સરદાર પટેલ યુનિવર્સિટી: રાજ્યની પ્રથમ ગ્રીન યુનિવર્સિટી.
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ ગ્રીન યુનિવર્સિટી બની.
સંયુક્ત રાષ્ટ્રના સામાન્ય સભાની એવોર્ડ વિજેતા એવી ગ્રીન મેન્ટસઁ સંસ્થા દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટીને ગુજરાતની પ્રથમ હેરિત વિશ્વવિદ્યાલય ફર્સ્ટ ગ્રીન યુનિવર્સિટી તરીકે પ્લેટિનમ માનાંક સાથે પ્રમાણિત કરવામાં આવી છે.
સરદાર પટેલ યુનિવર્સિટી છેલ્લા 15 વર્ષમાં જળસંગ્રહ અને વિદ્યુત ઉત્પાદન ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે.
આ યુનિવર્સિટીના 11 મકાનોમાં સોલાર રૂફટોપ મૂકવામાં આવ્યા છે.
LED લાઈટ ઉર્જા સંરક્ષણ પ્રસાધનો યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી દેશને સહુપ્રથમ નેનો સોલર હાઇબ્રીડ પવનચક્કી : ગ્રીન પ્રેક્ટિસના ઉદાહરણો છે.
યુનિવર્સિટીની સેટેલાઈટ ટાઉનશીપમાં દસ વર્ષમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓને મહેનતથી ગ્રીનબેલ્ટ વિકસાવવામાં આવ્યો છે લગભગ 25 સેક્ટરની જગ્યામાં 10 વર્ષથી ઓછા સમયમાં 450 જીવસૃષ્ટિ વિકસાવવામાં આવી છે જેમાં 40 અલગ અલગ પ્રકારના ઝાડ, 90 જુદા જુદા પતંગિયા,જીવજંતુઓ 170 જેટલા પક્ષીઓનો સમાવેશ થાય છે.
સરદાર પટેલ યુનિવર્સિટી
સ્થાપના : વર્ષ 1955
વાઇસ ચાંસેલર : ડોક્ટર શિરીષ કુલકર્ણી (12 સપ્ટેમ્બર 2020 ની સ્થિતિએ )
Comments