મહત્ત્વપૂર્ણ દિવસો
૫ સપ્ટેમ્બર શિક્ષક દિવસ
ભારતમાં દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ " શિક્ષક દિવસ" ની ઉજવણી કરવામાં આવે છે.
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસે "શિક્ષક દિવસ" ની ઉજવણી કરવામાં આવે છે.
દર વર્ષે પાંચ ઓક્ટોબરના રોજ "વિશ્વ શિક્ષક દિવસની " ઉજવણી કરવામાં આવે છે
ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન
જન્મ: 5 સપ્ટેમ્બર,1888 (તિરુતાની તમિલનાડુ) નિધન : 17 એપ્રિલ,1975 (ચેન્નાઈ )
ડો સર્વપલ્લી રાધાકૃષ્ણન એ પ્રખ્યાત શિક્ષણવિદ, તત્ત્વચિંતક તથા રાજકારણ સાથે સંકળાયેલા વ્યક્તિ હતા.
તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ(1952-62) અને બીજા રાષ્ટ્રપતિ(1962-67) હતા.
વર્ષ 1954 માં તેઓને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં .
તેમનું પહેલું પુસ્તક ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર હતું.
ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ દેશ દુનિયાના ફિલોસોફર પ્રેસિડેન્ટ તરીકે જાણીતાં હતાં.
5 સપ્ટેમ્બર : આંતરરાષ્ટ્રીય દાન દિવસ
૭ સપ્ટેમ્બર : વાદળી આકાશ માટે સ્વસ્થ હવાનો આંતરરાષ્ટ્રીય દિવસ
હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે કાર્યોને પ્રોત્સાહન આપવા ૭ સપ્ટેમ્બરનાં રોજ વૈશ્વિક સ્તર પર "વાદળી આકાશમાં તે સ્વસ્થ હોવાનો આંતરરાષ્ટ્રીય દિવસ" ઉજવવામાં આવે છે.
આ દિવસને સૌપ્રથમ ઉજવણી વર્ષ (૨૦૨૦)માં કરવામાં આવી હતી.
Theme 2021: ' healthy air, healthy planet (સ્વચ્છ હવા સ્વસ્થ ગ્રહ )
૮ સપ્ટેમ્બર : આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ
દર વર્ષે ૮ સપ્ટેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ની ઉજવણી વ્યક્તિઓ, સમુદાય અને સમાજના સાક્ષરતાનું મહત્ત્વને ઉજાગર કરવા માટે કરવામાં આવે છે.
વષઁ 202૧ના વિશ્વના આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની થીમ : ' Literacy for a human centered recovery: narrowing the digita Divide' છે.
UNESCO દ્વારા ૧૭ નવેમ્બર,૧૯૬૬થી દર વર્ષે ૮ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
પ્રથમ વખત આ દિવસની ઉજવણી વર્ષ ૧૯૬૭ માં કરવામાં આવી હતી.
૮ સપ્ટેમ્બર : (વર્લ્ડ ફિઝિકલ થેરાપી દિવસ )
૯ સપ્ટેમ્બર : (હુમલાથી શિક્ષણને સુરક્ષિત કરવાનો આંતરરાષ્ટ્રીય દિવસ)
૧૦ સપ્ટેમ્બર: વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ
દર વર્ષે ૧૦ સપ્ટેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય લોકોનું માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવી અને આપઘાતની પ્રવૃત્તિને અટકાવવાનો છે.
સમગ્ર વિશ્વમાં દ૨ ૧૦૦ માંથી એક મૃત્યુ આત્મહત્યાના કારણે થાય છે.
વષઁ ૨૦૨૧ના "વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની" થીમ Creating Hope Through Action છે.
સૌ પ્રથમ વખત આ દિવસની ઉજવણીની શરૂઆત ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સ્યુસાઇડ પ્રિવેનશન( IASP) અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન ( WHO) દ્વારા સંયુક્ત રીતે વષઁ 2003માં કરવામાં આવી હતી.
ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સ્યુસાઇડ પ્રિવેનશન ( IASP)
IASP એ આત્મહત્યા નિવારણ ક્ષેત્રે સક્રિય નૉન ગર્વમેન્ટલ ઑર્ગેનાઇઝેશન NGO છે.
તેની સ્થાપના વર્ષ 1960માં પ્રોફેશનલ ઈરવીન રિન્ગેલ અને ડોક્ટર નોમઁન ફેબર લો દ્વારા ઑસ્ટ્રેલિયાની રાજધાની વિયેતનામ ખાતે કરવામાં આવી હતી.
ભારતમાં સરકારી યોજનાઓ
_____________________________________
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા 'ફિટ ઈન્ડિયા ફ્રિડમ રન 2.0' નો શુભારંભ
_____________________________________
13 ઓગસ્ટ ,2021 ના રોજ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ફિટ ઈન્ડિયા ફ્રિડમ રન 2.0 કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
મુખ્ય બાબતો
ફિટ ઈન્ડિયા ફ્રિડમ રન 2.0 કાર્યક્રમને કેન્દ્રીય મંત્રી દ્વારા નવી દિલ્હી ખાતે આવેલા મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમથી લીલીઝંડી આપવામાં આવી હતી.
તેમજ 75 કેટલા આઈકોનિક સ્થળો ખાતે થી ફ્રીડમ રન ની શરુઆત કરવામાં આવી હતી.
ફિટ ઈન્ડિયા ફ્રિડમ રન 2.0ને પૂર્ણાહુતિ 2 ઑક્ટોબર,2021 ના રોજ થશે.
આ સમયગાળા દરમ્યાન દેશના દરેક જિલ્લા અને દરેક ગામના લોકો ફ્રિડમ રન મૂવમેન્ટમાં ભાગ લેશે.
ફ્રિડમ રન 1.0 મૂવમેન્ટમાં દેશના લગભગ 5 કરોડ લોકો જોડાયાં હતાં. જ્યારે આ વર્ષ આ મૂવમેન્ટમાં લગભગ 7.5 કરોડ લોકો જોડાશે.
કેન્દ્ર સરકારે દેશના દરેક નાગરિકને તંદુરસ્ત રાખવા માટે ફિટનેસ કા ડોઝ, આધા ઘંટા રોઝ મંત્ર સાથે દરેક ઘર સુધી પહોંચાડવાની યોજના બનાવી છે.
ફિટ ઈન્ડિયા ફ્રિડમ રન નું આયોજન દેશનાં 744 જિલ્લાઓ,744 જિલ્લાઓમાંથી દરેકના 75 ગામો અને 30,000 જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં કરવામાં આવશે.
નોધ :ફિટ ઈન્ડિયા ફ્રિડમ રન 1.0નું આયોજન 15ઑગસ્ટથી 2 ઑક્ટોબર,2020 દરમ્યાિન કરવામાં આવ્યું હતું.
અભિયાન લક્ષ્ય
ફીટ ઇન્ડિયા ફ્રિડમ 2.0 કાર્યક્રમ લોકોને આળસ, સ્થુળતા, તણાવ , ચિંતા અને બીમારીઓથી મુક્તિ મેળવવા માટે તેના દૈનિક જીવનમાં દોડ અને રમત ગમત જેવી તંદુરસ્તી આધારિત ગતિવિધિઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલ છે.
____________________________________
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા " શિક્ષક પર્વ 2021" ની ઉજવણી
____________________________________
શિક્ષક પર્વ 2021ની ઉજવણી કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં 5 થી17 સપ્ટેમ્બર,2021 દરમિયાન શરૂ કરવામાં આવી છે.
દેશના વિકાસમાં શિક્ષકોના યોગદાનને માન્યતા આપવા તેમજ ન્યુ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 તરફ એક ડગલું આગળ વધવા માટે 'શિક્ષણ પર્વ 2021'ની ઉજવણી કરવામાં આવી છે,
"શિક્ષક પર્વ 2021"ની ઉજવણી ક્વોલિટી એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ્સ: લર્નિંગ ફોર્મ સ્કૂલ ઇન ઇન્ડિયાની થીમ અંતર્ગત કરવામાં આવી છે.
ભારતીય શિક્ષણને વિશ્વ સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાંચ મુદ્દાનો કાર્યક્રમ લૉન્ચ કર્યો હતો જે નીચે મુજબ છે.
1) ઇન્ડિયન સાઇન લેંગ્વેજ ડિક્શનરી (ભારતીય સાંકેતિક ભાષા શબ્દકોશ)
તે બાળકો અને સાંભળવાની ક્ષતિ ધરાવતા વ્યક્તિઓ માટે લોંચ કરવામાં આવેલ છે.
બહેરા લોકો માટે ઓડિયો અને ટેક્સ સાથે સાઇન લૅન્ગ્વેજ વીડિયો જે યુનિવર્સિટી ઓફ લર્નિંગ સાથે તૈયાર કરાયો છે.
તેમાં બહેરા લોકોને મદદરૂપ થઈ શકે તેવા 10,000 શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
૨) ટૉકિંગ બુક્સ
દ્રષ્ટિની ખામી ધરાવતા લોકો માટે ઓડિયો બુક
૩) કોલ ક્વોલિટી એશ્યોરન્સ એન્ડ એસેસમેન્ટ ફ્રેમવર્ક (SQAA)
SQAA સ્કૂલ શિક્ષણ માટેની ગુણવત્તાયુક્ત પહેલ છે. જેનો પ્રસ્તાવ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન દ્વારા મૂકવામાં આવ્યો હતો.
4) NIPUN ભારત માટે NISHTHA ટીચસઁ ટ્રેનિંગ પ્રોગ્રામો.
NISHATA ( નેશનલ ઇનીશિએટિવ ફોર સ્કૂલ હેડસ ઍન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ) ટીચર્સ ટ્રેનિંગ પોગ્રામ જે NIPUN (નેશનલ ઇનીશિએટિવ ફોર પ્રોફેશિયન્સી ઈન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ ઍન્ડ ન્યુમરસી) ભારત માટે તૈયાર કરાયો છે.
તે ઝડપથી બદલાતા યુગમાં નવી સિસ્ટમ અને ટેકનિક શીખવા શિક્ષકોને મદદરૂપ થશે.
૫) વિધાંજલી 2.0 પોર્ટલ
જે સ્કૂલના વિકાસ માટે શિક્ષણ વોલ્યુન્ટિયસઁ ,દાતાઓ અને CST ( કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ) કોન્ટિંબ્યુટર્સને મદદ રૂપ થશે.
આ યોજના અંતર્ગત સરકારી શાળાઓમાં સ્વયંસેવકે શિક્ષકો દ્વારા સેવા આપીને સાક્ષરતા સુધારવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
આ યોજનાને વર્ષ 2017 માં લૉન્ચ કરવામાં આવી હતી.
અર્થતંત્ર ,વેપાળ અને બેકિંગ
_____________________________________
કેન્દ્રીય કેબિનેટ દ્વારા કાપડ ક્ષેત્ર માટે રુ 10,000 કરોડની PLI (પીએલઆઈ) યોજનાને મંજૂરી ____________________________________
કેન્દ્ર સરકારે ટેક્સટાઇલ સેક્ટર માંટે ઉત્પાદન આધારિત લાભ માટેની રુ 10,000 કરોડની સ્કીમ મંજુરી આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ટેક્સટાઇલ સેક્ટરમાં નિકાસ અને ઘરેલુ ઉત્પાદનનો વેગ આપવા માટે ટેક્સટાઇલ સેકટર માટેની PLI (પ્રોડક્ટ લિન્કડ ઇન્સેન્ટિવ) મંજુરી અપાઈ હતી.
મુખ્ય બાબતો
આ સ્કીમ અંતર્ગત પાંચ વર્ષ દરમ્યાન ટેક્સટાઇલ સેક્ટરને રુ ૧૦,૦૦૦ કરોડનો લાભ અપાશે.
મેન મેડ ફાઈબર (MMF ) મેન મેડ ફેબ્રિકસ અને ટેકનિકલ ટેક્ષટાઇલની ૧૦ પ્રોડક્ટ અથવા સેગમેન્ટમાં આ લાભ આપવાની મંજુરી અપાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે દેશના કુલ ૧૩ સેક્ટર માટે વર્ષ ૨૦૨૧-૨૨ ના બજેટમાં રુ ૧.૯૭ લાખ કરોડની PLI સ્કીમની જોગવાઈ કરી હતી.
ટેક્સ ટેક્સટાઇલ સેક્ટર માટેની PLI સ્કીમ તેનો જ હિસ્સો છે.
સત્તાવાર અંદાજ પ્રમાણે આ સ્કીમ અંતર્ગત આગામી ૫ વર્ષમાં ભારતમાં થનાર લઘુત્તમ ઉત્પાદન ૫૦૦ બિલિયન અમેરિકન ડોલરને પાર કરી જશે.
આ યોજના અંતર્ગત મહત્વાકાંક્ષી જિલ્લાઓ અથવા તો ટાયર ૩ અને ટાયર ૪ શહેરોની આસપાસ આવેલી ટેક્સટાઇલ ફેક્ટરીઓની પ્રાથમિકતા આપવામાં આવશે.
વિશેષ કરીને આ યોજનાનો ગુજરાત ,ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ,તામિલનાડુ, પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણા ને વધુ લાભ મળશે .
PLI Scheme
PLI નું પૂરું નામ Product linked incentive સ્કિમ છે.
એ એક આઉટપુટલક્ષી યોજના છે જેમાં નિર્માતા/ ઉત્પાદક કોઈ સમાન નું ઉત્પાદન કરે છે તો તેને ઉત્પાદન પર પ્રોત્સાહક રકમ ચૂકવવામાં આવે છે.
આ યોજના અંતર્ગત ઉત્પાદકોને પાંચથી સાત વર્ષ માટે રોકડ પ્રોત્સાહન આપવામાં આવે છે.
____________________________________
શેરના વેચાણ માટે T+2 સેટલમેન્ટ સાઇકલનો જાન્યુઆરી'2020 થી અમલ
_____________________________________
માર્કેટ રેગ્યુલેટર SEBI એ શેરબજારમાં શેરનાં વેચાણ પર નાણાં ચૂકવવાની સાઇકલના નિયમોમાં સુધારો કરતા નવી T+2 સેટલમેન્ટ સાયકલનો વિકલ્પ આપવાનો નિર્ણય કર્યો છે.
તેનો અર્થ એ થયો કે શેરના વેચાણ બાદ એક જ દિવસમાં નાણાં મળી જશે.
મુખ્ય બાબતો
માર્કેટ લિક્વિડિટી (બજારની તરલતા) વધારવા માટે SEBIએ શેર ટ્રાન્ઝેક્શન પૂરું કરવા માટે T+1 સેટલમેન્ટ સાઇકલ રજૂ કરી છે.
આ નવો નિયમ જાન્યુઆરી ૨૦૨૨ થી અમલી બનશે.
હાલ 'ભારતીય સ્ટોક એક્સ્ચેન્જ T+2 સાઇકલ પર કામ કરી રહી છે જેમાં ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા બે વર્કિંગ દિવસમાં પૂરી થાય છે.
આ T+2 સેટલમેન્ટ સાઇકલ એપ્રિલ 2003 માં લાગુ કરવામાં આવી હતી.
આ પહેલા દેશમાં તમામ સ્ટોક એક્સચેન્જ T+3 સેટલમેન્ટ સાઇકલ પર કામ કરી રહ્યાં હતાં.
SEBIના સરક્યુલર અનુસાર સ્ટોક એક્સચેન્જને T+1 અથવા T+2 સેટલમેન્ટ સાઇકલ માંથી કોઈપણ એકની પસંદગી કરવાનો વિકલ્પ અપાયો છે.
નવા નિયમ અંતર્ગત સ્ટોક એક્સચેન્જ કોઇપણ શેર પર T+1 સેટલમેન્ટ સાઇકલ લાગુ કરી શકશે.
આ માટે સ્ટોક એક્સ્ચેન્જ ઓછામાં ઓછા એક મહિના પહેલાં જાહેર જનતા સહિતના તમામ સ્ટોક હોલ્ડરને તથા તેમની વેબસાઇટ પર તેની જાણકારી આપવાની રહેશે.
T+1 સેટલમેન્ટ સાઇકલ લાગુ કર્યા પછી સ્ટોક એક્સચેન્જ ઓછામાં ઓછા છ મહિના સુધી આ સાઇકલ સાથે ફરજિયાત કામ કરવું પડશે.
રમત ગમત
____________________________________
ટોકિયો પેરાલિમ્પિક ૨૦૨૦માં અવની લેખરાને બોન્ઝ મેડલ
ટોકિયો પેરાલિમ્પિક ૨૦૨૦માં ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલી શુટર અવનિ લેખરા એ ૫૦ મીટર ફાઈબર થ્રી પોઝીશનમાં બ્રોન્ઝ મેડલ જીતીને પોતાનો બીજો મેડલ જીત્યો હતો.
પેરાલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા
જયપુરની ૧૯ વર્ષની અવનિ લેખરા એક જ પેરાલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે.
આ પહેલા જોગીંન્દરસિંહ સોઢીએ વર્ષ ૧૯૮૪ ની પેરાલિમ્પિકમાં ત્રણ મેડલ જીતનાર પ્રથમ ભારતીય તરીકેની સિદ્ધિ મેળવી હતી.
જોગીન્દરસિંહ સોઢીએ શોટપુટમાં સિલ્વર મેડલ તથા ડિસ્કસ થ્રો અને જ્વેલિન થ્રોમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
---------------------------------------------------------
પ્રવીણકુમારને ટોક્યો પેરાલિમ્પિકની હાઈ જમ્પ ઇવેન્ટમાં સિલ્વર મેડલ
તાજેતરમાં ટોક્યો ખાતે રમાયેલી પેરાલિમ્પિકમાં ભારતના પ્રવિણ કુમાર મેન્સ હાઈ જમ્પ T 64 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
18 વશીઁય પ્રવિણ કુમાર ટોકિયો પેરાલિમ્પિકમાં પદાર્પણ કરી ૨.૦૭ મીટરના જમ્પ સાથે એશિયન રેકોર્ડ પણ નોંધાવ્યો હતો.
આ સાથે જ તેઓ પેરાએથ્લેટસની ટોકિયો પેરાલિમ્પિક માટેની ભારતીય ટુકડીમાં મેડલ જીતનાર યંગેસ્ટ વિજેતા પણ બન્યા હતા.
-----------------------------------------------------
હરવિન્દર સિંહે ટોક્યો પેરાલિમ્પિકની આચઁરી ઇવેન્ટમાં બોલ્ઝ મેડલ જીત્યો .
ભારતીય મેન્સ તીરંદાજ હરવિંદર સિંહે મેન્સ વ્યક્તિગત રિકર્વ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
તેઓએ બોન્ઝ મેડલ માટેની મેચમાં દક્ષિણ કોરિયાના કિમ મીન સુને હરાવ્યો હતો.
૩૧ વર્ષના હરવિંન્દર સિંહે પેરાલિમ્પિકના ઇતિહાસમાં તીરંદાજીની ઇવેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય પેરાએથ્લેટ બન્યા છે.
---------------------------------------
ટોકિયો પેરાલિમ્પિક ની શૂટિંગ ઇવેન્ટમાં ભારતના મનીષ નરવાલને ગોલ્ડ તથા સિંહરાજ અધાનાને સિલ્વર મેડલ
ટોકિયો ખાતે રમાયેલ પેરાલિમ્પિક શૂટિંગની P4 મિક્સ 50 મીટર પિસ્ટલ SH1 ઇવેન્ટમાં ભારતના મનીષ નરવાલે ગોલ્ડમેડલ જીત્યો છે. જ્યારે આ જ ઇવેન્ટમાં ભારતના અન્ય એક શૂટર સિંહરાજ અધાનાએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.
૧૯ વર્ષીય મનીષ નરવાલે આ ઇવેન્ટમાં ૨૧૮.૨ ના સ્કોરે સાથે નવો પેરાલિમ્પિક રેકોર્ડ સર્જ્યો હતો. અને ગોલ્ડ મેડલ જીત્યો છે.
જ્યારે ભારતના સિંહરાજ આધાનાએ આ જ ઇવેન્ટમાં ૨૧૬.૭ ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો.
મનીષા નરવાલ
મનીષ નરવાલ ભારતીય પેરા પિસ્ટલ શૂટર છે.
તેઓ હરિયાણા રાજ્યના વતની છે.
કેન્દ્ર સરકાર દ્વારા તેઓને ૨૦૨૦ વર્ષ માં અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
નોંધ: સિંહરાજ અધાના એ ટોક્યો ખાતે રમાયેલ પેરાલિમ્પિક ગેમ્સની p1 મેન્સ 10 મીટર એર પિસ્ટલ SH1 ઇવેન્ટમાં અગાઉ બોન્ઝ મેડલ પણ જીત્યો હતો.
શૂટિંગ ઇવેન્ટમાં સિંહરાજ અઘાનાએ આ બીજો મેડલ જીત્યો છે.
તેઓ હરિયાણા રાજ્યના ફરિદાબાદના વતની છે.
----------------------------------------------------------
ટોકિયો પેરાલિમ્પિક ની બેડમિન્ટન ઇવેન્ટમાં ભારતના પ્રમોદ ભગતને ગોલ્ડ મેડલ તથા મનોજ સરકારને બ્રોન્ઝ મેડલ
તાજેતરમાં જાપાનના ટોક્યો ખાતે રમાયેલ પેરાલિમ્પિકની બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL3 ઇવેન્ટમાં હાલના વર્લ્ડ નંબર વન (5 સપ્ટેમ્બર,2021ની સ્થિતિએ) એવા ભારતનાં પ્રમોદ ભગતે ગોલ્ડ મેડલ જીત્યો છે.
જ્યારે ભારતના અન્ય એક પેરા ખેલાડી મનોજ સરકારે બેડમિન્ટનની આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
પ્રમોદ ભગતે ફાઈનલ મેચમાં બ્રિટનના ડેનિયલ બેથેલને હરાવ્યો હતો.
જ્યારે મનોજ સરકારે ત્રીજા સ્થાન માટેના મુકાબલામાં જાપાનના દાઇસુકે ફોજીહારાને હરાવીને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
પ્રમોદ ભગત
પ્રમોદ ભગત એ બિહારના વૈશાલી જિલ્લાના એક પ્રોફેશનલ પેરા બેડમિન્ટન ખેલાડી છે.
તેઓ હાલમાં (5 સપ્ટેમ્બર, ૨૦૨૧ની સ્થિતિએ) પેરા બેડમિન્ટન મેન્સ સિગ્નલ્સ SL3 ઈવેન્ટમાં વિશ્વના પ્રથમ ક્રમે ધરાવે છે.
વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા તેઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો .
તેમજ વર્ષ 2019 ના ઓડિશા રાજ્ય દ્વારા બીજુ પટનાયક સ્પોર્ટ્સ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો .
મનોજ સરકાર
મનોજ સરકાર ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપુર વતની છે.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018 માં તેઓને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
--------------------------------------------------------
ટોકિયો પેરાલિમ્પિક બેડમિન્ટન ઇવેન્ટમાં કુષ્ણા નાગરને ગોલ્ડ મેડલ
ટોકિયો પેરાલિમ્પિકમાં કૃષ્ણા નાગરે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે.
બેડમિન્ટનની SH6 ક્લાસ ઈવેન્ટની ફાઈનલ મેચ કૃષ્ણા નાગરે હોગ કોંગના ચુ માન ફેઇને હરાવ્યાં હતા.
રાજસ્થાનના જયપુરના રહેવાસી 21 વર્ષના કૃષ્ણા નાગરે આ વર્ષના એપ્રિલમાં દુબઈમાં પેરા બેડમિન્ટન આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બે ગોલ્ડ મેડલ જીત્યાં હતાં.
-----------------------------------------------------------
સુહાસ યતિરાજ ટોકિયો પેરાલિમ્પિકમાં મેડલ મેળવનાર પ્રથમ IAS અધિકારી.
ટોકિયો પેરાલિમ્પિકમાં બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL4 ઈવેન્ટમાં ભારતના સુહાસ યતિરાજ સિલ્વર મેડલ મેળવ્યો છે.
બેડમિન્ટન SL4 ક્લાસ ફાઇનલમાં સુહાસ યતિરાજ ફ્રાન્સના લુકાસ માઝુર સામે હારી જતાં ગોલ્ડ મેડલ ચૂકી ગયાં હતાં.
ગૌતમબુદ્ધ નગર (નોઇડા ) ના 38 વર્ષીય જિલ્લા અધિકારી( DM) સુહાસ યતિરાજ પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતવાવાળા પ્રથમ IAS અધિકારી બની ગયાં છે.
સુહાસ યતિરાજ વર્ષ 2007ના ઉત્તરપ્રદેશ કેડરના IAS ઓફિસર છે.
--------------------------------------------------------
યોગેશ કથુનિયાને ટોકિયો પેરાલિમ્પિકની ડિસ્ક્સ થ્રો ઇવેન્ટમાં સિલ્વર મેડલ
તાજેતરમાં ટોક્યો ખાતે રમાયેલી પેરાલિમ્પિકમાં ભારતીય પેરા એથ્લેટ યોગેશ કથુનિયા મેન્સ ડિસ્કસ થ્રો F56 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે.
યોગેશ કથુનિયાએ 44.38 મીટર દૂર ડિસ્ક્સ થ્રો કરિને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.
આ જ ઈવેન્ટમાં બ્રાઝિલના કલાઉડીની બાટિસ્ટા એ 44.57 મીટર દૂર ડિસ્ક્સ થ્રો કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
યોગેશ કથુનિયાનો જન્મ દિલ્હી ખાતે થયો હતો.
---------------------------------------------------------
ભારતમાં તે ટોકિયો પેરાલિમ્પિક 2020
ભારતે ટોકિયો પેરાલિમ્પિકમાં કુલ 19 મેડલો પ્રાપ્ત કર્યા છે, જેમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
આ સાથે જ ભારતે મેડલો મેળવવાની બાબતમાં ટોક્યો પેરાલિમ્પિકમાં સમગ્ર વિશ્વમાં 24મા ક્રમે રહ્યું છે.
અત્યાર સુધીના પેરાલિમ્પિક્સમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ અગાઉ ભારતે 53 વર્ષમાં પેરાલિમ્પિકમાં ભાગ લેતા કુલ 12 મેડલો જીત્યા હતા.અર્થાત ટોકિયો પેરાલિમ્પિકમાં ભારતે પાછલી તમામ પેરાલિમ્પિકમાં જીતેલા મેડલની તુલનાએ 42% વધારે મેડલ હાંસલ કર્યા છે.
ટોકિયો પેરાલિમ્પિકમાં ભારતીય પદક વિજેતાઓ
ક્રમ : 1
ખેલાડીનું નામ: અવની લેખરા
રમત/ ઇવેન્ટ: મહિલાઓ ૧૦ મીટર ઍર રાઇફલ ટ્રેડિંગ SH1
પદક: ગોલ્ડ
ક્રમ : ૨
ખેલાડીનું નામ: પ્રમોદ ભગત
રમત/ ઇવેન્ટ: મેન્સ સિંગલ્સ SL3
પદક: ગોલ્ડ
ક્રમ : ૩
ખેલાડીનું નામ: કૃષ્ણા નાગર
રમત/ ઇવેન્ટ: મેન્સ સિંગલ્સ SH6
પદક: ગોલ્ડ
ક્રમ : ૪
ખેલાડીનું નામ: સુમિત અંતિલ
રમત/ ઇવેન્ટ: મેન્સ જ્વેલિન થ્રો F64
પદક: ગોલ્ડ
ક્રમ : ૫
ખેલાડીનું નામ: મનીષા નરવાલ
રમત/ ઇવેન્ટ: મિક્સ્ડ 50 મીટર
પિસ્ટલ SH1
પદક: ગોલ્ડ
ક્રમ : ૬
ખેલાડીનું નામ: ભાવિના પટેલ
રમત/ ઇવેન્ટ: વિમેન્સ સિંગલ્સ ક્લાસ 4
પદક: સિલ્વર
ક્રમ : ૭
ખેલાડીનું નામ: સિંહરાજ અધાના
રમત/ ઇવેન્ટ: મિક્સ્ડ 50 મીટર
પિસ્ટલ SH1
પદક: સિલ્વર
ક્રમ : 8
ખેલાડીનું નામ: યોગેશ કથુનિયા
રમત/ ઇવેન્ટ: મેન્સ ડિસ્કસ થ્રો F56
પદક: સિલ્વર
ક્રમ : 9
ખેલાડીનું નામ: નિષાદ કુમાર
રમત/ ઇવેન્ટ: મેન્સ હાઈજમ્પ T47
પદક: સિલ્વર
ક્રમ : 10
ખેલાડીનું નામ: મેરીયપ્પન થાંગાવેલું
રમત/ ઇવેન્ટ: મેન્સ હાઈજમ્પ T63
પદક: સિલ્વર
ક્રમ : 11
ખેલાડીનું નામ: પ્રવિણ કુમાર
રમત/ ઇવેન્ટ: મેન્સ હાઈજમ્પ T64
પદક: સિલ્વર
ક્રમ : 12
ખેલાડીનું નામ: દેવેન્દ્ર ઝાઝરિયા
રમત/ ઇવેન્ટ: મેન્સ જ્વેલિન થ્રો F46
પદક: સિલ્વર
ક્રમ : 13
ખેલાડીનું નામ: સુહાસ યતીરાજ
રમત/ ઇવેન્ટ: મેન્સ સિંગલ્સ બેડમિન્ટન -SL4
પદક: સિલ્વર
ક્રમ : ૧૪
ખેલાડીનું નામ: અવની લેખરા
રમત/ ઇવેન્ટ: વિમેન્સ 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ SH1
પદક: બ્રોન્ઝ
ક્રમ : 15
ખેલાડીનું નામ: હરવિંદરસિંહ
રમત/ ઇવેન્ટ: મેન્સ ઇન્ડિવિજ્યુઅલ રીકર્વ- ઓપન
પદક: બ્રોન્ઝ
ક્રમ : 16
ખેલાડીનું નામ: શરદ કુમાર
રમત /ઇવેન્ટ : મેન્સ હાઈજમ્પ T63
પદક: બ્રોન્ઝ
ક્રમ : 17
ખેલાડીનું નામ: સુંદરસિંહ ગુર્જર
રમત /ઇવેન્ટ : મેન્સ જ્વેલિન થ્રો F46
પદક: બ્રોન્ઝ
ક્રમ : 18
ખેલાડીનું નામ: મનોજ સરકાર
રમત /ઇવેન્ટ : મેન્સ સિંગલ્સ SL3
પદક: બ્રોન્ઝ
ક્રમ : 19
ખેલાડીનું નામ: સિંહરાજ અધાના
રમત /ઇવેન્ટ : મેન્સ 10 મીટર એર પિસ્ટલ-SH1
પદક: બ્રોન્ઝ
ટોકિયો પેરાલિમ્પિકમાં ચીને સૌથી વધુ પદક મેળવ્યા
ટોકિયો પેરાલિમ્પિક 2020માં ચીને 96 ગોલ્ડ, 60, સિલ્વર અને 51 બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
આ યાદીમાં ભારત 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલો મેળવવાની સમગ્ર વિશ્વમાં 24 મા ક્રમાંકે રહ્યું છે.
ટોકિયો પેરાલિમ્પિકમાં સૌથી વધુ મેડલ મેળવનાર ટોચના દેશો
રેન્ક: 1
દેશ : ચીન
ગોલ્ડ મેડલો: 96
સિલ્વર મેડલો : 60
બ્રોન્ઝ મેડલો : 51
કુલ મેડલો ; 207
રેન્ક: 2
દેશ : બ્રિટન
ગોલ્ડ મેડલો: 41
સિલ્વર મેડલો : 38
બ્રોન્ઝ મેડલો : 45
કુલ મેડલો ; 124
રેન્ક: 3
દેશ : અમેરિકા
ગોલ્ડ મેડલો: 37
સિલ્વર મેડલો : 36
બ્રોન્ઝ મેડલો : 31
કુલ મેડલો ; 104
રેન્ક: 4
દેશ : રશિયન પેરાલિમ્પિક કમિટી (RPC)
ગોલ્ડ મેડલો: 36
સિલ્વર મેડલો : 33
બ્રોન્ઝ મેડલો : 49
કુલ મેડલો ; 118
રેન્ક: 5
દેશ : નેધરલેન્ડ
ગોલ્ડ મેડલો: 25
સિલ્વર મેડલો : 17
બ્રોન્ઝ મેડલો : 17
કુલ મેડલો ; 59
રેન્ક: 24
દેશ : ભારત
ગોલ્ડ મેડલો: 5
સિલ્વર મેડલો : 8
બ્રોન્ઝ મેડલો : 6
કુલ મેડલો ; 19
ટોકિયો પેરાલિમ્પિક રમતોત્સવનું સમાપન
5 સપ્ટેમ્બર,2021ના રોજ ટોકિયો પેરાલિમ્પિક રમતોત્સવનું સમાપન થયું હતું.
ટોક્યોના નેશનલ સ્ટેડિયમમાં પેરાલિમ્પિકનો આતશબાજીનાં અને રંગારંગ કાર્યક્રમો સાથે ભવ્ય સમાપન થયું હતું.
આ સમાપન કાર્યક્રમમાં પેરાલિમ્પિકની જ્યોતને ઓલવવામાં આવી હતી તેમજ જાપાનના રાષ્ટ્રધ્વજ ની બાજુમાં રહેલા પારંપરિક ઑલિમ્પિક ધ્વજને ઉતારીને ફ્રાંસથી આવેલા પ્રતિનિધિઓને સોંપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે યોજાયેલી માર્ચ પાસ્ટમાં શૂટિંગમાં બે મેડલ વિજેતા અવની લેખરા ભારતીય ટીમના ધ્વજવાહક બન્યાં હતાં.
ટોકિયો પેરાલિમ્પિક સમાપન સમારંભનો કાર્યક્રમ harmoniums cacophony વિષય ઉપર આધારિત હતો.
-----------------------------------------------------------
અહેવાલો અને સૂચકાંકો
ગ્લોબલ યુથ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2020માં ભારત 122માં ક્રમાંકે
વૈશ્વિક યુવા વિકાસ સૂચકાંક 2020માં ભારત 181 દેશોમાં 122 મા ક્રમાંકે રહ્યું છે.
કોમનવેલ્થ સેક્રેટરીયેટ દ્વારા 181 દેશોના યુવા વિકાસ માટે આ ત્રિ વાર્ષિક રેંકિંગ જાહેર કરવામાં આવ્યું હતું.
ગ્લોબલ યુથ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2020 અંતર્ગત ટોચના સ્થાને પ્રથમ વખત સિંગાપોર રહ્યું છે.
ગ્લોબલ યુથ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2020ના ટોચના દેશો
ક્રમાંક : 1
દેશનું નામ : સિંગાપોર
ક્રમાંક : 2
દેશનું નામ : સ્લોવેનિયા
ક્રમાંક : 3
દેશનું નામ : નોર્વે
ક્રમાંક : 4
દેશનું નામ : માલ્ટા
ક્રમાંક : 5
દેશનું નામ : ડેનમાર્ક
ક્રમાંક : 122
દેશનું નામ : ભારત
આ ઇન્ડેક્સમાં સૌથી નીચેનો ક્રમાંક ધરાવતો દેશોમાં ચાડ ,સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, દક્ષિણ સૂદાન ,અફઘાનિસ્તાન અને નાઇજર દેશોનો સમાવેશ થાય છે.
આ ઇન્ડેક્સ દર્શાવે છે કે 2010 વર્ષથી 2018 ની વચ્ચે વિશ્વભરમાં યુવાનોની સ્થિતિ 3.1% સુધરી જો કે પ્રગતિ ધીમી રહી છે.
આ રેન્કિંગ જાહેર કરવા માટે વિવિધ 6 ક્ષેત્રમાં કાયઁક્ષેત્રોમાં 27 ઇન્ડિકેટસઁ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ 6 કાર્યક્ષેત્ર નીચે મુજબ છે.
હેલ્થ એન્ડ વેલ બીઈંગ
શિક્ષણ
રોજગાર અને તક
પૉલિટિકલ અને સિવિક પાર્ટીશિપેશન
શાંતિ અને સલામતી
સમાનતા અને સમાવેશ
---------------------------------------------------------
ગ્લોબલ લીડર એપ્રૂવલ રેટિંગ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના પ્રથમ સ્થાને
અમેરિકન ડેટા ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટ દ્વારા તાજેતરમાં કરાયેલા સર્વે મુજબ 70% રેટિંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતાઓમાં ટોચના ઉપર રહ્યાં છે.
જ્યારે બીજા ક્રમાંકે આ રેટિંગ સાથે મેક્સિકોના પ્રેસિડન્ટ લોપેજ ઍબ્રાડોર છે.
વિશ્વના ટોચના નેતાઓના ગ્લોબલ લીડર એપ્રૂવલ રેટિંગ
ક્રમ : 1
વૈશ્વિક નેતા: નરેન્દ્રભાઇ મોદી
દેશ: ભારત
રેટિંગ : 70%
ક્રમ : 2
વૈશ્વિક નેતા: લોપેઝ એબ્રાડોર
દેશ: મેક્સિકો
રેટિંગ : 64%
ક્રમ : 3
વૈશ્વિક નેતા: મારિયો ડ્રેધી
દેશ: ઇટાલી
રેટિંગ : 63%
ક્રમ : 4
વૈશ્વિક નેતા: એન્જેલા મર્કેલ
દેશ: જમઁની
રેટિંગ : 52%
ક્રમ : 5
વૈશ્વિક નેતા: જો બિડેન
દેશ: અમેરિકા
રેટિંગ : 48%
ક્રમ : 6
વૈશ્વિક નેતા: સ્કોટ મોરિસન
દેશ: ઓસ્ટ્રેલિયા
રેટિંગ : 48%
ક્રમ : 7
વૈશ્વિક નેતા: જસ્ટિન ટ્રુડો
દેશ: કેનેડા
રેટિંગ : 45%
ક્રમ : 8
વૈશ્વિક નેતા: બોરિસ જોહન્સન
દેશ: યુ.કે.
રેટિંગ : 41%
ક્રમ : 9
વૈશ્વિક નેતા: ઝૈર બોલ્સોનારો
દેશ: બ્રાઝીલ
રેટિંગ : 39%
ક્રમ : 10
વૈશ્વિક નેતા: મૂન -જે -ઇન
દેશ: દક્ષિણ કોરિયા
રેટિંગ : 38%
ક્રમ : 11
વૈશ્વિક નેતા: પેડ્રો સાન્ચેઝ
દેશ: સ્પેન
રેટિંગ : 35%
ક્રમ : 12
વૈશ્વિક નેતા: ઇમ્યુઅલ મૅક્રોન
દેશ: ફ્રાન્સ
રેટિંગ : 34%
ક્રમ : 13
વૈશ્વિક નેતા: યોશિહિદે સુગા
દેશ: જાપાન
રેટિંગ : 25%
મોર્નિંગ કન્સલ્ટ દ્વારા વિવિધ 13 દેશોમાં વૈશ્વિક નેતાઓ માટેનાં અપ્રૂવલ્સ રેટિંગને ટ્રેક કરવામાં આવે છે.
તેનું રેટિંગ દરેક દેશના પુખ્ત નિવાસીની સાત દિવસની મૂવિંગ ઍવરેજ પર આધારિત હોય છે.
-----------------------------------------------------------
બંધારણ અને કાયદો
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં ઐતિહાસિક કાર્બી- આંગલોંગ કરા૨ પર હસ્તાક્ષર.
તાજેતરમાં 4 સપ્ટેમ્બર,2021ના રોજ નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકાર ખાતે કેન્દ્ર સરકાર ,આસામ સરકાર અને છ જેટલા વિદ્રોહી સંગઠનો વચ્ચે સાથે કાર્બી આંગલોન્ગ સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં.
આ ઐતિહાસિક કરાર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આસામના મુખ્ય મંત્રી હેમંત બિસ્વા સરના અને કેન્દ્રીયમંત્રી સર્વાનંદ સોનોવાલ હાજર રહ્યાં હતાં.
આ સમજૂતી અંતર્ગત ઉગ્રવાદ મુક્ત સમૃધ્ધ ઉત્તર-પૂર્વની પરિકલ્પના કરવામાં આવ્યાં હતાં.
કાર્બી આંગલોંગ શાંતિ કરાર
આસામમાં 6 જેટલા સશસ્ત્ર વિદ્રોહી જુથો 30 વર્ષથી રાજ્યમાં હિંસક ઘટનાઓ સાથે સંડોવણી ધરાવે છે.
આ ઉગ્રવાદી જૂથોના નામ નીચે મુજબ છે.
✒કાર્બી પીપલ્સ લિબરેશન ટાઈગર્સ (KPLT) ✒કાલબી લોંગરી નોર્થ કચાર હિલ્સ લિબરેશન ફ્રન્ટ
(KLNLF)
✒કાર્બી પીપલ્સ લિબરેશન ટાઈગર્સ (સીઝફાયર)
✒પીપલ્સ ડેમોક્રેટિક કાઉન્સિલ ઓફ કાબી લોન્ગરી
(PDCK)
✒કાર્બી પીપલ્સ લિબરેશન ટાઈગર્સ (M)
✒યૂનાઈટેડ પીપલ્સ લિબરેશન આર્મી
1000 વિદ્રોહીઓએ હથિયાર હેઠા મુક્યા
કાર્બી આંગલોંગ શાંતિ કરાર અંતર્ગત ઉપરોક્ત દર્શાવેલા વિદ્રોહી જૂથોના 1000 જેટલા વિદ્રોહીઓ હથિયાર હેઠાં મૂકીને સમાજના મુખ્ય પ્રવાહમાં પરત આવ્યા છે.
કાબીઁ વિસ્તારોના વિકાસ માટે વિશેષ વિકાસ પેકેજ.
આસામ સરકાર અને કેન્દ્ર સરકારના આ ઉગ્રવાદીઓના પુનર્વસન માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.
તેમજ આગામી 5 વર્ષમાં કાબી વિસ્તારોના વિકાસ માટે લગભગ એક હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેના અંતર્ગત વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.
KAACને વધુ સ્વાયત્તતા
આ કરાર આશા ને પ્રાદેશિક અને વહીવટી અખંડિતતાને પ્રભાવિત કર્યા વગર કાર્બી આંગલોંગ ઓટોનોમસ કાઉન્સિલ KAAC ને તેમના અધિકારોનો ઉપયોગ કરવામાં શક્ય તેટલી સ્વાયત્તતા આપશે.
એકંદરે હાલના કરારમાં KAAC ને વધુ કાયદાકીય, વહીવટી, કાર્યકારી અને નાણાકીય સત્તા આપવાનો પ્રસ્તાવ છે.
કાબી કલ્યાણ પરિષદ
આસામ સરકાર KAAC વિસ્તારની બહાર રહેતા કાબી લોકોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કાબી કલ્યાણ પરિષદની સ્થાપના કરશે.
આ કરાર કાબી લોકોની સંસ્કૃતિ ,ઓળખ, ભાષા' વગેરેનું રક્ષણ અનેક પ્રદેશનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરશે.
કાર્બી આંગલોંગ સમસ્યા
કાર્બી આંગલોંગ એ મધ્ય આસામમાં આવેલા રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે.
આ જિલ્લામાં મુખ્યત્વે કાબી, ડિમાસા, બોડો ,'કુકી, હમાર, તિવા, ગાળો, માન (તાઇ ભાષા બોલનારા) અને રેન્ગમાં નાગા જેવા આદિવાસીઓનો વસવાટ કરે છે.
તેને વિવિધતાએ વિવિધ સંગઠનોને જન્મ આપ્યો અને ઉગ્રવાદને પ્રોત્સાહન મળ્યું જેના કારણે આ વિસ્તારનો ઓછો વિકાસ થયો.
કાર્બી એ આશ્રમનો મુખ્ય વંશીય જૂથ છે જે ઘણાં જૂથોમાં વહેંચાયેલું.
આ વિદ્રોહી સમૂહો આમના હિંસાનો લાંબો ઇતિહાસ ધરાવે છે.
આ જૂથ 1980ના દાયકાથી જાતીય હિંસા, અત્યાચાર ,અપહરણ અને લોકો પાસેથી પ્રોટેકશન ટેક્સ ઉઘરાવવા માટે કુખ્યાત હતું .
પીપલ્સ ડેમોક્રેટિક કાઉન્સિલ ઓફ કાલબી લોંગરી ડોંગરી નોર્થ કચાર હિલ્સ લિબરેશન ફ્રન્ટ જેવા બલ્ક બળવાખોર જૂથનો ઉદભવ અલગ રાજ્યોની રચનાની માગણીને લઇને થયો હતો.
જ્યારે આવા જૂથોને અન્ય માગણીઓને નીચે મુજબ છે.
કાર્બી આંગલોંગ ઓટોનોમસ કાઉન્સિલ (KAAC) માં કેટલાક વિસ્તારોનો સમાવેશ.
તેને અનુસૂચિત જનજાતિઓ માટે બેઠકોનું આરક્ષણ.
કાઉન્સિલરને વધુ સતાં.
આઠમી અનુસૂચિમાં કાબી ભાષાનો સમાવેશ.
1500 કરોડોનો નાણાંકીય પેકેજ
નોધ
કાર્બી આંગલોંગ ઓટોનોમસ કાઉન્સિલ(KAAC) એ એક સ્વાયત્ત જિલ્લા પરિષદ છે કે ભારતીય બંધારણની છઠ્ઠી અનુસૂચિ અંતર્ગત સંરક્ષિત છે.
------------------------------------------
ગુજરાત
નાણાં વિભાગ દ્વારા IFMS નું એડવાન્સ વર્ઝન 2.0 વિકસાવાયું
રાજ્ય સરકાર દ્વારા સતત ઈ ગર્વનન્સના ભાગરૂપે IFMS( Integrated financial management system )નું એડવાન્સ વર્ઝન 2.0 વિકસાવવામાં આવ્યું છે.
તે અંતર્ગત હવે વર્ષ 2021-22ના બજેટના સુધારેલા અંદાજો અને વર્ષ 2022-23ના બજેટ અંદાજો પર તે સિસ્ટમ હેઠળ રજૂ કરવામાં આવશે.
સચિવાલયના વિભાગોથી લઈને ચિલ્લાતા લોકોને કચેરીઓને પણ તબક્કાવાર આ અત્યાધુનિક પદ્ધતિનો અમલ કરવાનો રહેશે .
નાણાં વિભાગ દ્વારા ઇ ગર્વનન્સ અંતર્ગત IFMS 1.O નો અમલ કરાયા બાદ તેનું અત્યાધુનિક વર્ઝન 2.0 પણ વિકસાવવામાં આવ્યું છે.
આ બજેટ મોડ્યુલનો હવે અમલ કરવામાં આવશે.
આ મોડ્યુલમાં કામ કરવા સચિવાલયના બજેટને લગતી કામગીરી કરતા વિવિધ વિભાગોના કર્મચારીઓ અધિકારીઓ તેમના હસ્તકના ખાતાના વડાની કચેરી અને જિલ્લા તાલુકા કક્ષાની કચેરીઓના બજેટ છ લગ્ન કામ કરતા કર્મીઓના યુઝર આઈડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
---------------------------------------------------------
રાજ્યમાં "અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પની શ્રેષ્ઠ ભારતના પાંચ પકલ્પ " કાર્યક્રમમાં રાજ્યપાલ દ્વારા શુભારંભ
આઝાદીના "અમૃત મહોત્સવ પ્રસંગે" યુવાશક્તિના યોગદાનથી રાષ્ટ્રના વિકાસની નવી ઉંચાઇએ લઇ જવાના ઉદ્દેશ્યથી શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા" અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ " શ્રેષ્ઠ ભારતના પાંચ સંકલ્પ કાર્યક્રમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો.
5 સપ્ટેમ્બર "શિક્ષણ દિવસથી" રાજ્યભરની યુનિવર્સિટીઓ કોલેજો માં યુવાઓ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા અને સો ટકા રસીકરણ, પર્યાવરણ સ્વચ્છતા અને સંવર્ધન ગાય આધારિત પાકૃતિક ખેતી ,નશા મુફ્તી અને કુરિવાજો મુફ્તી અને ફિટ ઇન્ડિયા જેવા 5 પ્રકલ્પો ઉપર જનજાગૃતિ માટેના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમ અંતર્ગત યુવાનો દસ દસ ગામોમાં જઈ શેરી નાટકો ,ચર્ચા સભા, રેલી, વિવિધ સ્પર્ધાઓ તેમજ રમતગમત દ્વારા આ પાંચ મુદ્દે જનતાને જાગૃત કરશે,
-----------------------------------------------------------
રાજ્ય સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું DA 28% ટકા થયું.
કેન્દ્ર સરકારની તજઁ ઉપર ગુજરાત સરકારના 9 લાખ વધુ કર્મચારી ,પેન્શનરોને, પણ મહિને 28% મોંઘવારી ભથ્થું મળશે.
આ અંગેની જાહેરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
હાલમાં (7 સપ્ટેમ્બર,2021ની સ્થિતિએ) રાજ્યના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું મળે છે.
હવે 1 જુલાઈ,2021 ની પાછલી અસરથી તેમાં 11% ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાનો અમલ સપ્ટેમ્બર 2021ના પગાર સાથે કરવામાં આવશે.
રાજ્યમાં સરકારી અને પંચાયતી રાજ સંસ્થાઓ 5,11,129 અને 4,50,509 પેન્શનરો મળી કુલ 9,61,638 ને 28% લેખે મોંઘવારી જથ્થો નો લાભ મળશે .
નોધ મોંઘવારી ભથ્થાની ગણતરી સરકારી કર્મચારીઓના વર્તમાન બેઝિક પેના આધારે કરવામાં આવે છે.
મોંઘવારી ભથ્થાંની ચૂકવણી કેન્દ્ર સરકાર દ્વારા વર્ષમાં બે વાર કરવામાં આવે છે.
Comments