી શકે છે.
અરબસાગરમાં ઉત્પન્ન થયેલાં ઉષ્ણકટિબંધના ચક્રવાતો બંદરોને વ્યાપક નુકશાન પહોંચે છે.
વષઁ ૧૯૭૭ માં વાવાઝોડાને કારણે પોરબંદર ને ઘણું નુકસાન થયું હતું.
પોરબંદરનું નામ બોરડેક સિમા હતું.
તોફાનોથી રક્ષણ મેળવવા પોરબંદર સમુદ્રમાં લાંબી બ્રેકવોટર બાંધવામાં આવી છે.
વર્ષ ૧૯૯૪માં ગુજરાત મેરીટાઈમ બોર્ડ પોરબંદર માંટે LPGની જાહેરાત કરી હતી તે LPG આયાત કરનાર સૌ પ્રથમ ખાનગી બંદર નું ગૌરવ ધરાવે છે.
પોરબંદરમાં ગુજરાતની પ્રથમ બોટ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઇ છે.
નવીબંદર
ભાદર નદીના મુખ આગળ પોરબંદર જીલ્લામાં રચાયેલું બંદર છે.
આ વિસ્તારમાં પોરબંદર પાસે માધવપુરનો બીચ આવેલો છે જે માધવપુર ખાતે કૃષ્ણ અને રૂક્ષ્મણિના લગ્ન માટે માધવપુરનો મેળો ( ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી) પણ ભરાય છે.
ભારત સરકારે વષઁ ૨૦૧૮ માં માધવપુર ખાતે મેળાનું આયોજન કર્યું હતું.
વાડિનાર
કચ્છના અખાતના પૂર્વીય કિનારે સલાયા અને સિક્કાની વચ્ચે આવેલું બંદર છે.
સમુદ્રના પાણીમાં અને જમીન ઉપર થઈને નાખેલી પાઇપલાઇન દ્વારા સ્ટોરેજ ટાંકી સુધી ક્રૂડ ઓઈલ લઇ જવાય છે.
સુઍજ જળમાર્ગ સાથે સંબંધિત બંદર છે.
જૂનાગઢનો દરિયા કિનારો
જૂનાગઢ જિલ્લામાં માંગરોળનો તેમજ ચોરવાડનું બીચ આવેલો છે.
ચોરવાડ બહેનોનું ટીપ્પણી નૃત્ય જાણીતું છે તેમજ ચોરવાડ નાળીયેરી માટે પણ જાણીતું છે.
ચોરવાડ નજીક કુકસવાડા ગામ ભારતીય શેરબજારના ભિષ્મ પિતામહ તરીકે ઓળખાતા ધીરુભાઈ અંબાણીનું જન્મસ્થળ છે.
વેરાવળ મત્સ્યબંદર
વેરાવળ સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વ કિનારે અરબ સાગર પર આવેલું મૌસમી અને લાઈટ રેજ બંદર છે.
આ બંદરનો વિકાસ મત્સ્ય બંદર તરીકે વધુ થયો. છે.
ટોલેમીએ દ્વારા વેરાવળનો ઉલ્લેખ વેરાકુલ તરીકે થયો હતો.
૩) વેરાવળથી ગોપનાથ
આ દરિયા કિનારાને એટલે કે ભેખડવાળો મનાય છે.
ભરતીના કારણે રચિત થયેલા સપાટ મેદાનો અને વચ્ચે વચ્ચે મિલિયો લાઈટ લાઈમસ્ટોનની ટેકરીઓ આવેલી છે.
જે કારણોસર કોડીનાર સુત્રાપાડા ઉના જેવા વિસ્તારોમાં સિમેન્ટ અને સોડા એશ ના ઉધોગો વિકાસ થવા પામ્યો છે.
ગીર સોમનાથની દક્ષિણે આ કિનારે દિવ આવેલું છે. જેનો નાગવા બીચ રમણીય સ્થળ છે.
પીપાવાવ બંદર (પ્રથમ ખાનગી બંદર ૧૯૯૮)
સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે અમરેલી જિલ્લામાં ઝોલાપરી નદીને કિનારે આવેલું છે.
રાજુલાથી થોડે દૂર આવેલા એક ગામનું નામ વિક્ટર છે જે નામ અંગ્રેજ પોટઁ આલ્બટઁ વિકટરના નામ પરથી પડ્યું છે.
ઇંગ્લેન્ડના રિચાર્જ પ્રોકટર સીમ્સ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીના શાસનમાં ઈજનેર હતા. રિચાર્જ પ્રોકટર સિમ્સનું અવસાન થતાં અંતિમ વિધિમાં સામેલ થવા અલ્બટઁ વિક્ટર અહીં આવ્યાં હતાં.
રીચાર્જ પ્રોકટરે આ વિસ્તારનું મહત્ત્વ પારખી ઇંગ્લેન્ડના પાટવીકુંવર પ્રિન્સ આલ્બટઁ વિક્ટરના નામ પરથી બંદરને ખુલ્લુ મુકી પીપાવાવ બંદરને પોર્ટ આલ્બટઁ વિક્ટર નામ આપ્યું હતું.
શિયાળબેટ , સવાઈબેટ , અને ચાંચ બેટ તેમજ ભેસાણ બેટ પિપાવાવને ઘેરી લેતા હોવાથી આ બંદરને સોમાચાની તોફાની પવનોથી રક્ષણ મળે છે તથા અહીં કુદરતી બ્રેક વોટર તરીકે પણ કાર્ય કરે છે.
પીપાવાવ BOOT નીતિ આધારે વિકસાવવામાં આવેલ એક ગ્રીનફિલ્ડ બંદર છે.
વર્ષ ૧૯૯૨-૯૩માં ગુજરાત મેરીટાઇમ બોર્ડ(GMB) દ્વારા ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ (GPPL)ની રચના થઈ હતી.
આ બંદરના વિકાસ માટે સૌ પ્રથમ પરદેશી મૂડીરોકાણ થયું હતું.
બંદર પર કન્ટેઈનર ટર્મિનલ તથા અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા કેપ્ટીવ જેટી બાંધવામાં આવેલી છે.
પીપાવાવ બંદર નજીક પીપાવાવ શિપયાર્ડ પણ વિકસાવાયેલું છે જેના દ્વારા બે પાના મેક્સ જહાજો પણ બંધાયા છે જેને ભારતમાં બંધાયેલાં જહાજો પૈકીના સૌથી મોટા જહાજ મનાય છે.
તે બે જહાજો નામ ગોલ્ડન બોલ એન ગોલ્ડન સ્વેક છે.
ગુજરાતના બંદરો તેના સમુદ્ર તટના બંધારણ કે પ્રાકૃતિક રચનાને આધારે વિકસ્યા છે.
ખંભાતના અખાતમાં સતત નિક્ષેપ કિયાને લીધે પ્રાચિન બંદરો પુરાઈ ગયાં છે.લોથલ તેનું યોગ્ય ઉદાહરણ છે.
સોમનાથ મંદિરે દેશનો સૌપ્રથમ 3D લાઈટ શો શરૂ થયો.
દિવ વિશે
દિવ ૧૧ કિલોમીટર લાંબો ટાપુ છે.
દીવમાં ૧૯૬૧ સુધી પોર્ટુગીઝો નો વસવાટ હતો. દિવ એ રેતીના ટુવાનો કેટલોક ભાગ નીચે બેસી જતાં રચાયેલો છે.
દિવ ગુજરાત સાથે સંબંધિત કેન્દ્ર શાસિત પ્રદેશ છે.
દિવસ દરમ્યાન ૧૦૦% પુનઃ પ્રાપ્ય ઊર્જા પર ચાલનારુ દિવ દેશનું પ્રથમ સ્માર્ટ સિટી બન્યું. ગુજરાત પ્રથમ ખાનગી બંદર પીપાવાવ આવેલું છે .
બંદરોથી માલની હેરફેર
સિરામિક્સ ટાઈલ્સ ,સીમેન્ટ, સ્ટીલ ,સોડાએશ, કાચું લોખંડ ,કાગળનો માવો ,ખાતરો, કપાસ ,તલ સિંગ ખોળ.
ભાવનગર બંદર
ભાવનગર બંદર બારમાસી તથા લોકગીતને સગવડતા બાલુ બંદર છે .
લોકગેટ એટલે કે દરિયામાં ભરતીના પાણીને રોકી રાખી છે જહાજને કિનારે સ્થિર ઉભા રાખી શકવાની વ્યવસ્થા.
ભાવનગર બંદરે જહાજોના રીપેરીંગનો સગવડ પણ કરવામાં આવેલી છે.
ભાવનગર બંદર અમદાવાદથી નજીક હોવાથી અમદાવાદને વધુ ઉપયોગી છે.
ધી મોડેસ્ટ ઈન્ફાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા ભાવનગરના જૂના બંદર પર એક શિપયાર્ડ બાંધવામાં આવેલું છે.
કાળુભાર નદીના મુખ પાસે ભાવસિંહજી દ્વારા વિકસાવવામાં આવેલો બંદર.
૪) ગોપનાથથી ભાવનગર
આ દરિયા કિનારો ખડકાળ અને રેતાળ બીચ નો બનેલો છે.
આ દરિયાકિનારા તળાજા પાસે જહાજ ભાંગવા માટેનું વિશ્વનું સૌથી મોટું અલંગ શિપબ્રેકીંગ યાર્ડ આવેલું છે.
અહીં ગોપનાથ મહાદેવ તેમજ કોળિયાક ખાતે નીષ્કલંક મહાદેવના તીર્થધામો આવેલા છે.
આ દરિયાકિનારે પ્રાચીન સમયમાં તાલધ્વજ પૂરી તરીકે ઓળખાતું તળાજા તેમજ જાણીતું ઘોઘા પણ આવેલું છે.
ગોપનાથ થી ખંભાતનો અખાત અને અરબ સાગરના ભાગ પડે છે.
ગોપનાથ પાસે રમણીય ઝાંઝમેરનો બીચ આવેલો છે.
ગોપનાથ મહાદેવનું મંદિર
નરસિંહ મહેતાનો જન્મ ગોપનાથ નજીક તળાજા ખાતે થયો હતો.
નરસિંહ મહેતાએ ગોપનાથ ખાતે પૂજા કરતા શંકર ભગવાને તેમને કૃષ્ણ લીલાના દર્શન કરાવ્યા હોવાનું મનાય છે.
નિષ્કલંક મહાદેવ
ભાવનગર નજીક કોળીયાક ખાતે મધદરિયે પાંડવોએ પૂજા કરી હોય તેઓ નીષ્કલંક મહાદેવ આવેલા છે. ઓટ સમયે દર્શન માટે જઈ શકાય પરંતુ ભરતી પહેલા બહાર નીકળી જવું જરુરી છે.
અલંગ શિપબ્રેકિંગ યાર્ડ
ભરતીવાળા દરિયાકિનારાથી સમુદ્ર તરફ ધીમો ઢોળાવ તેમજ કિનારાનું તળ જહાજ ને સ્થિર રાખી શકે તેવું રેતાળ હોવાથી અલંગને જહાજ ભાંગવા માટે પસંદ કરવામાં આવ્યું છે.
જે વિશ્વમાં જહાજ ભાંગવાનું સૌથી મોટું કેન્દ્ર છે.
અલંગ ભારતના ૯૦% શિપ બ્રેકિંગની કાર્ય કરે છે.
અલંગ અને પાસે આવેલા સોસિયા ગામમાં જહાજ ભાંગવાના કુલ ૧૮૩ પ્લોટ આવેલા છે.
અલંગમાં જહાજ ભાંગવાની શરૂઆત ૧૯૮૨-૮૩માં થઈ હતી .
અલંગની દેખભાળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB) હસ્તક છે.
ઘોઘા દહેજ રો - રો ફેરી સર્વિસ
વડાપ્રધાન મોદીના હસ્તે ૨૨ ઑક્ટોબર,૨૦૧૭ના રોજ ઘોઘા- દહેજ રો - રો ફેરી સર્વિસનું ઘોઘા ખાતેથી ઉદઘાટન કર્યુ હતુ.
આ ફેરી સર્વિસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર નજીક થઈ ગયું કારણ કે ફેરી સર્વિસને કારણે હાલનાં રસ્તા માર્ગનું ૩૬૦ કિલોમીટર (પરિવહન સમય આશરે ૭ કલાક) નું અંતર ઘટીને દરિયાઇ માર્ગે ૩૧ કિલોમીટર ( પરિવહન સમય આશરે ૧ કલાક) જેટલું થઈ જશે.
આ ફેરી સર્વિસથી ઇંધણના વપરાશમાં નોંધપાત્ર બચત થાય છે તેમજ કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં ઘટાડો થાય છે.
આ સમગ્ર પ્રોજેક્ટનું મેન્ટેનન્સ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા થઈ રહ્યું છે.
ઘોઘા ભાવનગર જિલ્લામાં અને દહેજ ભરૂચ જિલ્લામાં આવેલું છે.
ઘોઘા દહેજ એકબીજાથી ૧૭ નોટિકલ માઇલ દુર છે.
રો - રો ફેરી સર્વીસ સાગરમાલા પ્રોજેક્ટ એક નાનો ભાગ છે તે સાગરમાલા પ્રોજેક્ટ વિકાસનું વિઝન વર્ષ ૨૦૩૫ છે.
રો-રો અને લો-લો એટલે શું
રો-રોનું પુરુ નામ (રોલ ઓન રોલ ઓફ) થાય છે જેનો અર્થ એ છે કે તેમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ પોતાના પગે ચાલીને તેમાં બેસે છે તેમજ તેની કાર ટ્રક વગેરે જેવા વાહનો તેના પૈદા દ્વારા ચાલીને પવેશ કર્યો છે જ્યારે તેનાથી વિપરીત શબ્દ છે.
લો-લોનું પુરુ નામ (લિફ્ટ ઓન લિફ્ટ ઑફ) જેનો અર્થ થાય છે કે આ પ્રકારના વેસેલમાં વાહનોને ક્રેન દ્વારા ઉપાડીને લોડ કરવામાં આવે છે.
દક્ષિણ એશિયાની પ્રથમ રો- રો ફેરી સર્વિસ મનાય છે.
ભાવનગરના કિનારે પેરમબેટ, માલ બૅન્ક, સુલતાનપુર, અને જેગરી બેટ આવેલા છે.
કલ્પસર યોજના
કલ્પસર એટલે ઍક એવું સરોવર કે જે રાજ્યના વિકાસને જરુરિયાતને પરિપૂર્ણ કરે છે.
ખંભાતના અખાતમાં પશ્ચિમ કાંઠે ઘોઘા અને પુવઁ કાંઠે ભરુચ નજીક હાંસોટ વચ્ચે 64 કિલોમીટર લાંબો બંધ બાંધીને અખાતમાં ભળી જતાં સાબરમતી, મહી ,ઢાઢર ,નર્મદા કે સૌરાષ્ટ્ર ની અન્ય નદીઓના મીઠા પાણીનો સંગ્રહ કરવાની યોજના કલ્પસર કાર્યરત છે.
આ જળાશયનું ક્ષેત્રફળ 2000 ચોરસ કિલોમીટર જેટલું છે.
આ મીઠું જળ બરવાળાથી માળીયા સુધી આશરે 660 કિલોમીટર લાંબી નહેર મારફતે દક્ષિણ સૌરાષ્ટ્રની 11 લાખ હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈ માટે ઉપલબ્ધ થશે જેનાથી વધુ કૃષિ ઉત્પાદન મેળવી શકાશે.
આ ઉપરાંત ભારતીના મોજામાંથી વિદ્યુત ઉત્પન્ન કરી વિદ્યુત શક્તિ મેળવી શકાશે.
જે તે વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની પાણીની જરૂરિયાત પણ પૂરી પાડી શકાશે
કલ્પસર યોજનાથી ગુજરાતના મીઠા પાણીની જરૂરિયાત 25% જરૂરિયાત પૂરી પાડી શકાશે.
ખંભાતના અખાતમાં ઉત્તરથી દક્ષિણ સુધી 200 કિલોમીટર અને પહોળાઈમાં ઉપરના સાંકડા ભાગમાં 25 કિલોમીટરથી માંડીને નીચે પહોળા ભાગે 150 કિલોમીટર જેટલા વિસ્તારમાં આ સરોવર આકાર લેશે.
વિશ્વના દરિયાઈ વિસ્તારમાં મીઠા પાણીના બંધાયેલા સરોવરમાં આ "કલ્પસર" બમણા કરતાં પણ મોટું છે.
સૌરાષ્ટ્રના 39 તાલુકાઓમાંથી 1054 લાખ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી મળશે.
ભાવનગરથી સુરત મુંબઈ પહોંચવા માટે 200 કિલોમીટરનું અંતર ઘટશે.
દરિયાના મોજા દ્વારા ઉત્પન્ન થતી વીજળીથી સરોવરમાંથી મીઠું પાણી ઉલેચીને કેનાલમાં પહોંચાડાશે.
5) ભાવનગરથી સાબરમતીના મુખ સુધી
આ દરિયા કિનારો ભરતીથી રચિત કાદવકીચડવાળા સપાટ મેદાનો નો બનેલો છે.
જેમ ભાવનગરની આજુબાજુના દરિયાકિનારો અને ખાડીઓને કારણે ખાંચાખૂંચી વારો છે.
એક સમયે ભાવનગરની ખાડી છેક વલ્લભીપુર સુધી વિસ્તરેલી હોય તેમ મનાય છે.
ભાવનગરથી સાબરમતીના મૂખ સુધીના દરિયા કિનારામાં ધોલેરા નો પણ સમાવેશ થાય છે.
૬) ખંભાતના અખાતનો દરિયા કિનારો
આ કિનારો અનિયમિત કાદવ કિચડ અને બેટથી ઘેરાયેલો છે.
ખંભાતનો કિનારો સમુદ્રમાંથી બહાર ઉંચકાયેલો હોય તેવું લાગે છે.
ખંભાતનો અખાત અને કચ્છનો અખાત એક સમયે એકબીજા સાથે સમુદ્ર સાથે જોડાયેલ હોય તેવા અવશેષો છે.
કચ્છના નાના રણ અને ખંભાતના અખાતને જોડાતો નીચા ભૂમિભાગ પર આવેલું નળસરોવર સમુદ્રના ભાગરૂપે મનાય છે.
નળ સરોવર
નળ સરોવર કચ્છના નાના રણ અને ખંભાતના અખાતને જોડતી નીચે ભૂમિનો પ્રદેશમાં આવેલું છે.
લંબાઈ: 32 કિલોમીટર
પહોળાઈ: 6.5 કિલોમીટર
ઉંચાઈ : 5-8 મીટર
ક્ષેત્રફળ : 120.85 ચોરસ કિલોમીટર
સરોવરનું પાણી ચોમાસામાં મીઠું હોય છે પરંતુ તળની જમીનમાં ખારને લીધે તરત જ ખારાશ પડતું જાય છે.
સરોવરમાં ઘણા નાના નાના ટાપુઓ આવેલા છે જેમાં પાનવડ સૌથી મોટો છે.
નળ સરોવર સમુદ્રના ભાગરૂપે નીચે ભૂમિમાં રચાયેલું હોવાથી તેનું પાણી ખારું છે.
શિયાળામાં આ સરોવરમાં દુનિયાના દુર દુર પ્રદેશોમાંથી કેટલાંક પક્ષીઓ આવે છે.
નળ સરોવરના વિસ્તારને પક્ષી અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
Comments