ઝાલાવાડ જિલ્લો સુરેન્દ્રનગર
⚫ કચ્છના નાના રણ અને નળ સરોવરની વચ્ચે આવેલા સુરેન્દ્રનગર વિસ્તારને ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે છે.
⚫ કચ્છના નાના રણના નીચાણવાળા ભાગમાંથી આવતું દરિયાનું પાણી આ વિસ્તાર સુધી ફેલાતું હોવાથી મીઠાનું સારુ એવુ ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે.
⚫ મીઠાના ઉત્પાદન માટે જાણીતું ખારાઘોડા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે.
⚫ લીંબડી ભોગાવો અને વઢવાણ નદીઓ સુરેન્દ્રનગર જિલ્લાના વહેતી હોવાથી સુરેન્દ્રનગર જિલ્લો કપાસના વાવેતર માટે જાણીતો છે.
⚫ ઝાલા રાજ્યના સ્થાપક હરપાળદેવ હતાં જેની રાજધાની પાટડી હતી.
⚫ કપાસનું સૌથી વધુ વાવેતર સુરેન્દ્રનગર ઉત્પાદન વડોદરા જિલ્લામાં થાય છે.
⚫ ઝાલા મૂળ મકરાન પ્રદેશના રાજવીના વંશજ હતા જેઓએ કર્ણદેવ સોલંકીએ પાટડીની જાગીર આપેલી હતી.
⚫ ઝવેરચંદ મેઘાણીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે થયો હતો .
⚫ ચોટીલાના પ્રદેશની ઓળખ પાંચાલ પ્રદેશ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ને પિંક સિટી કહેવાય છે.
દારુકાવન
⚫ મહાભારતમાં ઉલ્લેખ થયો હોય તેવું સ્થળ.
દેવભુમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા શંખોદ્વાર બેટ ને દારુકાવન તરીકે ઓળખવામાં આવે છે. ⚫ શ્રીકૃષ્ણ યાદવો સાથે મથુરાથી સ્થળાંતર કરી કુશસ્થલી રાજધાની ને હસ્તગત કરી તેને દ્વારવતી નામ આપ્યું હતું.
⚫ બેટ દ્વારકામાં શ્રીકૃષ્ણની પટરાણીઓ નો મહેલ વગેરે જેવી બાબતો જોવા મળતી હતી શ્રીકૃષ્ણ ડૂબેલી દ્વારકા નગરીને શોધવાનો શ્રેય એસ.આર રાવના ફાળે જાય છે.
⚫ શ્રીકૃષ્ણ સાથે સંબંધિત હોવાથી અહીંથી મહાભારત કાળના અવશેષો પ્રાપ્ત થયા છે.
શંખોદ્વાર બેટ પર આવેલા ગોપીતળાવ ગોપીચંદન માટે જાણીતું છે ત્યાંથી ચંદન જેવી માટી મળી આવે છે.
⚫ ઓખામંડળના દરિયાકિનારેથી બોક્સાઈટ મળી આવે છે.
⚫ આદિ શંકરાચાર્ય એ દ્વારકા શારદાપીઠની સ્થાપના કરી હતી.
ગોઢા
⚫ બનાસકાંઠા જિલ્લાને વાયવ્ય કે કચ્છ જિલ્લાને ઈશાન બાજુએ બનાસકાંઠા જિલ્લાનો થોડોક ભાગ કચ્છના મોટા રણ (અધઁરણ) સાથે સંકળાયેલો છે જેને ગોઢાના મેદાન તરીકે ઓળખાય આવે છે.
⚫ કચ્છના રણ સાથે સંકળાયેલો બનાસકાંઠા જિલ્લાનો ભાગ રેતાળ અને ખારાશ વાળો વિસ્તાર ધરાવે છે.
⚫ ઉત્તર ગુજરાતના આવા મેદાનોમાં કેટલીક જગ્યાએ આજુબાજુના પ્રદેશ કરતાં ઉંચાણવાળી ભુમી જોવા મળે છે તેને ગોઢ તરીકે ઓળખવામાં આવે છે.
⚫ સામાન્ય રીતે ૨૫-૭૮ મીટર ઊંચા મેદાનો જોવા મળે છે.
આ પ્રદેશ રાજસ્થાનના બારમેરના સુક્કા પ્રદેશનાં વિસ્તૃતિકરણથી જ બનેલો હોય તેવું લાગે છે જયા ૩૫ cm થી ઓછો વરસાદ થાય છે.
⚫ આ પ્રકારની રેતાળ અને શુષ્ક જમીનમાં બાજરી નું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં લઈ શકાતું હોવાથી ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ બાજરી નું ઉત્પાદન કરે છે.
⚫ સૌથી વધુ ઘાસચારો કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં થાય છે.
⚫ બાજરીનું ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો બનાસકાંઠા છે.
⚫ બટાકાનો ભારતભરમાં સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો બનાસકાંઠા છે.
⚫ બટાકા સંશોધન કેન્દ્ર : ડિશા
ભારતમાં બાજરી ઉત્પાદન
⚫ રાજસ્થાન
⚫ ઉત્તરપ્રદેશ
⚫ ગુજરાત
વઢિયાળ પ્રદેશ
⚫ બનાસ અને સરસ્વતી નદી વચ્ચેના પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારને વઢિયાળ તરીકે ઓળખવામાં આવે છે.
⚫ રેતાર અને ક્ષારિય જમીન કારણે ખેતીનું પ્રમાણ ઓછું જોવા મળે છે.
⚫ વઢિયાળ પશ્ચિમે કચ્છનું નાનું રણ આવેલું છે
⚫ બનાસકાંઠા અને પાટણના લોકો નો મુખ્ય વ્યવસાય ખેતી સિંવાયની આર્થિક પ્રવૃત્તિ પશુપાલન પણ છે કાંકરેજી ગાય અને વઢિયાળ ભેંસ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ માં આવેલ દૂધાળા પશુ માટે જાણીતી ગાય અને ભેંસને જાતિ છે.
⚫ કાંકરેજી ગાય વર્ષે ૧૫૦૦-૨૫૦૦ લિટર જેટલું દૂધ આપે છે.
⚫ સૌથી વધુ ૩૪૦૦-૩૫૦૦ લીટર દૂધ આપવા માટે ગીર ગાય જાણીતી છે.
⚫ કાંકરેજી ગાયના દુધમાંથી A2 મિનરલ્સ મળે છે જે કૅન્સરના ઇલાજની સારવાર માટે ઉપયોગી છે.
ગઢવાડા
⚫ સાબરમતી નદીની પશ્ચિમે આવેલો મહેસાણા સતલાસણા વિસ્તારને ગઢવાડા તરીકે ઓળખાય છે.
⚫ સરસ્વતી અને સાબરમતી નદી તેમની શાખા નદીઓ ના કાપના કારણે ફળદ્રુપતા વાળી જમીનનો નિર્માણ થયેલું છે.
⚫ આ પ્રદેશમાં ઊંડે કાપની ૫૦-૬૦ સેન્ટીમીટર વરસાદ વાળી જમીનનો પ્રમાણ વધારે છે જેથી ઘઉં વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં કરી શકાય છે.
ગુજરાતમાં ઘઉંના ઉત્પાદનમાં અમદાવાદ પ્રથમ ક્રમે છે અને ત્યાર બાદ બીજા નંબરે મહેસાણા જીલ્લો છે.
⚫ ઘઉંનો સૌથી વધુ વાવેતર મહેસાણા જિલ્લામાં થાય છે.
⚫ મહેસાણાના વિજાપુરમાં પિયત ઘઉંનું અને અમદાવાદના આ અરણેજમાં બિનપીયત ઘઉંનું સંશોધન કેન્દ્ર આવેલું છે.
⚫ ઘઉંની વાવણીમાં મહેસાણા અને ઉત્પાદનને અમદાવાદ જિલ્લો પ્રથમ ક્રમે છે.
ચુંવાળ પ્રદેશ જિલ્લો મહેસાણા
⚫ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાનો પ્રદેશ ચુંવાળ પ્રદેશ તરીકે ઓળખાય છે.
⚫ આ જમીનની અંદર રહેલા ક્ષાર માટે જાણીતો છે.
⚫ પાતાળ કૂવાઓના કારણે જમીનનો ક્ષાર સપાટી તરફ આવતાં ફળદ્રુપતામાં ઘટાડો જોવા મળે છે.
⚫ વડોદરા રાજ્ય તરફથી સૌપ્રથમ ગુજરાતમાં પાતાળકૂવો મહેસાણામાં થયો હતો.
⚫ મહેસાણા જિલ્લાના ઊંઝા ગુજરાતનું સૌથી મોટું ગંજ બજાર છે.
ખાખરિયા ટપ્પા
⚫ મહેસાણા જિલ્લાના કડી અને ગાંધીનગરના કલોલ તાલુકા વચ્ચે આવેલા વિસ્તારને ખાખરિયા ટપ્પા તરીકે ઓળખવામાં આવે છે.
⚫ આ વિસ્તારમાં ખનિજ તેલનો ભંડાર જોવા મળે છે.
⚫ આ વિસ્તારમાં ઓએનજીસી (ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) તથા કલોલમાં IFFCO પ્લાન્ટ આવેલો છે.
⚫ મહેસાણામાં બોરીયાવી અને ઉબલખ ખાતે ઢોલ માટે ખાણ તૈયાર કરવાના કારખાના આવેલા છે.
⚫ ઓએનજીસીનો વડુમથક ઉત્તરાખંડના દહેરાદૂનમાં છે.
⚫ ગાંધીનગરમાં નજીક રાંદેસરામાં NSG(National security guard) ઊભું કરવામાં આવ્યું છે.
થોળ પ્રદેશ
⚫ થોળ પ્રદેશ મહેસાણાની દક્ષિણે આવેલા કદી ખાતેનો નીચાણવાળો પ્રદેશ છે.
⚫ થોળ પ્રદેશને જળપ્લાવિત ક્ષેત્રો તરીકે પણ ઓળખવામાં આવે છે.
⚫ મહેસાણાના કડી તાલુકામાં થોળ પ્રદેશ પાસે થોળ અભયારણ્ય ની રચના કરવામાં આવી છે.
૨૦૧૨માં થોળ ખાતે ગેમ રિઝર્વ / કન્ઝર્વેશન રીઝર્વ નેપાળ રચના થયેલી છે.
Comments