તળ ગુજરાતનો દરિયા કિનારો
તળ ગુજરાતને ૩૫૧ કિલોમીટરનો દરિયાકિનારો મળેલો છે.
તળ ગુજરાતના દરિયાકિનારે સાબરમતી નદીના મુખથી વલસાડ જિલ્લાના ઉમરગામ સુધી સમગ્ર કિનારેો મહી , નર્મદા , તાપી અને તેમની ઉપનદી મુખ દ્વારા ખાંચાખૂંચીવાલો બનેલો છે.
ખંભાતથી દહેજ
આ દરિયા કિનારો જૂના કાપતી રચિત સીધો ઢોળાવવાળી કરાડોવાળી અને કાદવ કીચડવાળો છે.
દહેજ બંદર (રસાયણ બંદર)
ખંભાતના અખાતમાં ખોલવામાં આવેલ દહેજ એક ગ્રીનફિલ્ડ બંદર છે.
દહેજ બંદરનો વિકાસ ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB) ,ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ(IPCL),પેટ્રોનેટ એલએનજી લિમિટેડ ના સંયુક્ત સાહસે વિકાસ થયો છે.
અહીં ગુજરાતી કેમિકલ લિમિટેડ દ્વારા નવું કેમિકલ પોર્ટ ટર્મીનલ વિકસાવવામા આવેલું છે.
ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મીનલ લિમિટેડ તરીકે ઓળખાતું આ બંદર ભારતના ઔદ્યોગિક દૃષ્ટિએ સુવણઁ પટ્ટામાં આવેલું છે. જે એશિયાનો સૌથી મોટો ઔદ્યોગિક વિસ્તાર ગણાય છે.
આ બંદરે પ્રવાહી વાયુ અને ઘન પદાર્થોની હેરફેર કરવાની વ્યવસ્થા છે.
દહેજ બંદરને વ્યાપારી બંદર તરીકે વિકસાવવામાં આવ્યું છે.
કુદરતી આપત્તિ સંદર્ભે બંદર પર સલામતી અને પર્યાવરણના રક્ષણ માટેની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા નર્મદાના મુખ પાસે જોગેશ્વરમાં રોરો કમ કાર્ગો હેન્ડલિંગની સુવિધા વિકસાવવાનું આયોજન છે.
દહેજ ખાતે શિપયાર્ડ પણ બાંધવામાં આવેલું છે.
ધોલેરા અને વિઠ્ઠલ બંદર અમદાવાદ જિલ્લા છે.
ધોલેરા બંદર પાસે સુખભાદર નદી ખંભાતના અખાતમાં મળે છે.
ધોલેરામાં વિશ્વનો સૌથી વિશાળ સોલાર પાર્કની મંજુરી મળી છે.
ધોલેરાને ૩૦૦૦ કરોડ રૃપિયાના ખર્ચે વિશ્વનું શ્રેષ્ઠ સ્માર્ટ સિટી બનાવવામાં આવશે.
નર્મદા જિલ્લામાં ગુજરાતને પ્રથમ નિર્ભયા સ્કવોર્ડની રચના થઈ.
લોથલ હડપ્પા સભ્યતાનું સૌથી પ્રાચીન બંદર છે જે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે.
સોમનાથ - ધોળાવીરાને આઇકોનિક ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે.
આણંદ પાસે ભારતના સૌથી મોટા વોટર એન્ડ એજ એમ્યુઝમેન્ટ "પાર્ક ધ એન્જોય" સિટી ખુલ્લો મુકાયો.
બીચ જીલ્લો
ડુમ્મસ સુરત
ઉભરાટ નવસારી
દાંડી નવસારી
તિથલ વલસાડ
નરેન્દ્ર મોદી દહેજ લઘુ ભારત કહી સંબોધન કરતા હોય છે.
દહેજ બંદર પર પ્રવાહી કુદરતી વાયુ ની આયાત અને તેના રિગેસિફિકેશન માટે પેટ્રોનેટ એલએનજી(LNG )લિમિટેડ દ્વારા ટર્મિનલ ઉભું કરાયું છે.
મહીંથી ઢાઢર નદી સુધીનો દરિયાકિનારો
મહીંથી ઢાઢર નદીના મુખપ્રદેશથી વચ્ચે કિનારે ત્રીસ (૩૦) મીટર ઉંચી એવી કાંપથી રચાયેલી કરાડો આવેલી. જે "સુવાલીની ટેકરી" તરીકે ઓળખાય છે.
સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે કે તેનો પટ ૭ (સાત )કિલોમીટર પહોળો બને છે તેને કોપાલીની ખાડી કહેવામાં આવે છે. જયારે મહી વહેરાની ખાડી પાસે સમુદ્રમા ભળે છે.
નર્મદા ખંભાતના અખાતને મળે છે ત્યાં તેનું મુખ 24 કિલોમીટર પહોળું બને છે.
નર્મદા નદીના મુખપ્રદેશમાં આલિયા બેટ આવેલો છે.
હાંસોટ થી ઉમરગામ સુધીનો વિસ્તાર રેતાળ છે.
નદીનાળો દ્વારા ભરતીના પાણી અંદર પ્રવેશી વિશાળ વિસ્તારમાં ફેલાઇ જાય છે.
તાપીની નદી દક્ષિણમાં છેક ઉમરગાંવ સુધીનો કિનારો પ્રમાણમાં વધુ સીધો છે.
આ કિનારો સાંકડો રહેતા પિતા અને બે કિમી લાંબી ટેકરીઓ આવેલી છે આથી આ વિસ્તારમાં રમણીય બીચનું નિર્માણ થયું છે.
મગદલ્લા બંદર (જિલ્લો સુરત)
ખંભાતના અખાત થી અંદાજિત 24 કિલોમીટર દક્ષિણમાં તાપી નદીના દક્ષિણ મુખ પર સુરતથી 16 કિલોમીટર પશ્ચિમમાં આ બંદર આવેલું છે.
મગદલ્લા બારમાસી બંદર છે જે તાપી નદી પર આવેલું બંદર છે.
હજીરા બંદર જિલ્લો સુરત
હજીરા બંદર સુરતથી પશ્ચિમ બાજુએ અરબ સાગરના કિનારે આવેલું છે.
હજીરા પાસે મહત્ત્વના જાહેર અને ખાનગી ક્ષેત્રના વિશાળ ઔદ્યોગિક એકમો સ્થાપવામાં આવ્યા છે.
હજીરા ખાનગી ક્ષેત્રનો મહત્ત્વનું બંદર છે.
સમગ્ર વર્ષ દરમિયાન ઓછા ખર્ચથી ઉપયોગમાં લઈ શકાય તેવું બંદર હોવાથી શેલ કંપનીએ હજીરાની પસંદગી કરી છે.
ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ દ્વારા ગેસ ગ્રીડ માટે હજીરા પ્રવેશ બિંદુ તરીકે કાર્ય કરે છે.
હજીરા 100% શેલ પ્રોજેક્ટ છે જેમાં એસ્સાર ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ ની મદદ મળી છે.
હજીરા બંદર પર લાર્સન એન્ડ ટુબ્રોનું શીપયાર્ડ આવેલું છે.
આ જ દરિયાકિનારે સંજાણ બંદર ,દાંડી, તિથલ, ઉમરગામ જેવા બંદરો જોવા મળે છે જે ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે.
સંયુક્ત પ્રયાસોથી પેટ્રોનેટ( LNG)લિમિટેડ ની સ્થાપના
ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ(GAIL), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(BPCL), ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન (IOC)
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ(ONGC)
દહેજ ને 25, જાન્યુઆરી,2001 ના રોજ એશિયાના સૌપ્રથમ કેમિકલ પોર્ટ રાસાયણિક બંદર તરીકે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
મહી નદી સમુદ્ર સંગમ પામે ત્યાં તેને ઉત્તરે ખંભાત બંદર અને દક્ષિણે કાવી બંદર આવેલું છે.
ગુજરાતમાં ફેરી સર્વિસ અંતર્ગત 4 સ્થળોએ ટર્મિનલ વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન છે.
4 ટર્મિનલમાં મુખ્યત્વે ખંભાતના અખાતમાં, સૌરાષ્ટ્રમાં ઘોઘા તેમજ પીપાવાવ ખાતે ,અને દક્ષિણ ગુજરાતમાં દહેજ અને સુવાલી (સુરત) ખાતે વિકસાવવામાં આવશે.
ફેરી સર્વિસ અંતગઁત માંડવીથી ઓખા અને જામનગર (રોઝી પીયર સાઇટ) વચ્ચે પેસેન્જર સર્વિસ ચલાવવામાં મંજુરી અપાઈ છે.
તાપી નદી સુરત થી 18 કિલોમીટરે સમુદ્ર સંગમ પામે છે ત્યાં હજીરા બંદર આવેલું છે આથી હજીરાને તાપી વોટર ચેનલમ કહેવામા આવે છે.
Comments