ગુજરાતનો રણવિસ્તાર
કચ્છના રણને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છે
કચ્છની મુખ્યભૂમિની ઉત્તરે કચ્છનું મોટું રણ કચ્છની મુખ્યભૂમિની પૂર્વમાં કચ્છનું નાનું રણ
કચ્છનું મોટું રણ
પચ્છમ, ખડીર ,ખાવડા અને બેલા જેવા ટાપુઓ કચ્છના મોટા રણમાં આવેલા છે.
કચ્છના રણની જમીન ક્ષાર, ઝીણી રેતી અને માટીની બનેલી છે.
મીઠાથી છવાયેલો ભૂમિ વિસ્તારને અહીં ખારોપાટ કહે છે.
ખારોપાટ ધરાવતું કચ્છનો રણ વિશ્વનું સૌથી મોટું સફેદ રણ છે.
ચોમાસામાં રણનો દેખાવ છિછરા સરોવર જેવો લાગે છે.
વરસાદ પછીના સમયમાં (શિયાળામાં) દૂરસુદૂરના દેશોમાંથી લાખોની સંખ્યામાં ફ્લેમિંગો (સુરખાબ) અહીં ઉતરી આવે છે.
જે ફ્લેમિન્ગો છીછરાં ખારા પાણીમાં કાદવના ટેકરો બનાવી ટોચે ખાડો બનાવી તેમાં ઈંડા મૂકે છે અને ત્યારબાદ બચ્ચા ઉછેરે છે. ફ્લેમિંગો માટેનો નિયમિત પ્રજનન સ્થળ છે.
આમ કચ્છના મોટા રણમાં દર વર્ષે સુરખાબનગર રચાઈ છે.
પ્રતિ વર્ષ ડિસેમ્બર જાન્યુઆરીમાં ધોરડોના સફેદ રણમાં કચ્છ રણોત્સવનું આયોજન થાય છે જેમાં કચ્છની સંસ્કૃતિનું દર્શન થાય છે અને ટેન્ટ હાઉસમાં રહેવાનો લાભ પ્રાપ્ત થાય છે.
કચ્છનો બન્ની વિસ્તાર ઊંચા ઘાસની ભુમી તરીકે જાણીતો છે પરંતુ જળવાયુ પરિવર્તનને કારણે તે ઘાસમાં ઘટ જોવા મળી રહી છે.
કચ્છના રહેવાસીઓના ઝૂંપડાઓને ભૂંગા કહેવામાં આવે છે જે ભુંગાઓના સમૂહને વાંઢ કહેવાય છે. જે રણોત્સવમાં આકર્ષણ પેદા કરે છે.
કચ્છના રણોત્સવમાં કચ્છનું વાંજિત્ર સુરિન્દ પણ આકર્ષણ જમાવતું હોય છે.
અલ્લાહ બંધ
16 જૂન, 1819ના રોજ કચ્છમાં આવેલા ભૂકંપને લીધે હજારો લોકોનાં મૃત્યુ થયાં હતાં.
કચ્છના પશ્ચિમ કાંઠે વસેલું સિંધરી બંદર સંપૂર્ણ રૂપે દરિયામાં ડૂબી ગયું.
સિંધુ નદીનો એક ફાંટો કચ્છ તરફ ફંટાઈને લખપત તાલુકાની ફળદ્રુપ બનાવી મીઠુ પાણી પુરૂ પાડતો હતો તેના ભૂકંપ ગણતરીની મિનિટોમાં 26 કિલોમીટર પહોળો અને 3 મીટર ઊંચાં ધરતીના પટ ઉચકીને બંધ કરી દીધો.
જ્યારે ટેકરીઓની હારમાળા રચાઈ ગઈ ને તે આજે અલ્લાહ તરીકે ઓળખાય છે.
કચ્છના મોટા રણની ઉત્તરે પાકિસ્તાનનો સિંધ પ્રદેશ જોડાયેલો હોવાથી આજે પણ સિરક્રીક વિવાદિત વિસ્તાર છે તેમજ ભારત~ પાકિસ્તાન વચ્ચે છડાબેટ વિવાદને લઇને કચ્છનો ટ્રિબ્યૂનલની રચના થઈ ગઈ હતી.મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઇના સમયમાં કચ્છ ટ્રિબ્યૂનલનો ચુકાદો આવતાં છતાં છડાબેટનો સમાવેશ પાકિસ્તાનમાં થયો છે.
કચ્છના મોટા રણમાં ખદિર બેટમાં ઐતિહાસિક સ્થળો ધોળાવીરા આવેલું છે.
કચ્છના મોટા રણની પુવઁ બાજુએ બનાસકાંઠા જિલ્લાના અધઁરણ વિસ્તારને ગોઢાનો પ્રદેશ કહેવામાં આવે છે.
કચ્છનું મોટું રણ બનવા પાછળનું પરિબળ અલ્હાબાદબંધ છે.
કચ્છનો કુલ રણક્ષેત્ર 27,200 ચોરસ કિલોમીટર.
પૂર્વ - પશ્ચિમ : 256 કિલોમીટર લાંબુ
ઉત્તર - દક્ષિણ : 128 કિલોમીટર પહોળો વિસ્તાર અંદાજીત: 22,500 ચોરસ કિલોમીટર.
ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ ફેરમાં કચ્છ રણોત્સવને બેસ્ટ ડેકોરેશન નો એવોર્ડ પ્રાપ્ત થયો.
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના નડાબેટ ખાતે ગુજરાત સરકારે વાઘા બોર્ડરની જેમ સીમા પ્રદર્શન શરૂ કર્યું .
કચ્છના રણમાં ભૂલા પડેલાને સંત મેકરણદાદા મદદ કરતાં હતાં તેઓની સમાધી હબા ડુંગર પર આવેલી છે.
અંધારી રાત્રીઓમાં નૃત્ય કરતો કે ડોલતો પ્રકાશ જેને સ્થાનિક ભાષામાં ચિરબત્તી (ભૂતોના પ્રકાશ) કહે છે તે રણ અને તેની આસપાસ બન્ની ક્ષેત્રોને ભુમિ પર દેખાય છે.
રણોત્સવને શરુઆત 2006/07 ના વર્ષથી થઈ છે જેનું ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી આયોજન થાય છે.
રણની વિશેષતા
કચ્છના રણ રેતીનાં રણ નહીં પણ ખારાપાટના વેરાન પ્રદેશ છે.
આ બન્ને રણો ખંડીય છાજલી ઉચકવાથી બનેલા હોવાનું મનાય છે.
સૂકીૠુતુ આ બન્ને રણો સૂકા રહે છે.
રણનો ખારાથી છવાયેલો ભાગ " ખારો" કહેવાય છે.
રેતી અને માટીની અત્યંત બારીક રજથી મિશ્ર થયેલો કાળો અને કડવો ક્ષાર થાય છે તે જમીનને ખારાસરી કહે છે.
રણનો ઊંચો ભાગ ત્યાં ખેતી થઈ શકે છે તેવા ભાગને લાણાસરી કહેવાય છે.
ચોમાસામાં ત્યારે રણપ્રદેશમાં બધે પાણી ભરાઈ જાય છે ત્યારે આ પ્રદેશો ટાપુઓ જેવા લાગે છે.
કચ્છનું નાનું રણ
કચ્છનું નાનું રણ એ ક્ષાર કળણ ધરાવે છે.
બનાસ, રૂપેણ ,સરસ્વતી, કચ્છના નાના રણ સમાઈ જતી હોવાથી આ ત્રણેય નદીઓ ઉત્તર ગુજરાતની કુંવારિકા નદીઓ કહેવામાં આવે છે.
મચ્છુ બ્રાહ્મણી અને ફાલ્ગુ નદીઑ પણ કચ્છના નાના રણમાં સમાઈ જતી હોવાથી આ ત્રણેય નદીઓ સૌરાષ્ટ્રને કુંવારીકા નદી કહેવાય છે.
ચોમાસામાં આ નદીઓના પાણી નાના રણમાં આવે છે ત્યારે કેટલાક મોટા વિસ્તારો પાણીની બહાર રહે છે જે ટાપુ તરીકે અને નાના વિસ્તારો ને ટીંબા તરીકે ઓળખાય છે.
કચ્છના નાના રણ પાસે સુરજબારી આવેલું છે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો પુલ સૂરજબારી પુલ કહેવાય છે સુરજબારી પાસે કાદવકીચડથી રચનાથી પરિવહન માટે પુલની વ્યવસ્થા છે.
નાના રણમાં વેરાન પ્રદેશમાં વિસ્તાર વધુ હોવાથી ત્યાં કાંટાળી વનસ્પતિ જોવા મળે છે.
કચ્છના નાના રણને ભારતીય જંગલી ગધેડો એટલે કે ઘુડખર માટે વિશ્વનું અંતિમ આશ્રય સ્થળ મનાય છે. તેથી ઘુડખરના સંવઘઁન માટે આ સ્થાને ભારતીય ઘુડખર અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું છે.
આ સ્થળે ઘુડખર સિવાય પણ ઘણા અન્ય સસ્તન જેવા કે ભારતીય શિયાળ (કેનીસ ઈન્ડીકા), લાલ શિયાળ અને રણના શિયાળ તેમજ નીલગાયનું આશ્રયસ્થાન છે.
આ રણમાં મીઠું થાય છે અને અહીં પારંપરિક મીઠુ પકવવાના વ્યવસાય છે ગુજરાત વન વિભાગ તેનો વિરોધ કરી રહ્યું છે કારણ કે ઘુડખર પર તેની અસર થઈ શકે છે જેથી આ વિસ્તારમાં ઝીંગા ઉછેર નું કાર્ય શરૂ થયું છે.
પૂર્વથી પશ્ચિમ :128 કિલોમીટર લાંબો
ઉત્તરથી દક્ષિણ: 16-64 કિલોમીટર પહોળો વિસ્તાર અંદાજિત: 4700 ચોરસ કિલોમીટર છે.
ગુજરાતની કુંવારિકા નદીઓ બનાસ, રૂપેણ, સરસ્વતી.
સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ મચ્છુ, બ્રાહ્મણી, ફાલ્કુ,
કચ્છના મોટા રણ ના નારા વચ્ચે વાગડનું મેદાન આવેલું છે.
ગાયોના રક્ષણ કાજે શહીદ થયેલા સુરેન્દ્રનગરના વીર વચ્છરાજ દાદાનાં સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવિયુ છે.
Thank you for article read
Comments