સોશિયલ મીડિયાના યુગમાં વધી રહેલી ફેક ન્યૂઝની સમસ્યા અને તેના કારણે ઊભી થયેલી સમસ્યાઓ પર મંથન કરતું ચર્ચાપત્ર તૈયાર કરો
નામ : xyz
સરનામું : XYX
તારીખ : X/Y/Z
પ્રતિ,
તંત્રી શ્રી,
XYX સમાચાર પત્ર,
સુરત
વિષય: ચર્ચા પર પ્રકાશિત કરવા બાબત
માનનીય શ્રી/ શ્રીમતી
હાલના આ સોશિયલ મીડિયાના યુગમાં માહિતીનો વિસ્ફોટ જોવા મળે છે ત્યારે તેમાં ફેક ન્યુઝની સમસ્યા પણ વધતી જોવા મળે છે આ અંગે જનજાગૃતિ લાવવા માટે તૈયાર કરેલું ચર્ચાપત્ર આપના સમાચાર પત્રમાં પ્રકાશિત કરવા વિનંતી આભાર ,
આપનો
XYZ
બિડાણ: ચર્ચાપત્ર
સોશિયલ મિડીયા : માહિતીનો મેળવવો કે ફેક ન્યૂઝની ફેક્ટરી
સોશિયલ મીડિયાના આ યુગમાં માહિતી મેળવવી એટલે સાવ સરળ વાત બની ગઈ છે. સામાજિક જોડાણના હેતુથી તૈયાર કરેલા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ આજે માહિતીની આપ- લે કરવાના મોટા સાધન બની ગયાં છે. આંખના પલકારામાં કોઈ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો લોકો સુધી પહોંચાડી શકાય છે.પરંતુ તેની સાથે એક અતિ ગંભીર સમસ્યા પણ એટલી જ ઝડપથી પડકાર બની રહી છે. તે છે ફેક ન્યુઝની
રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો NCRB ની હાલની એક રિપોર્ટ પ્રમાણે નકલી, બનાવટી અખબારોના ફેલાવનારા કિસ્સાઓમાં ખૂબ જ વધારો આવ્યો છે. વષઁ 2020માં નકલી ખબરોના 1527કિસ્સા રિપોર્ટ થયા. જે 2019 વર્ષ માં દજઁ 486 કિસ્સાઓ કરતાં ત્રણ ગણાથી પણ વધુ છે.
આ રિપોર્ટ પરથી અનુમાન લગાવી શકાય કે ફેક ન્યુઝના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે સોશ્યલ મીડિયા તેમાં એક મોટું માધ્યમ છે.
પહેલા જ્યારે વ્યક્તિ સમાચારપત્રો વાંચીને માહિતી મેળવતો ત્યારે તે માહિતી કેટલાંક માધ્યમમાંથી ગળાઈને તેના સુધી પહોંચતી. પણ હવે આ " રિયલ ટાઇમ ન્યૂઝ" ના યુગમાં કોઈપણ ખબર સાચી કે ખોટી આંખનાં પલકારે કેટલાય લોકો સુધી પહોંચી શકાય છે. અને તેના કારણે ક્યારેક કોઈ વિચાર, કોઈ ખોટો કે પ્રોપગેંડા પણ સાચો માની લેવાય છે.
સોશ્યલ મિડિયાનો મંચ અસામાજિક તત્ત્વો માટે બંદૂકથી પણ ખતરનાક હથિયાર બની રહ્યું છે. આતંકીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેક ન્યૂઝ ફેલાવીને પોતાના વિચારધારાના ફેલાવવાનાં પ્રયાસો કરે છે.માત્ર એક પોસ્ટ એક ટ્વિટના માધ્યમથી સમાજના સાંપ્રદાયિક હિંસા, ટોળાંની હિંસા (Mob Lynching) વૈમનસ્ય અને અફવાઓ ફેલાવી શકાય છે.અને આથી કેટલીક ઘટનાઓની તસવીરો સામે આવે છે જેમાં કોઈ ફેક ન્યૂઝના કારણે હિંસા કે દંગા થયા હોય.
ગુજરાતમાં બાળકોને ઉઠાવનારી ગેંગના ફેક ન્યુઝને કારણે કેટલાક નિર્દોષ લોકો પર થયેલી હિંસા હોય કે પછી આ મુઝફફરનગરના દંગાને ફેક ન્યુઝને કારણે સોશ્યલ મીડિયા પર સવાલ ઊભા કરે છે.
આવી સમસ્યાના સમાધાન માટે સોશ્યલ મીડિયાને નિયમિત કરતા કાયદો તૈયાર કરવાની અને લાગુ કરવાની જરૂર છે. કે સાથે સાથે એ પણ ધ્યાન રાખે કે લોકોનો અભિવ્યક્તિનો અધિકાર ન છીનવાઈ. ફેક ન્યુઝ સમાજમાં વ્યાપક જનજાગૃતિ લાવવાની પણ જરુરિયાત છે. આ સાથે જ ફેક ન્યુઝને ઓળખી કાઢીને તેને ત્વરિત દૂર કરવા માટે એક સુવ્યવસ્થિત તંત્ર ઊભું કરવાની જરૂર પણ છે.
Comments