1) સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર દેશમાં એકમાત્ર ઈલેક્ટ્રિક વ્હીકલ ધરાવતો પ્રથમ વિસ્તાર બનશે.
તાજેતરમાં પ જુન,2021ના રોજ "વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના વિસ્તારમાં પ્રદૂષણ ઓછું થાય તેવા પ્રયાસોના ભાગરૂપે ઇલેક્ટ્રિક સંચાલન ચલાવનો નિણઁય કર્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર સમગ્ર દેશમાં એકમાત્ર ઇલેક્ટ્રિક વ્હીકલ ધરાવતો પ્રથમ વિસ્તાર બનશે.
કેવડિયા ખાતે મુલાકાત લેનાર પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવતી બસો પણ ડીઝલના બદલે હવે ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતી વાપરવામાં આવશે.
2) ગુજરાતના "વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ"ને મંજુરી આપી .
રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ ( Natinal Green tribunal (NGT) ને મુખ્ય બેન્ચે તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સત્તાધીશોને વિશ્વામિત્રી નદી કાર્યવાહી પ્લાનનો અમલ ખોલવાનો નિર્દેશ આપ્યો હતો.
મગર, કાચબા અને અત્યંત સુરક્ષિત પ્રજાતિઓ નદીના પટમાં પ્રજનન કરી રહી છે પણ આ નદીનો કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા ઓળખવામાં આવેલી 351 પ્રદુષિત નદીઓ પૈકી એક હોવાથી તેના પુન: સ્થાપનને આપ્રાધિકરણ દ્વારા મંજુરી આપવામાં આવે છે.
3) ગુજરાતમાં શ્રમિકોની નોંધણી માટે "ઇ-નિમાઁણ પોર્ટલ" તથા મોબાઈલ એપનું લોન્ચિંગ
8 જુન,2021 માં રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગાંધીનગર ખાતેથી રાજ્યમાં કામ કરી રહેલા બાંધકામ શ્રમિકો સહિત અસંગઠીત ક્ષેત્રમાં શ્રમજીવીઓને ઓનલાઇન નોંધણી માટે ઈ-નિમાઁણ પોટઁલ તથા મોબાઈલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપભાઈ ઠાકોરે પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
સંગઠિત ક્ષેત્રના શ્રમિકોને ઓનલાઇન નોંધણીને આવી પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે.
આ અસંગઠિત ક્ષેત્રના કામદારોને હવે તેમનાં કાર્ય વિસ્તાર કે રહેઠાણના સ્થળે કેમ્પ આયોજન કરી કોમન સર્વિસ સેન્ટર દ્વારા નોંધણી કરવામાં આવશે.
પ્રસુતી સહાય યોજના અંતર્ગત કુલ રૃપિયા 27500ની સહાય
સંગઠીત શ્રમયોગીઓ પૈકી બાંધકામ શ્રમિકો માટે ગુજરાત મકાન અન બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત અગાઉ બાંધકામ શ્રમિક અને પત્નીને રૂપિયા 5000 સહાય તેમજ રૂ 2000 વધુ ઉચ્ચક કરની રકમ આપવામાં આવતી હતી.
જો કે મુખ્યમંત્રીએ તાજેતરમાં ઇ-નિમાઁણ પોર્ટલના લોન્ચિંગ પ્રસંગે આ સહાયમાં રૂપિયા 20,000થી વધારાની રકમ મંજુરી આપી હતી આથી હવેથી કુલ સહાય પેટે રૂ 27,500 આપવામા આવશે.
4) મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા મુખ્યમંત્રી કિસાન -સહાય યોજના 2021ને મંજૂરી અપાઇ.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તાજેતરમાં 2021 વર્ષમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ને મંજુરી આપવામાં આવી છે.
આ યોજના અંતર્ગત ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી પાકને નુકસાન થશે તો ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.
જો પાક નુકસાનની ટકાવારી 33 ટકાથી 60 ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000 અને મહત્તમ ચાર હેક્ટર મર્યાદામાં સહાય મળશે.
ત્યારે 60 ટકાથી વધુ નુકસાન હશે તો પતિ હેક્ટરદીઠ રૂપિયા 25,000 અને મહત્તમ ચાર હેક્ટરની મર્યાદામાં સહાય મળશે.
આ સહાય પ્રાપ્ત કરવા માટે ખેડૂતોએ એક સમર્પિત પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે જે મંજુર થવાથી ખેડૂતોના બૅન્ક અકાઉન્ટમાં સીધા જ જમા કરાવવામાં આવશે.
રાજ્યમાં 53 લાખથી વધુ ખેડૂત ખાતેદારોએ આ સહાય મેળવવાને પાત્ર છે.
5) રાજકોટમાં દેશનું પ્રથમ જવેલરી કોમન ફેસિલિટી સેન્ટર શરૂ કરાશે .
તાજેતરમાં રાજકોટ ખાતે ગોલ્ડ ,સિલ્વર, અને ઇમીટેશન જવેલરી માટે કોમન ફેસેલિટી સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.
આ માટે કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલય દ્વારા પાંચ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.
હવે આ સેન્ટરનું સંચાલન જેમ્સ એન્ડ જવેલરી કલસ્ટર ફેડરેશન દ્વારા કરવામાં આવશે.
Thank you for read article
Comments