Skip to main content

Posts

PART :7 ગુજરાતનો દરિયા કિનારો ભાગ ૧

  ગુજરાતનો દરિયા કિનારો    ૧) કચ્છના દરિયા કિનારો ૪૦૬ કિલોમીટર  ⚫કોટેશ્વરથી પશ્ચિમ કિનારો  ⚫કોટેશ્વરથી જખૌ  ⚫જખૌથી માંડવી  ⚫માંડવી થી કંડલા    ૨) સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ૮૪૩ કિલોમીટર ⚫કંડલાથી દ્વારકા ⚫દ્વારકા થી વેરાવળ ⚫વેરાવળથી ગોપનાથ  ⚫ગોપનાથ થી ભાવનગર  ⚫ભાવનગરથી સાબરમતી નદીના મુખ સુધી ⚫ખંભાતના અખાતનો દરિયા કિનારો     ૩) તળ ગુજરાતનો દરિયાકિનારો ૩૫૧ કિલોમીટર   ⚫ખંભાતથી દહેજ ⚫મહીંથી ઢાઢર નદી સુધીનો.   કચ્છનો દરિયા કિનારો ⚫ ગુજરાતની પશ્ચિમે કચ્છનો અખાત અને કચ્છની પશ્ચિમે અરબ સાગર આવેલો છે. ⚫ કચ્છને ૪૦૬ કિલો મીટરનો દરિયાકિનારો પ્રાપ્ત થયો છે તે સાથે કચ્છના દરિયાકિનારે નાની મોટી નાળો (creek)  પણ જોવા મળે છે. ૧) કોટેશ્વરથી પશ્ચિમ કિનારો   ⚫ કચ્છના કોટેશ્વર છે પશ્ચિમે આવેલા દરિયાઈ વિસ્તારમાં બે મહત્ત્વની નાળ જોવા મળે છે. સિરક્રીક   ⚫ સિરક્રિક ખાડી ભારતમાં ગુજરાતનો કચ્છ જિલ્લો અને પાકિસ્તાનમાં સિંઘ સરહદ પાસે ૨૪° અક્ષાંશ   ઉપર આવેલી છે .સિરક્રિક ભારત ...

PART 6 ગુજરાતનું ભૂપૃષ્ઠ

ભુપૃષ્ઠ કોને કહેવાય ? ⚫ભુકવચની ઉપરની સપાટીમાં આવેલાં વિવિધ પ્રકારના ખડકો જમીનોને યાચના નદી તંત્ર મેદાન પ્રદર્શન અને દરિયા કિનારા જેવા વિવિધ ભૂમિ સ્વરૂપોને ભુપૂષ્ઠ કહેવાય છે. ભુસંચલનને કારણે ભૂપૃષ્ઠ નો ઉદભવ ? ⚫ભૂસંચલનને કારણે સૌપ્રથમ બે મોટા સ્વરુપો ભૂમિખંડ અને મહાસાગરો રચાયાં છે જેથી તેને પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાયા. ⚫ તેમની પર આંતરિક પરિબળોની અસરથી પર્વતો- ઉચ્ચપ્રદેશો -મેદાનો- ફાટખીણ   વગેરે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોની રચના થઈ . ⚫ આ ભૂમિ સ્વરૂપો ઉપર બાહ્ય બળો કે ગતિશીલ બળોના ઘસારા અને નિક્ષેપણ કાર્યથી વિવિધ આકાર રચાયા જેમ કે V કે U આકારની ખીણ-જળધોધ- રેતીના ઢુવા-  હિમ અશ્માવલી કે ભૂસ્થળ કે સમુદ્ર કે સમુદ્ર  કરાર વગેરેનો સમાવેશ તૃતીય શ્રેણીના ભુમી સ્વરૂપ માં થાય છે. ભૂમિના સ્વરૂપો    ⚫પ્રાથમિક શ્રેણીના ભૂમિ સ્વરૂપો ભૂમિખંડ- મહાસાગરો      ⚫ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો  પર્વતો -ઉચ્ચ પ્રદેશો -મેદાનો - ખીણો ⚫ તૃતીય શ્રેણીના ભૂમિના સ્વરૂપો   ૧) નદી દ્વારા રચાતાં ⚫ v આકારની ખીણ ⚫ જળધોધ ⚫ કોતરો ⚫ મુખત્રિકોણ મ...

Part 5 : ગુજરાતનું સ્થાન સીમા અને વિસ્તાર

ગુજરાતનું સ્થાન   ⚫ ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ ભાગમાં અરબ સાગરના કિનારે આવેલું છે. ⚫ ભારત દેશ અક્ષાંશદૃષ્ટિએ ઉત્તર ગોળાધઁમાં અને દેશાંન્તરિય દૃષ્ટિએ પૂર્વી  ગોળાધઁ ની મધ્યમાં છે. ⚫ ભારતની આકૃતિ ચતુષ્કોણીય છે . ⚫ ભારત દક્ષિણ એશિયાને મધ્યમાં સ્થિત છે. ગુજરાતમાં અક્ષાંશ -રેખાંશ    ઉત્તર અક્ષાંશ: ૨૦°.૦૬´ થી ૨૪°.૪૨ '                       ઉત્તર અક્ષાંશ વુત સુધી.  પૂર્વ રેખાંશ : ૬૮°.૧૦´થી ૭૪°.૨૮'                           પૂર્વ રેખાંશ વુત સુધી ⚫ કકઁવુત અને મકરવૃત્ત વચ્ચેનો વિસ્તાર ઉષ્ણકટિબંધીય   અને કકઁવુતની ઉપરનો  વિસ્તાર સમશીતોષ્ણ હોવાથી ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર  ઉષ્ણકટિબંધીય તેમજ બહુ થોડોક ભાગ સમશિતોષ્ણ છે. ⚫ જે સમશીતોષ્ણ વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે. ⚫ કકઁવુત ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થતું હોવાથી તેની અસર આબોહવા ઉપર થાય છે. કકઁવુતમાંથી પસાર થતાં ગુજરાતના ...

Part 4 ગુજરાત ભૌગોલિક પ્રદેશ ભાગ : ૨

ઝાલાવાડ જિલ્લો સુરેન્દ્રનગર  ⚫ કચ્છના નાના રણ અને નળ સરોવરની વચ્ચે આવેલા સુરેન્દ્રનગર વિસ્તારને ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે છે. ⚫ કચ્છના નાના રણના નીચાણવાળા ભાગમાંથી આવતું દરિયાનું પાણી આ વિસ્તાર સુધી ફેલાતું હોવાથી મીઠાનું સારુ એવુ ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. ⚫ મીઠાના ઉત્પાદન માટે જાણીતું ખારાઘોડા સુરેન્દ્રનગર   જિલ્લામાં આવેલું છે. ⚫ લીંબડી ભોગાવો અને  વઢવાણ નદીઓ સુરેન્દ્રનગર જિલ્લાના વહેતી હોવાથી સુરેન્દ્રનગર જિલ્લો કપાસના વાવેતર માટે જાણીતો છે. ⚫ ઝાલા રાજ્યના સ્થાપક હરપાળદેવ હતાં જેની રાજધાની પાટડી હતી. ⚫ કપાસનું સૌથી વધુ વાવેતર સુરેન્દ્રનગર ઉત્પાદન વડોદરા જિલ્લામાં થાય છે. ⚫ ઝાલા મૂળ મકરાન પ્રદેશના રાજવીના વંશજ હતા જેઓએ કર્ણદેવ સોલંકીએ પાટડીની જાગીર આપેલી હતી. ⚫ ઝવેરચંદ મેઘાણીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે થયો હતો . ⚫ ચોટીલાના પ્રદેશની ઓળખ પાંચાલ પ્રદેશ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ને પિંક સિટી કહેવાય છે. દારુકાવન         ⚫ મહાભારતમાં ઉલ્લેખ થયો હોય તેવું સ્થળ. દેવભુમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા શંખો...

Part 4 : ગુજરાત ભૌગોલિક પ્રદેશ ભાગ ૩

પોશીના    ⚫ સાબરકાંઠાની ઉત્તરે આવેલા વિસ્તારને પોશીના વિસ્તાર તરીકે ઓળખાય છે. ⚫ જંગલી ઔષધી માટે પોશીના વિસ્તાર જાણીતો છે. વીરમગામ નું મેદાન       ⚫ અમદાવાદ જિલ્લામાં સાબરમતી નદીની ઉત્તરે આવેલા વિરમગામના વિસ્તારમાં  કપાસના ઉત્પાદન માટે જાણીતો વિસ્તાર છે. ⚫ ખુબ સારા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થતું હોવાથી આ વિસ્તારને વિરમગામ ઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે. સાબરમતીનું મેદાન ⚫ સાબરમતીના મેદાનની રચના અમદાવાદ અને ગાંધીનગરમાં થયેલી છે. ⚫ સાબરમતી જ્યાં ખંભાતના અખાતને મળે છે તે ખાડી પાસે કાદવ કીચડનો નિક્ષેપ થતો હોવાથી તેને ભાઠાની જમીન તરીકે ઓળખવામાં આવે છે સાતમી મીટરનો પહોળો પટ છે. ⚫ સાબરમતીના મેદાનમાં ગોળ ટેકરાઓની રચના થયેલી છે. ⚫ ભાલ કાંઠો અને નળકાંઠો પણ સાબરમતીના મેદાન સાથે સંબંધિત છે. નળકાંઠો  (જિલ્લો અમદાવાદ) ⚫ સાબરમતી નદીને પશ્ચિમ બાજુથી ચાલુ થઈ અને નળ સરોવર સુધી ફેલાયેલા નળકાંઠો  તરીકે ઓળખવામાં આવે છે. ⚫ નળ સરોવર સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલો છે.     ભાલ કાંઠો ⚫ અમદાવાદ જિલ્લાને દક્ષિણ પશ્ચિમ બાજુએ અને ભાવન...

Part 4 -ગુજરાતના ભૌગોલિક પ્રદેશ ભાગ ૧

ભૌગોલિક પ્રદેશ ⚫ કચ્છ જીલ્લો મુખ્યત્વે રણપ્રદેશ અને સુક્કો વિસ્તાર ધરાવતો પ્રદેશ હોવાથી કચ્છમાં બનેલા મેદાનો વધુ ફળદ્રુપતા ધરાવતો નથી પણ કચ્છની અંદર  આવેલા મુખ્ય મેદાનોમાં કંઠી મેદાન ,બંન્ની પ્રદેશ અને વાગડના મેદાનને ધ્યાનમાં લઈ શકાય  કંઠીનુ મેદાન (જિલ્લો કચ્છ ) ⚫ કચ્છ જિલ્લાને દક્ષિણ અને પશ્ચિમ દરિયાકિનારે આવેલા મેદાની પ્રદેશ કે જેનો આકાર કંઠી એટલે કે માળા જેવો આકાર જોવા મળતો હોવાથી તેને કંઠી મેદાન તરીકે ઓળખવામાં આવે છે. ⚫ કંઠીના મેદાનમાં નલિયા , માંડવી , મુન્દ્રાના મેદાનનો સમાવેશ થાય છે. ⚫ આ કંઠીનુ મેદાન ખજૂર , ખારેક 'કેરી જેવા પાકોની ખેતી થાય છે. ⚫ કંઠીના મેદાનમાં નાયરો , કનકાવતી, રૂકમાવતી .નાગમતી ,  ભૂખી નદી વહે છે. બન્ની પ્રદેશ (જિલ્લો કચ્છ) ⚫ કચ્છની ઉતરમાં આવેલા બંન્ની પ્રદેશ જે નદીઓના કાંપ અને ચોમાસાના પાણીના કારણે ત્યાં ઉગી નીકળતા ઉંચા ઘાસ માટે જાણીતો છે. ⚫ આ વિસ્તારમાં રહેતા લોકોને મુખ્ય આર્થિક પ્રવુતિ  પશુપાલન છે. ⚫ બન્નીનું ઊંચું ઘાસ પશુચારા સિવાય આ વિસ્તારમાં રહેતા લોકોના રહેઠાળ ભૂંગા ઝુપડા માટે ઉપયોગી બને છે. વ...

PART 3- ગુજરાત પર એક નજર

PART 3 ગુજરાત પર એક નજર   ⚫ સ્થાપના  : ૧ મે ૧૯૬૦ ⚫ ક્ષેત્રફળ  :   ૧૯૬૦૨૪ ⚫ વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં સ્થાન : ૬ ⚫ પ્રથમ પાટનગર  : અમદાવાદ    ⚫ વર્તમાન પાટનગર : ગાંધીનગર  (ઇ.સ.૧૯૭૨થી) ⚫ પ્રથમ રાજ્યપાલ  : શ્રી મહેંદી નવાઝ જંગ   ⚫ પ્રથમ મુખ્યમંત્રી  : ડૉક્ટર જીવરાજ મહેતા   ⚫ પ્રથમ સ્પીકર  : કલ્યાણજી મહેતા (અધ્યક્ષ ) ⚫ પ્રથમ ડેપ્યુટી સ્પીકર  : અંબાલાલ શાહ (ઉપાધ્યક્ષ) ⚫ પ્રથમ વિપક્ષી નેતા  : નગીનદાસ ગાંધી    ⚫ ગુજરાતની વિધાનસભાની બેઠકો  : ૧૮૨ ⚫ પ્રથમ વિધાનસભાની બેઠકો  : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ⚫ પ્રથમ સચિવાલય  : પોલીટેકનિક કોલેજ  અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં   ⚫ હાલમાં સચિવાલય  : જીવરાજ મહેતા ભવન   ⚫ વર્તમાન વિધાનસભા  : ગાંધીનગર વિઠ્ઠલભાઈ પટેલ ભવન   ⚫ ગુજરાતની લોકસભામાં બેઠકો  : ૨૬ ⚫ ગુજરાત  રાજ્યસભામાં બેઠકો  : ૧૧ ⚫ વર્તમાન રાજ્યપાલ  : દેવવ્રત  આચાર્ય  હરિયાણા  એજ્યુકેશન :પંજાબ (૧...