ગુજરાતનો દરિયા કિનારો
૧) કચ્છના દરિયા કિનારો ૪૦૬ કિલોમીટર
⚫કોટેશ્વરથી પશ્ચિમ કિનારો
⚫કોટેશ્વરથી જખૌ
⚫જખૌથી માંડવી
⚫માંડવી થી કંડલા
૨) સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ૮૪૩ કિલોમીટર
⚫કંડલાથી દ્વારકા
⚫દ્વારકા થી વેરાવળ
⚫વેરાવળથી ગોપનાથ
⚫ગોપનાથ થી ભાવનગર
⚫ભાવનગરથી સાબરમતી નદીના મુખ સુધી ⚫ખંભાતના અખાતનો દરિયા કિનારો
૩) તળ ગુજરાતનો દરિયાકિનારો ૩૫૧ કિલોમીટર
⚫ખંભાતથી દહેજ
⚫મહીંથી ઢાઢર નદી સુધીનો.
કચ્છનો દરિયા કિનારો
⚫ ગુજરાતની પશ્ચિમે કચ્છનો અખાત અને કચ્છની પશ્ચિમે અરબ સાગર આવેલો છે.
⚫ કચ્છને ૪૦૬ કિલો મીટરનો દરિયાકિનારો પ્રાપ્ત થયો છે તે સાથે કચ્છના દરિયાકિનારે નાની મોટી નાળો (creek) પણ જોવા મળે છે.
૧) કોટેશ્વરથી પશ્ચિમ કિનારો
⚫ કચ્છના કોટેશ્વર છે પશ્ચિમે આવેલા દરિયાઈ વિસ્તારમાં બે મહત્ત્વની નાળ જોવા મળે છે.
સિરક્રીક
⚫ સિરક્રિક ખાડી ભારતમાં ગુજરાતનો કચ્છ જિલ્લો અને પાકિસ્તાનમાં સિંઘ સરહદ પાસે ૨૪° અક્ષાંશ ઉપર આવેલી છે .સિરક્રિક ભારત પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલ્યો આવતો વિવાદ છે જે વિવાદ કચ્છના રણમાં ૯૬ કિલોમીટર લાંબા મુખને લઈને છે જે ગુજરાતને પાકિસ્તાનના સિંઘ વિસ્તારોથી અલગ કરે છે.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સેનાપતિ ચાલ્સઁ નેપિયરે ૧૮૪૨ વર્ષમાં સિંઘ જીતી લેતાં આ પ્રદેશને વહીવટ મુંબઈ રાજ્યને સોંપી દીધો હતો.
આ સરકારે મુંબઇ અને પાકિસ્તાનના સિંઘ વિસ્તારને વચ્ચે કચ્છ જિલ્લાની મધ્યમાંથી પસાર થતી સરહદ રેખા ને આકાર આપ્યો હતો જેમાં તે સંપૂર્ણ ખાડી વિસ્તારને સિંધ વિસ્તારમાં દર્શાવાયો હતો.પરંતુ દિલ્હી અંગ્રેજ સરકારના અધિકૃત નકશામાં કચ્છને મધ્યમાંથી પસાર થતી સરહદની રેખાને ખાડી પ્રદેશ સુધી દર્શાવાઈ હતી.
જેથી પાકિસ્તાન સરકારે આ ખાડી વિસ્તાર પોતાનો હોવાનો દાવો કર્યો પરંતુ ભારત સરકારે તેને મંજૂરી આપી ન હતી જેથી આજે પણ ૬૫૦ ચોરસ કિલોમીટરનો આ ખાડી પ્રદેશની વિસ્તાર વિવાદિત છે.
⚫ આ ખાડી પ્રદેશમાં બ્રિટિશ વ્યક્તિને મધ્યસ્થી હોવાથી તેના નામ પરથી સિરક્રીક નામ અપાયું છે.
જે સિરક્રિક ને આપણે બાલગંગા તરીકે પણ ઓળખીએ છીએ.
⚫ જે સિરક્રિક દેશનું પશ્ચિમ બાજુએ અંતિમ બિંદુ છે.
ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય અરૂણાચલપ્રદેશમાં અને સૂર્યાસ્ત ગુજરાતના સિરક્રિકમાં થાય છે.
કોરી ક્રીક
⚫ કચ્છની પશ્ચિમે આવેલી કોડીનાળને લુપ્ત સિંધુ નદીનો પૂર્વ મુખનું અવશેષ હોવાનું મનાય છે.
૨) કોટેશ્વરથી જખૌ
⚫ કોટેશ્વરથી જખૌ સુધીનો વિસ્તાર ૧૦-૧૩ કિલોમિટર પહોળા એવા કાદવ કીચડવાળો વિસ્તાર છે.
⚫ કોટેશ્વરથી જખૌ સૂધીનો વિસ્તારના અનેક છીછરી ખાડી આવેલી છે.
કોટેશ્વર નજીક કોટેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે.
⚫ નારાયણ સરોવર પાસે વૈષ્ણવ સંપ્રદાયના શ્રી ત્રિકમજી , લક્ષ્મીનારાયણ , ગોવર્ધન નાથજી , દ્વારકાનાથ, આદિનારાયણ, રણછોડરાયજી, અને લક્ષ્મીજીના મંદિરો પણ આવેલા છે, જે રાવ દેશળજી ત્રીજાના રાણીએ બંધાવ્યાં હતાં.
પુષ્ટિ સંપ્રદાયના અનુયાયીઓ માટે નારાયણ સરોવર મહત્ત્વનું સ્થાન છે.
⚫ જખૌની ખાડીમાં ૮થી૧૦ નાના બેટ આવેલા છે.
⚫ નખત્રાણા પાસે જખૌ નો મેળો ભરાય છે.
કોટેશ્વર નજીક હિન્દુ ધર્મનો પવિત્ર નારાયણ સરોવર છે.
⚫ નારાયણ સરોવર કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે.
⚫ શ્રીમદ્ ભાગવત માં વર્ણવેલા પાંચ પવિત્ર સરોવર પૈકીનું એક નારાયણ સરોવર છે જેનો અર્થ ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર થાય છે.
જખૌ (જૈન પંચતીથઁ)
⚫ જખૌ , નલિયા, કોઠારા, સુથરી' તેરા , જૈન ધર્મના પાંચ પવિત્ર સ્થળો
ભારતના પંચ સરોવર
⚫ માન સરોવર
⚫ બિંદુ સરોવર
⚫ નારાયણ સરોવર
⚫ પમ્પા સરોવર
⚫ પુષ્કર સરોવર
૩) જખૌ થી માંડવી
⚫ જખૌ થી માંડવી સુધીનો દરિયા કિનારો રેતાળ ટેકરીઓનો બનેલો છે.
⚫ જેમાં લગુન સરોવરની રચના થયેલી છે.
⚫ સુથરી અને માંડવીની વચ્ચેનો કિનારો સીધો અને રેતાળ છે તથા ચૂના યુક્ત રેતીની લાંબી ટેકરીઓ નો બનેલો છે.
⚫ આ વિસ્તારમાં આવેલા મુખ્ય બે બંદરો છે.
⚫ સુથરી જિલ્લો કચ્છ
⚫ માંડવી (જકાતનાકું) જિલ્લો કચ્છ
સુથરી જિલ્લો કચ્છ
⚫ કનકાવતી નદીના કિનારે આવેલું છે
જ્યાં મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની યાદમાં બળવંત સાગર સરોવર બંધની રચના કરવામાં આવી છે.
⚫ માંડવી અર્થ જકાતનાકું (જિલ્લો કચ્છ)
⚫ માંડવી બંદર રુક્માવતી નદીના કિનારે આવેલું છે.
⚫ તે નદીના જમણા કિનારે કચ્છના અખાત પર આવેલું મોસંબી બંદરે છે.
⚫ ઇ.સ.૧૫૮૦ કચ્છના મહારાવ ખેંગારજી પ્રથમના શાસનકાળ માં માંડવીની સ્થાપના થઈ હતી.
⚫ માંડવીના વિકાસમાં નગરઠઠ્ઠા આવેલા ભાટિયા વેપારી ટોપર શાહનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. માંડવીને દરિયાખેડૂની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
⚫ કાનજી માલમ પણ માંડવી ખાતે વહાલ લંગારતો હતો.
⚫ ભારતનો સૌપ્રથમ વિન્ડફાર્મ માંડવી ખાતે આવેલું છે.
⚫ વિજય પેલેસ અને ભદ્રેશ્વર મહાદેવ નું મંદિર પણ માંડવીમાં આવેલા છે.
⚫ ટી.બી. (ટ્યુબરક્યુલોસીસ -ક્ષયના) દર્દીઓ માટે ટી.બી. સેનેટોરિયમ માંડવીમાં આવેલું છે.
⚫ માંડવીના શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ પેરિસથી લાવી માંડવીમાં સ્થાપિત કરાયા છે. જેને ક્રાંતિ તીર્થ નામ અપાયું છે.
⚫ તે સૌથી મોટો ગેરલાભ ઘંટ આકારનો બંદરનું બારુ છે આથી સમુદ્ર તરફનો વિસ્તાર વધુ પહોળો છે.
⚫ દરિયાના પાણીને જે જમીનનો ભાગ રોકી શકે તેને લગૂન સરોવરો કહેવાય છે.
⚫ બળવંતરાય મહેતાએ ૧૯૫૭ ત્રિસ્તરિય પંચાયતની ભલામણ કરેલી.
⚫ ગુજરાતનાં ૪૦ બંદરોનો વિકાસ સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કરાશે.
⚫ જૈન ગ્રંથોમાં માંડવીનું નામ રિયાનપતન હતું સ્ટીમરોને લાંગરવાની સુવિધા હોવાથી તેમને લાઈટરેજ પોટઁ કહે છે.
⚫ પવનચક્કી સ્થાપવા માટે ૧૦km/4kની ઝડપથી પવનની ગતિ હોવી આવશ્યક છે.
૪) માંડવીથી કંડલા
⚫ માંડવીથી કંડલા સુધીનો દરિયાકિનારો થોડો અનિયમિત અને થોડો નાળ ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારમાં થોડો કાદવ કિચડ અને રેતીના ઢુવા જેવી રચનાઓ જોવા મળે છે.
⚫ કચ્છના દરિયાકિનારાના પ્રદેશ સમુદ્રમાંથી ખંડીય છાજલી માં ઉચકવાથી રચાયેલો છે.
આ વિસ્તારમાં બે મહત્ત્વનાં બંદરો આવેલા છે ૧)મુદ્રા ૨) કંડલા
૧)મુંદ્રા (જિલ્લો કચ્છ)
⚫ કંડલા અને માંડવીના વિસ્તારની વચ્ચે અને ભુખી નદીના મુખ પાસે મુદ્રા બંદર આવેલું છે.
⚫ મુદ્રાને ખાનગી બંદર તરીકે ઓળખાય છે જેને
ગુજરાત અદાણી પોર્ટ્સ લિમિટેડ દ્વારા સંયુક્ત સાહસથી વિકસાવવા આવેલું છે.
⚫ જૂનું મુન્દ્રા બંદર કચ્છના અખાતનો ઉત્તર કિનારે બોચાક્રિકમાં આવેલું છે.
⚫ હાલમાં નવું મુદ્રા બંદર વેપારી અને વ્યવસાયિક દ્રષ્ટિએ બહુ હેતુક બંદર છે.
આ બંદર અને વિશ્વકક્ષાના વેપારી બંદર તરીકે વિકસાવાયું છે.
⚫ ઑક્ટોબર ૧૯૯૮થી આ બંદરને અજમાયશી ધોરણે ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ તે ૨૦૦૧ ના જાન્યુઆરીથી કાર્યરત કરવામાં આવ્યું હતું.
⚫ મુન્દ્રા બંદરે જહાજોને બળતણ મેળવવાની પણ સગવડ છે.
⚫ નવું મુન્દ્રા બંદર બારમાસી બંદર છે જે કુદરતી સગવડોથી ભરપૂર છે ભારતના પશ્ચિમ કિનારે આવેલા બંદરોમાં મુદ્રા નું આ નવું બંદર પ્રવાહી માલનો સંગ્રહ કરવામાં માટેની વધુ ક્ષમતા ધરાવે છે.
⚫ કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ દ્વારા સ્થપાયેલી મુદ્રા અલ્ટ્રા મેગા થર્મલ પાવર પ્લાન્ટમાં આયાતી કોલસો હેન્ડલ કરવા અલગ બંદર ની સુવિધા વિકસાવવામાં આવી છે.
⚫ આ વિસ્તારમાં મેન્ગ્રોવ જંગલોનું પ્રમાણ વધુ જોવા મળે છે.
મેન્ગ્રોવ જંગલો વિશે
⚫ ઇન્ડિયા સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ - ૨૦૧૭ અનુસાર ગુજરાત દેશમાં ૧૧૪૦ ચોરસ કિલોમીટર મેન્ગ્રોવ જંગલો સાથે બીજા ક્રમે છે પ્રથમ ક્રમે પશ્ચિમ બંગાળ છે.
⚫ ગુજરાતમાં ૭૯૮ ચોરસ કિલોમીટર વિસ્તાર સાથે કચ્છ જિલ્લો પ્રથમ સ્થાને છે.
⚫ મેન્ગ્રોવ જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે જે ચેરના વૃક્ષો દરિયાને આગળ વધતો અટકાવે છે.
⚫ ભારતના પશ્ચિમ કિનારે પાનાં મેક્સ જહાજો માત્ર મુન્દ્રા બંદરે લાંગરી શકાય છે કારણ કે આ બંદર ૧૨.૫ મીટર થી ૧૭ મીટરનો ડ્રાફ્ટ ધરાવે છે .
⚫ મુન્દ્રા બંદરે ઇ.સ. ૨૦૦૩માં આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલ ની સ્થાપના કરવામાં આવી હતી.
⚫ મુન્દ્રા બંદર અને કુદરતી રીતે નૈઋત્યના મોસમી પવનો થી પ્રતિકુલ અસરોથી નવીનાલ ટાપુ રક્ષણ આપે છે.
⚫ મુદ્રાને કચ્છના હરિયાળી પ્રદેશ તરીકે ઓળખાય છે.
⚫ મુદ્રામાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે.
ચંદ્રના ગુરુત્વાકર્ષણ અને તેના પૃથ્વી ફરતે પરિભ્રમણ દ્વારા ઉત્પન્ન થયેલું કેન્દ્રગામી બળને લીધે સમુદ્રમાં ભરતી ઓટ આવે છે
૨) કંડલા બંદર પંડિત દિનદયાળ પોર્ટ જિલ્લો કચ્છ.
⚫ આ બંદર કચ્છના દક્ષિણ પૂર્વ ભાગ ઉપર આવેલો મોટા મોટું બંદર છે.
⚫ ભારત-પાકિસ્તાનના ભાગલા થતાં કરાચી બંદરની ખોટ પૂરી કરવા ભારત સરકારે કંડલા બંદરનો વિકાસ કર્યો.
⚫ કંડલા બંદરનો વહીવટ ભારત સરકાર વતી કંડલા પોર્ટ ટ્રસ્ટ સંભાળે છે.
કંડલા બંદર ગુજરાતનું એકમાત્ર મોટું મહાબંદર છે.
⚫ ઉદ્યોગોનો વિકાસ માટે તથા નિકાસ વધારવા માટે ૧૯૬૫માં ૨૮૩ હેક્ટર મુક્ત વ્યાપાર ક્ષેત્રની રચના કરાઈ હતી.
⚫ વર્ષ ૧૯૫૨થી કંડલા વિમાન મથક પણ ધરાવે છે. અને ૧૯૬૮માં કંડલા -અમદાવાદને જોડતો 8-A રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ અસ્તિત્વમાં છે.
⚫ વર્ષ ૧૯૫૦ સુધી કંડલા બંદર એક નાના બંદર તરીકે ઉપયોગમાં લેવાતું હતું જે તેના મર્યાદિત પીઠ પ્રદેશને ઉપયોગી બનતું હતું
⚫ બંદરની પસંદગી માટે કસ્તુરભાઇ સમિતિએ ઈસ્વીસન ૧૯૪૮ માં આપેલા અહેવાલ અનુસાર વર્ષ ૧૯૫૫ માં વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ દ્વારા મહાબંદર તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું.
⚫ ઇ.સ.૧૯૫૫ આ બંદરનું બાંધકામ પૂર્ણ થતાં પરિવહન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
⚫ કંડલા બંદરથી ૯ કિલોમીટર દૂર મુક્ત વ્યાપાર વિસ્તાર ૨૮૩ હેક્ટરમાં પથરાયેલું છે દેશ પરદેશ નિકાસ થતાં માલની હેરફેરના ખર્ચમાં વીસ ટકા જેટલો રિબેટ (બાદ ) આપે છે.
⚫ જ્યાં નિકાસ થનાર સાત (૭) દિવસ સુધી બંદર પર રાખી શકાય અને આયાત થયેલો માલને ગ્રાહક ચાર (૪) દિવસ સુધી ત્યાં રાખી શકે છે.
કંડલા બંદર ની પસંદગીનાં કારણો
⚫ કંડલા બંદરના વિકાસમાં કેટલીક પ્રાકૃતિક અનુકૂળતાઓ પણ છે.
⚫ કંડલા બંદરની તળિયે સુંવાળી . જીણી રેતી હોવાને લીધે જહાજો લગભગ ૨.૪ મીટર રેતીમાં ખૂંચે તો પણ હાનિ પહોંચતી નથી એટલે કે સતત ડ્રેજીંગની જરુર ઓછી રહે છે.
⚫ કચ્છમાં વાર્ષિક વરસાદનું પ્રમાણ ઓછું હોવાને કારણે બંદર પર એકઠો થયેલો માલ બગડવાની સંભાવના રહેતી નથી ઓછા વરસાદને કારણે
⚫ આપણે કચ્છને ગુજરાતના નપાણિયો પ્રદેશ પણ કહીએ છીએ.
⚫ આ બંદરના ધક્કા પર એકસાથે ચાર મોટી સ્ટીમરોને પણ લાંગરી શકાય છે.
⚫ નવલખી કંડલા ના મુસાફરોના ઉતરાણ માટે બે તલતી કેંદ્વીય જેટીઓ આવેલી છે.
⚫ કંડલા પોર્ટ ટ્રસ્ટનું નામ શિપિંગ મંત્રાલયે ૨૫ સપ્ટેમ્બર,૨૦૧૭ રોજ દીન દયાળ પોર્ટ ટ્રસ્ટ કરી નાખેલ હોવાથી તે હવે દિન દયાળ પોર્ટ તરીકે ઓળખાશે.
⚫ મંત્રાલયે સુચના મુજબ કેન્દ્ર સરકારે ભારતીય બંદર અધિનિયમ ૧૯૦૮ હેઠળ તેની સત્તાનો ઉપયોગ કરી નામમાં સુધારો કર્યો હતો.
કંડલા બંદરનું નવીનીકરણ
⚫ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીધામ ખાતે દેશના પ્રથમ કક્ષાના બંદરે કંડલામાં ૯૯૬ કરોડનાં ખર્ચે તૈયાર કરાવેલ વિવિધ વિકાસ પ્રોજેક્ટોનો પ્રારંભ કરાવતાં કંડલા બંદરને ઈરાનના ચાબહાર બંદર સાથે કનેક્ટિવિટી આપવાની જાહેરાત કરી હતી આગામી દિવસોમાં કંડલા પોર્ટ પર ૧૦૦૦ કરોડો રૂપિયાનાં રોકાણો આવી રહ્યાં હોવાથી જાહેરાત કરીને મોદીએ કહ્યું હતું કે ચાબહાર બંદર સાથે કંડલા પોર્ટનું જોડાણ થતાની સાથે જ કંડલા બંદર વિશ્વ વેપારમાં અંગદની જેમ પોતાના પગ જમાવશે. તેમણે ઉમેર્યું હતું કે સમગ્ર દેશને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની ૧૦૦ મી જન્મ જયંતી ઉજવણી કરી રહ્યાં છે ત્યારે કંડલા પોર્ટનું નામ પંડિત દિન દયાલ પોર્ટ કંડલા પોર્ટ કરવું જોઈએ.ગાંધીધામ સંકુલમાં ૩૩ વર્ષ બાદ દેશના વડાપ્રધાન કોઈ કાર્યક્રમમાં હાજરી આપી હતી આ અવસરે મોદીએ જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્રને હરીફાઈમાં ભારતને આગળ વધવું હશે તો ઉત્તમ કક્ષાના બંદરો હોવા જોઈએ એ જરૂરી છે કંડલા પોર્ટ ટ્રસ્ટે એશિયામાં પોતાની વિશેષ જગ્યા બનાવી છે કંડલા પોર્ટ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વૈશ્વિક યાતાયાતમાં ભારત ની અર્થવ્યવસ્થા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તેમણે કંડલાને મીની ભારત નું બિરુદ આપીને એવી આશા વ્યક્ત કરી હતી કે આ બંદર વૈશ્વિક વ્યાપાર અને દરિયાઇ અર્થતંત્રને નવી દિશા આપવા સક્ષમ છે ૨૦૨૨ ની સાલમાં દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે દેશને નવી ઊંચાઈએ લઈ જવાનું આહવાન કરી આજે સંકલ્પ બંધ થઈ જવા વડાપ્રધાન કહ્યું હતું .
⚫ કચ્છના મહારાવ ખેંગારજી ત્રીજાએ ૧૯૩૦-૩૧ માં અહીં સૌપ્રથમ જેટી બંધાવી આ બંદરની શરુઆત કરી હતી.
⚫ ૧૯૫૫ માં મહાબંદર તરીકે જાહેર
૭ માચઁ, ૧૯૬૫ માં મુક્ત વ્યાપાર ક્ષેત્ર( ફ્રી ટ્રેડ ઝોન ) ધરાવતા એકમાત્ર બંદર
⚫ ભારત પાકિસ્તાનના ભાગલાના બાળક તરીકે ઓળખ ધરાવતું બંદર .
⚫ જહાજોના માલ ઉતારવા અને ચઢાવવા માટે કંડલાથી દક્ષિણમાં ૨૫ કિલોમીટર દૂર ટુના નામક એક નાનું બંદર વિકસાવવામાં આવ્યું છે. સફારી જહાજોનો માલ ચડાવવા ઉપયોગી છે.
⚫ કંડલા બંદર IMC લિમિટેડ દ્વારા ગેસ ટર્મિનલ સ્થાપવામાં આવ્યું છે જે આયાતી બુટાડીનની હેરફેર માટે ઉપયોગી છે.
⚫ બુટાડીન એક પ્રકારનું કાર્બનિક સંયોજન છે જેનો ઉપયોગ કૃત્રિમ રબર બનાવવામાં થતો હોય છે.
⚫ કંડલા એશિયાનો સૌપ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (EPZ)છે.
⚫ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન(SEZ) હેઠળ EPZ સ્થપાતો હોવાથી કંડલા પ્રથમ SEZ પણ છે.જ્યારે પ્રથમ ઓપરેશન SEZ ઈન્દોર છે.
⚫ કંડલા બંદર અને ઈન્ડસ્ટ્રીયલ સિટી તરીકે વિકસાવાશે.
Comments