ભૌગોલિક પ્રદેશ
⚫ કચ્છ જીલ્લો મુખ્યત્વે રણપ્રદેશ અને સુક્કો વિસ્તાર ધરાવતો પ્રદેશ હોવાથી કચ્છમાં બનેલા મેદાનો વધુ ફળદ્રુપતા ધરાવતો નથી પણ કચ્છની અંદર આવેલા મુખ્ય મેદાનોમાં કંઠી મેદાન ,બંન્ની પ્રદેશ અને વાગડના મેદાનને ધ્યાનમાં લઈ શકાય
કંઠીનુ મેદાન (જિલ્લો કચ્છ)
⚫ કચ્છ જિલ્લાને દક્ષિણ અને પશ્ચિમ દરિયાકિનારે આવેલા મેદાની પ્રદેશ કે જેનો આકાર કંઠી એટલે કે માળા જેવો આકાર જોવા મળતો હોવાથી તેને કંઠી મેદાન તરીકે ઓળખવામાં આવે છે.
⚫ કંઠીના મેદાનમાં નલિયા , માંડવી , મુન્દ્રાના મેદાનનો સમાવેશ થાય છે.
⚫ આ કંઠીનુ મેદાન ખજૂર , ખારેક 'કેરી જેવા પાકોની ખેતી થાય છે.
⚫ કંઠીના મેદાનમાં નાયરો , કનકાવતી, રૂકમાવતી .નાગમતી , ભૂખી નદી વહે છે.
બન્ની પ્રદેશ (જિલ્લો કચ્છ)
⚫ કચ્છની ઉતરમાં આવેલા બંન્ની પ્રદેશ જે નદીઓના કાંપ અને ચોમાસાના પાણીના કારણે ત્યાં ઉગી નીકળતા ઉંચા ઘાસ માટે જાણીતો છે.
⚫ આ વિસ્તારમાં રહેતા લોકોને મુખ્ય આર્થિક પ્રવુતિ પશુપાલન છે.
⚫ બન્નીનું ઊંચું ઘાસ પશુચારા સિવાય આ વિસ્તારમાં રહેતા લોકોના રહેઠાળ ભૂંગા ઝુપડા માટે ઉપયોગી બને છે.
વાગડનુ મેદાન (જિલ્લો કચ્છ)
⚫ કચ્છના મોટા અને નાના રણ વચ્ચે આવેલા ભૂપૃષ્ઠ સમતલ ભૂમિ વિસ્તારને વાગડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.
⚫ વાગડના મેદાનમાં કંથકોટના ડુંગરાઓ આવેલા છે.
⚫ મહંમદ ગઝનીના ઇ.સ.૧૦૨૬ સોમનાથ આક્રમણ સમયે સોલંકી વંશના ભીમદેવ પ્રથમને કંથકોટના ડુંગરાઓ ઉપર કંથકોટના કિલ્લામાં આશ્રય લીધો હતો.
⚫ દેશનું સૌપ્રથમ વિન્ડફાર્મ માંડવી ખાતે આવેલું છે.
⚫ ખારેકના ઉત્પાદનમાં વધારા માટે ટિશ્યૂ કલ્ચર નો ઉપયોગ થાય છે.
⚫ મુન્દ્રા ખાતે ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે.
⚫ મુન્દ્રા એ કચ્છનું પેરીસ કહેવામાં આવે છે.
⚫ ઘેટા બકરાને સૌથી વધુ સંખ્યા કચ્છ જિલ્લામાં છે.
⚫ ભુંગાઓના સમૂહને વાઢ કહેવામા આવે છે.
ઉમાશંકર જોશી
⚫ શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારેમાસ
ગોહિલવાડ (ભાવનગર)
⚫ ગોહિલવાડ ઘેલો અને શેત્રુંજી નદીની વચ્ચે આવેલો પ્રદેશ છે. ગોહિલવાડ તરીકે ભાવનગર જિલ્લાને ઓળખવામાં આવે છે.
⚫ ગોહિલવાડમાં કાળી, કાપવાળી અને થોડી ક્ષારવાળી જમીન જોવા મળે છે.
⚫ ગોહિલ વંશના નામ પરથી આ વિસ્તારને ગોહિલવાડ કહેવાય છે.
⚫ ભાવનગર જિલ્લામાં દાડમનું સૌથી વધુ ઉત્પાદન થાય છે તેમજ ભાવનગર જીલ્લો જમરૂખના પાક માટે પણ જાણીતો છે.
⚫ માલણ નદી કિનારે આવેલું ભાવનગર જીલ્લાનું મહુવા (સૌરાષ્ટ્રનું કાશ્મીર) ડુંગળીના પાક માટે જાણીતો હોવાથી ત્યાં ડુંગળીના ડિહાઈડ્રેશન પ્લાન્ટના ઉધોગ વિકસેલો છે.
⚫ ભાવનગર ભારત એકમાત્ર એવું શહેર છે કે શહેરની મધ્યમાં વિકટોરિયા પાકઁ નામક મોટો વન વિસ્તાર આવેલો હોય જેની દેખભાળ વન વિભાગ કરે છે.
⚫ બોટાદ જિલ્લામા ગઢડા સ્વામિનારાયણના ઘેલો નદીના કાંઠે રિવરફ્રન્ટથી શોભશે.
⚫ મહુવા ખાસ જમાદાર કેરી માટે પણ જાણીતું છે.
⚫ વલ્લભી અને હસ્તવપ્ર (હાથબ)ને દ્રોણમુખી નગર કહેવાતા હોવાથી ભાવનગર જિલ્લાના વિસ્તારને દ્રોણમુખી તરીકે પણ ઓળખવામાં આવે છે.
લીલી નાઘેર (ઉનાથી ચોરવાડ)
⚫ ગીર સોમનાથ જિલ્લાના ઉના અને જૂનાગઢ જિલ્લાના ચોરવાડ વચ્ચેના ખાસ કરીને દરિયાકિનારા સુધીના વિસ્તારને લીલી નાઘેર તરીકે ઓળખવામાં આવે છે.
⚫ આ વિસ્તારમાં મુખ્યત્વે ગીરના જંગલ અને વન્યજીવ સંપત્તિ વધુ માત્રામાં જોવા મળે છે.
⚫ નાગરવેલના પાન , નારિયેળી માટે લીલી નાઘેર ખાસ જાણીતા વિસ્તાર છે.
⚫ ચોરવાડ બીચ નારિયેળના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
ઘેડ (માણાવદરથી નવીબંદર)
⚫ જુનાગઢ જિલ્લાના માણાવદર અને પોરબંદર જિલ્લાના નવીબંદર સુધીના વિસ્તારને ઘેડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.
⚫ ઘેડ પ્રદેશ સામાન્ય જમીન કરતાં નીચાણવાળો ભાગ ધરાવતું હોવાથી અહીં ચોમાસાનું પાણી ભરાતાં ફળદ્રુપ જમીનમાં નિર્માણ થયેલું છે.
⚫ નવીબંદર ભાદર નદીનું મુખ ધરાવતું હોવાથી તેનું પાણી પણ આ નીચાણ વાળા વિસ્તારમાં ભરાય છે જેથી અહીં ખેતીનું પ્રમાણ સારું જોવા મળે છે.
⚫ મગફળીનો પાક થતો હોવાથી જૂનાગઢમાં મગફળી સંશોધન કેન્દ્ર પણ આવેલું છે.
⚫ મગફળીના ઉત્પાદન માટે આદ્ર અને ઉષ્ણ હવામાન જરુરી છે.
⚫ મગફળી ખરીફ પાક હોવાથી તેનું વાવેતર વરસાદ થયા પછી કરવામાં આવે છે.
સોરઠ
⚫ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારને તરીકે સોરઠ ઓળખવામાં આવે છે.
⚫ ગીરની ટેકરીઓની દક્ષિણમાં દરિયાકિનારાના વિસ્તારોને સોરઠ કહેવાય છે.
હાલાર
⚫ બરડો ડુંગર (રાણાવાવ) થી પશ્ચિમ દરિયા કિનારો સુધી આવેલા વિસ્તારને હાલાર પંથક ઓળખાય છે.
⚫ હાલ એ ખરેખર જામનગર જીલ્લા માટે પ્રયોજાતો શબ્દ હતો.
⚫ હવે હાલાર પંથકમાં જામનગર અને દેવભુમિ દ્વારકા જીલ્લાના વિસ્તારનો સમાવેશ થાય છે.
⚫ હાલાર વિસ્તાર ખેતીકીય દૃષ્ટિએ ફળદ્રુપતા ધરાવતો નથી પરંતુ ત્યાંથી મળતી આવતી ખનીજો માટે તે જાણીતો બનેલો છે જેવી કે બોક્સાઈટ . બ્રાઇન જેવી ખનીજો મળી આવેલ આવે છે.
⚫ બોક્સાઈટનું ઉપયોગ એલ્યુમિનિયમ બનાવવામાં થતો હોય છે.
⚫ બ્રાઇન એ એક પ્રકારનો પથ્થર છે તેમાંથી મીઠુ બનાવાતું હોય છે.
⚫ આઝાદી સમયે જામ જૂથ રાજ્ય ત્યારબાદ યુનાઈટેડ સ્ટેટસ ઓફ કાઠિયાવાડ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર રાજ્યની રચના જામનગરના રાજવી દિગ્વિજયસિંહજીને આભારી છે.
⚫ ઉના ખાતે ત્રિવેણી કુંડ આવેલો છે.
⚫ ચોરવાડ ખાતે ઝુ્ંડનો મેળો ભરાય છે.
⚫ ચોરવાડ પાસે આવેલું કુકસવાડા જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણીનું વતન છે.
⚫ ચોરવાડ માં નવાબનો મહેલ આવેલો છે.
⚫ ભારતની સૌથી લાંબી તરણ સ્પર્ધા ચોરવાડથી વેરાવળ સુધીના દરિયામાં યોજાઈ હતી.
⚫ ઉના તાલુકાની સરહદે વાંક્યિા ગામે શાણાવાંક્યિાની ગુફાઓ આવેલી છે.
⚫ ઘેડ મગફળીના ઉત્પાદન માટે જાણીતો વિસ્તાર છે.
⚫ ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ વાવેતર રાજકોટમાં અને ઉત્પાદન જૂનાગઢમાં થાય છે.
⚫ ભારતની આઝાદી સમયે જૂનાગઢના પગલે માલાવદરે પણ પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો.
⚫ હ્યુ એન સંગ સોરઠને સુલકા કહેતા.
⚫ જામનગર માં જૂનું નામ નવા નગર હતું.
⚫ ૧૫ ઓગસ્ટ, ૨૦૧૩ ના રોજ જામનગર માંથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના થઈ તે (૩૩ જિલ્લો)
⚫ ઇ.સ.૧૫૪૦ માં નવા નગરની સ્થાપના જામ રાવળે કરી હતી.
⚫ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મિલેટ રિસચઁ જામનગર ખાતે આવેલું છે.
Comments