પવઁતની સમજ
પૃથ્વીની સપાટીના આશરે 26% ભાગ પર પર્વતો આવેલા છે.
સમુદ્ર સપાટીથી આશરે 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઊંચા નીચા ઢોળાવો અને સાંકડા શિખરની ક્ષેત્રો ધરાવતા ભૂમિ સ્વરૂપને પર્વત કહેવાય.
નિર્માણ પ્રક્રિયા અનુસાર પર્વતના બે પ્રકાર પડે છે. ભૂગભિઁક પવઁતો અને અવશિષ્ટ અથવા શેષ પવઁતો.
ભુગભિઁક (ભૂસંચલનનીય પર્વતો)
૧) ગેડ પર્વત
૨) ખંડ પર્વત
૩) ઘુમ્મટાકાર પર્વત
૪) જ્વાલામુખી પર્વત
૧) ગેડ પવઁત
પ્રસ્તર ખડકોવાળા ભુ-સંન્નતી ધરાવતા પ્રદેશો પર ભુ-સંચલને કારણે પેદા થયેલું અને ક્ષૈતિજ દિશાઓથી લાગતું દબાણ તેમા લહેર આકારની ગડીઓ પડે છે. અને તે દબાણબળ લાંબા સમય સુધી ચાલુ રહેતા અને ઉંચકાવની પ્રકિયા થતાં તેમાંથી કેટલા ભાગ ગડી સ્વરુપે ઊંચા ઉપસી આવે છે.,તેને ગેડ પવઁત કહે છે.
ગેડ પર્વત પ્રસ્તર ખડકોના બનેલા છે. તેમાં સાગરિય જીવાવશેષો અને અશ્મિઓ મળી આવે છે. જે સાબિત કરે છે કે ગેડ પ્રવઁત ઉદભવ સમુદ્રમાંથી થયેલ છે.
પ્રાચીન પર્વતોમાં અરવલ્લી પર્વતમાળા મુખ્ય છે. આજથી લગભગ ત્રણ કરોડ વર્ષ પહેલાં બનેલા હિમાચલ, ઍન્ડીઝ ,રોકીઝ અને આલ્પ્સ નવા ગેડ પર્વતો છે.
૨) ખંડ પર્વત
પૃથ્વીના આંતરિક બળોને કારણે કેટલીક વાર ભુ- સપાટીના ખડકોના ફાટ કે સ્તરભંગ થાય છે.બે ઊભાં સમાંતર સ્તરભંગની વચ્ચેનો ભૂમિભાગ ભુ-સંચલનને કારણે ઊંચકાઈ આવે અથવા તો સ્તરભંગોની મધ્યનો ભાગ સ્થિર રહે અને આસપાસનો ભૂમિભાગ નીચે બેસી જાય ત્યારે ત્યાં ખંડ પર્વતો રચાય છે.
પરંતુ જો તેનો એક તરફનો ઢોળાવ તીવ્ર હોય અને ઉપરનો શિખરનો ભાગ સપાટ મેજ જેવો હોય તો તેને ઉચ્ચપ્રદેશ કહે છે. અને વચ્ચેનો ભાગ જે નીચે બેસી જાય છે તેને ફાટખીણ કહે છે.
આ ફાટખીની બંને તરફ ખંડ પર્વતો રચાય છે. સાતપુડા શ્રેણી ખંડ પર્વતની સંરચના ધરાવે છે.
૩) ઘુમ્મટાકાર પર્વત
પૃથ્વીના પેટાળમાં રહેલા મેગ્મા બહાર નિકળવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ તેની ઉપર આવેલા નક્કર ખડકો તેમાં અવરોધરૂપ બને છે.જેથી મેગ્માના દબાણથી જ ભુ-સ્તરો ઘુમ્મટ આકારે ઊંચાં ઉપસી આવે છે.તેને ઘુમ્મટાકાર પવઁત કહે છે.
પર્વતની બહાર ખડક સ્તરો ઘસારાના પરિબળો દ્વારા ઘસાઈ જતાં આંતરિક ભાગમાં ઠરી ગયેલા મેગ્મા હોય છે.
૪) જ્વાલામુખી પર્વત
જ્વાળામુખીના પ્રસ્ફોટન સમયે પૃથ્વીના પેટાળમાંથી લાવા, રાખ ,ખડક ટુકડા વગેરે બહાર ફેંકાયેલા પદાર્થ જ્વાળામુખીની આસપાસ જમા થઈ સમય જતાં ઊંચા શંકુ આ કારનો ઢગ રચાય છે તેને જ્વાળામુખી પર્વત કહે છે.
ભૂગર્ભમાંથી નીકળતા વિવિધ પદાર્થો જમા થવાથી આ પવઁત રચાતાહોવાથી તેને સમાહિત પર્વત કહે છે.
ચોટીલા ઉત્તર ધારની ગિરની ટેકરીનું સૌથી ઊંચું શિખર જ્વાળામુખી પર્વતનું ઉદાહરણ છે.
૫) અવશિષ્ટ પર્વતો
પર્વતનો, ઉચ્ચપ્રદેશો જેવા ઊંચા ભૂમિ સ્વરૂપો ઘસારણના પરિબળો દ્વારા ઘસાઈને તેના અવશેષો શંકુ આકારે રહી જાય છે ત્યારે તેને ઘષિઁત કે અવશિષ્ટ કે શેષ પર્વત તરીકે ઓળખવામાં આવે છે.
ભારતમાં વિંધ્યાચલ, પશ્ચિમ ઘાટ ,પુવઁઘાટ તેના
દષ્ટાંત છે.
ડુંગરાળ પ્રદેશ
300 મીટર કરતાં ઊંચા અને ખડકાળ પ્રદેશને ડુંગરાળ પ્રદેશ કહેવાય છે.
ગુજરાતનાં ડુંગરાળ પ્રદેશ કચ્છ અને સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં આવેલા છે તથા તળ ગુજરાતમાં ઉત્તર - પૂર્વ અને દક્ષિણ વિશેષ આવેલાં છે.
સામાન્ય રીતે 1000 મીટર કરતા વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારને પર્વત તરીકે ઓળખવામાં આવે છે.
300 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતા વિસ્તાર ઉત્તર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાતના ડુંગરાળ પ્રદેશને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે.
1) કચ્છનો ડુંગરાળ પ્રદેશ
2) સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ
3) તળ ગુજરાત ડુંગરાળ પ્રદેશ
A) ઉત્તર ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ
B) મધ્ય ગુજરાતનો ડુંગરાળ
C) દક્ષિણ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ
Thank you for read this article
Comments