1) 16 યુરો કપ ફૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રથમ વાર અગિયાર દેશોનો આયોજન.
ફિફા વર્લ્ડ કપ પછી ને ફૂટબૉલ જગતની સૌથી વધુ લોકપ્રિય ટુર્નામેન્ટ UEFA (યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ યુરો) કપ ટૂર્નામેન્ટનો પ્રારંભ 11 જૂન,2021 ના રોજ થયો હતો.
ખાસ વાત એ છે કે આ વર્ષે પ્રથમ વખત યૂરો કપની મેચોનું આયોજન 11 દેશોના 11 શહેરોમાં કરવામાં આવી રહ્યું છે.
આ વર્ષ 16માં યુરો કપ ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે જેમાં કુલ 24 ટીમો દ્વારા ભાગ લેવામાં આવશે.
વર્ષ 2016માં યોજાયેલ યુરો કપમાં પોર્ટુગલ દેશ વિજેતા બન્યો હતો.
યુરો કપ 2020ની સેમી ફાઇનલ અને ફાઇનલ મેચનું આયોજન લંડનમાં વેલ વેમ્બલી સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે
યુરો કપ 2020નામ યથાવત
યૂરો કપ 2020નું આયોજન ગયા વર્ષ 2020માં થવાનું હતું પરંતુ કોરોના વાયરસને કારણે તેને એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવ્યા હતા જો કે આયોજન સમિતિએ તેમને ચાલુ વર્ષે પણ યુરો કપ 2020 રમાડવાનો નિર્ણય કર્યો છે.
યુરો કપ UEFA યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયન
યુરો કપ ફૂટબોલની યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિએશન UEFA ના સભ્ય દેશો વચ્ચે રમવામાં આવતી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે.
આ સ્પર્ધાનું આયોજન વર્ષ 1960થી દર ચાર વર્ષે કરવામાં આવે છે જોકે વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે તેનું આયોજન થઈ શક્યું નહોતું
વર્તમાનમાં આ સ્પર્ધામાં કુલ 24 ટીમો દ્વારા ભાગ લેવામાં આવે છે.
વષઁ 1960માં ફ્રાંસની ટીમ વિજેતા બની હતી
જ્યારે છેલ્લે વર્ષ 2016માં પોર્ટુગલ દેશ વિજેતા બન્યો છે.
વષઁ 2024માં યોજાનાર યૂરો કપનું આયોજન જમઁની દ્વારા કરવામાં આવશે.
અત્યાર સુધી 10 ટિમો ઓછામાં ઓછા એક વખત ચેમ્પિયન બની ચુકી છે.
જર્મની અને સ્પેન સર્વાધિક ત્રણ ત્રણ વખત આ સ્પર્ધા વિજેતા બન્યા છે.
2) નોવાક જોકોવિચ ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલ્સનો ખિતાબ જીત્યો
ફ્રેન્ચ ઓપન 2021 માં પુરૂષ વિભાગમાં સર્બિયાના નોવાક જોકોવિચ વિજેતા બન્યા છે. આ વિજયની સાથે જ તેઓએ 19મો ગ્રાન્ડ સ્લેમ પોતાને નામે કર્યો છે.
તેઓએ પેરિસના રોલાંડ ગેરોસ ખાતે યોજાયેલ ફાઈનલ મેચમાં ગ્રીસના યુવા ખેલાડી સ્ટાફનોસ સિત્સિપાસને પરાજય આપ્યો હતો.
નોવાક જોકોવિચ બીજી વખત ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યા છે.
મહિલા સિંગલ્સમાં બાબરા ક્રેસિકોવા વિજેતા
ફ્રેન્ચ ઓપન 2021 અંતર્ગત મહિલા સિંગલ્સ વિભાગમાં ચેક રિપબ્લિક દેશની બાબઁરા ક્રેસિકોવા એ રશિયાની અનાસ્તાસિઆ પેવલિચેન્કોવાને પરાજય આપ્યો હતો.
ફ્રેન્ચ ઓપન 2021
ફ્રેન્ચ ઓપન 2021નું આયોજન 30 મેથી 13 જૂન,2021 દરમિયાન ફ્રાન્સના પેરિસ ખાતે આવેલા સ્ટેટ રોલેન્ડ ગેરોસ ખાતે કરવામાં આવ્યું હતું.
વર્ષ 2021ની ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટ એ ફ્રેન્ચ ઓપનની 125મી આવુતી છે.તેમજ તે વર્ષ 2021ની બીજી ગ્રાન્ડ સ્લેમ ઇવેન્ટ છે.
ફ્રેન્ચ ઓપન 2021અંતર્ગત સિંગલ્સ ,ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ વિભાગમાં ટેનિસનું આયોજન કરવામાં આવ્યું હતું .
ફ્રેન્ચ ઓપન 2021અંતર્ગત વિજેતાઓ
શ્રેણી : પુરુષ સિંગલ્સ
વિજેતાઓનું નામ : નોવાક જોકોવિચ
દેશ : સબિઁયા
શ્રેણી : મહિલા સિંગલ્સ
વિજેતાઓનું નામ : બાબઁરા ક્રેસિકોવા
દેશ :ચેક રિપબ્લિક
શ્રેણી : પુરુષ ડબલ્સ
વિજેતાઓનું નામ : પિઅરી હયુજસ હબઁટ
દેશ : ફ્રાન્સ
વિજેતાઓનું નામ : નિકોલસ મહત
દેશ : ફ્રાન્સ
શ્રેણી : મહિલા ડબલ્સ
વિજેતાઓનું નામ : બાબઁરા ક્રેસિકોવા
દેશ : ચેક રિપબ્લિક
વિજેતાઓનું નામ : કેટોરના સિનિઆકોવા
દેશ : ચેક રિપબ્લિક
શ્રેણી : મિક્સ્ડ ડબલ્સ
વિજેતાઓનું નામ : ડેસિરે કોજિક
દેશ : અમેરિકા
વિજેતાઓનું નામ : જો સેલિસ્બરી
દેશ : ઈંગ્લેન્ડ
ફ્રેન્ચ ઓપન
ફ્રેન્ચ ઓપન એ ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ છે જે ક્લે કોર્ટ પર રમવામાં આવે છે
આ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન સામાન્ય રીતે જો મે મહિનાના અંતમાં અથવા જૂનના શરુઆતમાં બે અઠવાડિયા માટે કરવામાં આવે છે.
સૌથી વધુ વખત ફ્રેન્ચ ઓપન વિજેતા સ્પેનના રાફેલ નડાલ છે તેઓ 13 વખત ફ્રેન્ચ ઓપનમાં વિજેતા બન્યા છે.
3) પ્રથમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતને હરાવી ન્યૂઝીલેન્ડે વિજેતા
ઇંગ્લૅન્ડના સાઉથમ્ટટન તાજેતરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચનું આયોજન થયું.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ ફાઈનલ મેચમાં ભારતને 8 વિકેટ હરાવી ન્યૂઝીલેન્ડે વિજેતા બન્યું
આ સાથે જ પ્રથમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં વિજેતા બનવાની ઉપલબ્ધિ પણ ન્યુઝીલૅન્ડે પ્રાપ્ત કરી છે.
2 વર્ષથી રમાયેલી વિવિધ ટેસ્ટ સીરીઝ બાદ ભારત અને ન્યુઝીલૅન્ડ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ન્યુઝીલેન્ડના ઝડપી બોલર કાયલ જેમિસનને ફાઇનલ મેચમાં "પ્લેયર ઓફ ધ મેચ" તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
પ્રથમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ.
ICC વલ્ડઁ ટેસ્ટ ચેમ્પિયનશીપ એ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICC દ્વારા સંચાલિત સ્ટેટ ક્રિકેટ માટેની એક વૈશ્વિક પ્રતિસ્પર્ધા છે જેની શરુઆત 1 ઓગસ્ટ,2019 ના રોજ થઇ હતી.
આ પ્રથમ ICC વલ્ડઁ ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆત એસીઝ 2019 શ્રેણી થી થઈ હતી.
ICC દ્વારા અગાઉ વષઁ 2013માં આ ટેસ્ટ ચેમ્પિયનશીપ શરૂ કરવાની યોજના હતી પરંતુ બાદમાં તે રદ થઈ હતી .
પ્રથમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ આયોજન વષઁ 2019 થી વષઁ 2021 દરમ્યાન કરવામાં આવ્યું હતું .
આ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કુલ 9 દેશોની ટીમોએ ભાગ લીધો હતો .
ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન સૌથી વધુ રન ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન માનઁસ લાબુશને (1675 રન )દ્વારા ફટકાવવામાં આવ્યા હતા.
તેમજ સૌથી વધુ વિકેટો ભારતના બોલર રવિચંદ્રન અશ્વિન 71 વિકેટ દ્વારા ઝડપવામાં આવી હતી.
બીજા ક્રમની ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું આયોજન ઓગસ્ટ 2021 થી 2023 સુધી કરવામાં આવશે.
4) ગુજરાતને 6 ખેલાડીઓ ઓલિમ્પિક માટે ક્વોલિફાય.
જાપાનના ટોક્યો ખાતે રમાનાર ઓલમ્પિક તથા પેરાલિમ્પિક માં રેકોર્ડ ગુજરાતના 6 ખેલાડીઓ ક્વોલિફાઈ થયા છે. જેમાં નામ અને તેની રમતનું ક્ષેત્રો નીચે મુજબ છે.
ક્રમ : 1
ખેલાડીનું નામ : માના પટેલ
રમત : તરણ
ક્રમ : 2
ખેલાડીનું નામ : અંકિતા રૈના
રમત : ટેનિસ
ક્રમ : 3
ખેલાડીનું નામ : ઇલોટિનિલ વાલિરિવાન
રમત : શુટિંગ
ક્રમ : 4
ખેલાડીનું નામ : પારુલ પરમાર
રમત : પેરા બેડમિન્ટન
ક્રમ : 5
ખેલાડીનું નામ : ભાવીના પટેલ
રમત : પેરા ટેબલ ટેનિસ
ક્રમ : 6
ખેલાડીનું નામ : સોનલ પટેલ
રમત : પેરા ટેબલ ટેનિસ
60 વર્ષ બાદ ગુજરાતના રમતવીરે ઓલિમ્પિકમાં
60 વર્ષના લાંબા ગાળા બાદ ગુજરાતનો કોઈ ખેલાડી ઓલિમ્પિકમાં ભાગ લેશે .
છેલ્લે વર્ષ 1960ની રોમ ઓલમ્પિકમાં ગુજરાતના ગોવિંદરાવ સાવંતે મેન્સ હોકી ટીમ તરફથી ભાગ લીધો હતો.
આ પહેલાં વર્ષ 1936ની બર્લિન ઓલમ્પિક માં શંકરરાવ થોરાટે રેસલિંગની રમતમાં ભાગ લીધો હતો.
5) મિતાલી રાજ મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન કરનાર ખેલાડી બની.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી તેમજ કેપ્ટન મિતાલી રાજ તાજેતરમાં એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે .
તેણે તાજેતરમાં મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારો ખેલાડી બની ગઇ છે.
મિતાલી રાજે ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર શાર્લોટ એડવર્ડ્ઝ માં રેકોર્ડ તોડીને ઇન્ટરનેશનલ મહિલા ક્રિકેટરનો સૌથી વધુ રન નોંધાવનારી સિદ્ધિ પોતાના નામે કરી છે.
શાર્લોટ એડવર્ડ્ઝ તેની ક્રિકેટ કારકિર્દી દરમિયાન ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 10,273 રન નોંધાવ્યા હતા. જ્યારે મિતાલી રાજે 10,337 રન (5 જુલાઇ,2021) નોંધાવીને આ રેકોર્ડ તોડ્યો છે.
મહિલા અને પુરુષ ક્રિકેટના બંને ફોર્મેટમાં હવે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ભારતના નામે છે.
ક્રિકેટરની પુરુષ શ્રેણીમાં સચિન તેંડુલકર અને મહિલા શ્રેણીમાં મિતાલી રાજે આ સિદ્ધિ મેળવી છે.
નોંધ
મિતાલી રાજ રાજસ્થાનના જોધપુરના વતની છે. ભારતીય મહિલા ક્રિકેટની લેડી તેંડુલકર તરીકે ઓળખાય છે.
Comments