ગુજરાતનું સ્થાન
⚫ ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ ભાગમાં અરબ સાગરના કિનારે આવેલું છે.
⚫ ભારત દેશ અક્ષાંશદૃષ્ટિએ ઉત્તર ગોળાધઁમાં અને દેશાંન્તરિય દૃષ્ટિએ પૂર્વી ગોળાધઁ ની મધ્યમાં છે.
⚫ ભારતની આકૃતિ ચતુષ્કોણીય છે .
⚫ ભારત દક્ષિણ એશિયાને મધ્યમાં સ્થિત છે.
ગુજરાતમાં અક્ષાંશ -રેખાંશ
ઉત્તર અક્ષાંશ: ૨૦°.૦૬´ થી ૨૪°.૪૨'
ઉત્તર અક્ષાંશ વુત સુધી.
પૂર્વ રેખાંશ : ૬૮°.૧૦´થી ૭૪°.૨૮'
પૂર્વ રેખાંશ વુત સુધી
⚫ કકઁવુત અને મકરવૃત્ત વચ્ચેનો વિસ્તાર ઉષ્ણકટિબંધીય અને કકઁવુતની ઉપરનો વિસ્તાર સમશીતોષ્ણ હોવાથી ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર ઉષ્ણકટિબંધીય તેમજ બહુ થોડોક ભાગ સમશિતોષ્ણ છે.
⚫ જે સમશીતોષ્ણ વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે.
⚫ કકઁવુત ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થતું હોવાથી તેની અસર આબોહવા ઉપર થાય છે.
કકઁવુતમાંથી પસાર થતાં ગુજરાતના જિલ્લાઓ
⚫ છ જિલ્લાઓ
⚫ પશ્ચિમથી પૂર્વનો ક્રમ: કચ્છ- પાટણ -મહેસાણા- ગાંધીનગર -સાબરકાંઠા અને અરવલ્લી
⚫ ગુજરાતમાં કકઁવુત પ્રાંતિજ પાસેથી અને હિંમતનગર અને પ્રાંતિજ વચ્ચેથી પસાર થાય છે
⚫ કકઁવુત ગુજરાતના ચાર જિલ્લાને હાફ ભાગમાં વિભાજીત કરે છે.
૧)કચ્છ જિલ્લો ૨) સાબરકાંઠા જિલ્લો
૩) મહેસાણા જિલ્લો ૪) અરવલ્લી જિલ્લો
ગુજરાતમાં કકઁવુત પર આવેલા સ્થળો
⚫ કચ્છ જિલ્લામાં ધીણોધર ડુંગર. ભારતના એકમાત્ર ડુંગરની મધ્યમાંથી કકઁવુત પસાર થાય છે.
⚫ મહેસાણા જિલ્લામાં મોઢેરાનું સૂર્ય મંદિર.
⚫ મહી ભારતની એક માત્ર એવી નદી છે જે કકઁવુત બે વાર ઓળંગે છે.
અક્ષાંશ એટલે શું ?
⚫ પૃથ્વીના ગોળા પર આડી દોરેલી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવાય છે.
⚫ ઝીરો અક્ષાંસ રેખા વિષુવવૃત્ત કહેવાય છે જે પૃથ્વીના મધ્ય ભાગમાંથી પસાર થાય છે.
⚫ વિષુવવૃત્તથી ઉપર ૦° થી ૯૦° અક્ષાંશ ઉત્તર ધ્રુવ સુધી ઉત્તર ગોળાર્ધ અને ૦° થી ૯૦° અક્ષાંશ દક્ષિણ ધ્રુવ સુધી દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખાય છે.
⚫ બે અક્ષાંશ વચ્ચેનું અંતર લગભગ ૧૧૧ કિલોમીટર થાય છે કુલ અક્ષાંશની સંખ્યા ૧૮૧ છે.
⚫ ઉત્તર ગોળાર્ધમાં ૨૩.૫° અક્ષાંશ એ કકઁવુત અને ૬૬.૫° અક્ષાંશ એ ઉત્તર ધ્રુવવુત ગણાય છે. ⚫ દક્ષિણ ગોળાર્ધમાં ૨૩.૫° અક્ષાંશ એ મકરવુત અને ૬૬.૫° અક્ષાંશ એ દક્ષિણ ધ્રુવવુત કહેવાય છે.
⚫ પૃથ્વીને ગોળ આકૃતિને કારણે વિષુવવૃત્તથી ધુવો તરફ જતાં અક્ષાંશની લંબાઈ ઘટતી જાય છે.
⚫ કકઁવુતથી મકરવુત વચ્ચેનો ભાગ ઉષ્ણકટિબંધીય ભાગ છે.
રેખાંશ એટલે શું ?
⚫ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ ને જોડતી પૃથ્વીના ગોળા પરની દોરેલી ઉભી કાલ્પનિક રેખાને રેખાંશ કહે છે.
⚫ રેખાંશ વચ્ચેનો મહત્તમ અંતર વિષુવવૃત્ત પર હોય છે. ૧૧૧.૩૨ કિલોમીટર અને ધ્રુવો ઉપર શૂન્ય થઈ જાય છે ત્યાં એક બિંદુ પર મળી જાય છે.
⚫ લંડનની નજીક ગ્રીનવિચ વેધશાળા પરથી પસાર થતી કાલ્પનિક રેખાને ઝીરો ડિગ્રી રેખાંશ કહેવાય છે તેની પુવઁ તરફ બધા ૧૮૦ ° સુધી બધા જ રેખાંશને પશ્ચિમ રેખાંશ કહેવાય છે. આમ કુલ ૩૬૦ રેખાંશ છે.
⚫ ૩૬૦° ઘૂમવા માટે પૃથ્વીને ૨૪ કલાકનો સમય લાગે છે આથી ૧° અંતર કાપવા પૃથ્વીને ૪ મિનીટનો સમય લાગે છે.
⚫ રેખાંશના આધારે પૃથ્વીના કોઈપણ સ્થાનનો સમય નિર્ધારિત કરવામાં આવે છે.
⚫ રેખાંશ વચ્ચેના અંતરને વૈશ્વિક ભાષામાં ગોરે નામથી ઓળખવામાં આવે છે
⚫ ૦° રેખાંશ GMT( Greenwich Meridian Time) કે આંતર રાષ્ટ્રીય પ્રામાણિક સમય રેખા કહેવાય છે.
⚫ પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ઘૂમતી હોવાથી પુવઁનો સમય આગળ રહેતો હોય છે.
ગુજરાતનો વિસ્તાર
⚫ ગુજરાતનું કુલ ક્ષેત્રફળ: ૧,૯૬,૦૨૪ ચો. કિ.મી. છે.
⚫ ભારતના કુલ વિસ્તારમાં ગુજરાતનું ક્ષેત્રફળ: ૫.૯૬ ટકા છે.
⚫ ભારતનું ક્ષેત્રફળ :૩૨,૮૭,૨૬૩ ચો. કિ.મી .છે.
⚫ ગુજરાતની ઉત્તર- દક્ષિણ: ૫૯૦ લંબાઇ કિ.મી.છે.
⚫ ગુજરાતની પૂર્વ- પશ્ચિમ: ૫૦૦ લંબાઈ કિ.મી. છે.
⚫ ભારતમાં વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો ક્રમ: છઠ્ઠો ભારતમાં વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો ક્રમ: નવમો
નોધ
⚫ જો ૨૦૧૧ની વસતિ ગણતરી મુજબ ગુજરાત અને વિસ્તારની દૃષ્ટિએ પૂછવામાં આવે તો સાતમું અને વસ્તીની દૃષ્ટિએ પૂછવામાં આવે તો દસમો સાચો જવાબ થશે કારણ કે ૨૦૧૪ માં આંધ્ર પ્રદેશમાંથી તેલંગણા રાજ્યની રચના થતાં આંધ્રપ્રદેશ વિસ્તાર અને વસ્તીમાં પાછળ ખર્ચ્યું છે જ્યારે ગુજરાત વિસ્તાર અને વસતી એક સ્ટેપ ઉપર ખસ્યું છે તેથી જો પશ્ર્નમાં 2011 ની વસ્તી ગણતરી મુજબ પુછાય તો વિસ્તાર સાતમો અને વસ્તી દસમું રાખવું અને હાલમાં પુંછાય તો વિસ્તાર (૬) અને વસતી ( ૯) રાખવું કારણકે વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી સમયે તેલંગાણાની રચના થઇ ન હતી.
વિસ્તાર મુજબ રાજ્ય
૧)રાજસ્થાન
૨)મધ્યપ્રદેશ
૩) મહારાષ્ટ્ર
૪) ઉત્તર પ્રદેશ
૫)જમ્મુ કાશ્મીર
૬)ગુજરાત
દરિયાકિનારો ધરાવતો જીલ્લાઓ
⚫ કચ્છ- મોરબી -જામનગર- દેવભૂમિ દ્વારકા પોરબંદર- જુનાગઢ- ગીર સોમનાથ- અમરેલી ભાવનગર -અમદાવાદ -આણંદ- વડોદરા -ભરૂચ સુરત -નવસારી -વલસાડ
⚫ ગુજરાતમાં કચ્છનો અખાત અને ખંભાતનો અખાત એમ બે અખાત આવેલાં હોવાથી ગુજરાતના દરિયાકિનારાની લંબાઈ વધુ મળેલી છે.
⚫ ગુજરાત ભારતના રાજ્યો પૈકી સૌથી વધુ લંબાઇ એટલે કે ૧૬૦૦ કિલોમીટર(૯૯૦ માઇલ) મળેલી છે.
⚫ ગુજરાતને મળેલા લાંબા દરિયા કિનારાને કારણે ગુજરાતમાં બંદર પ્રવુતી તેમજ મત્સ્ય ઉદ્યોગ વિકસેલો છે.
⚫ ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો: કચ્છ (૪૦૬ કિલોમીટર )
⚫ કેન્દ્રશાસિત પ્રદેશો આંદામાન નિકોબાર ટાપુને ૧૯૬૨ કિલોમીટરનો દરિયાકિનારો મળેલો છે.
ગુજરાતમાં વિસ્તાર મુજબ દરિયાકિનારો ધરાવતા જીલ્લાઓ
⚫ (કચ્છનો એક જિલ્લો) 1
⚫ (સૌરાષ્ટ્ર આઠ જીલ્લાઓ) 8
⚫ (તળ ગુજરાતના છ જીલ્લાઓ ) 6
અખાત
⚫ સમુદ્રના પાણીનો સાંકડો ભાગ છે સામાન્ય ભાષામાં મોટી ખાડી એટલે કે અખાત દરિયાઈ સપાટીનો એવો ભાગ છે પાણીના મોટા જથ્થો સાથે જોડાયેલો હોય છે અથવા એવો જથ્થો કે જે ત્રણ બાજુથી ભૂમિખંડ દ્વારા જોડાયેલો હોય તેને ખાડી કે ઉપસાગર કેવાય છે.
કચ્છનો અખાત કચ્છના કોટેશ્વરથી દ્વારકાની ભૂશીર સુધી
⚫આ અખાતની પશ્ચિમે અરબ સાગર આવેલો છે. આ અખાત અરબ સાગરનો જ ભાગ છે.
⚫ કચ્છનો અખાત દરરોજ આવતી ભરતી માટે જાણીતો છે.
⚫ આ વિસ્તારને ઊંચી ભરતી માટે જાણીતો હોવાથી તે વિધુત ઉત્પાદન માટે આદશઁ સ્થળ મનાય છે.
⚫ કચ્છનો અખાત કચ્છ અને કાઠીયાવાડ (સૌરાષ્ટ્ર)ને જુદા પાડે છે.
ખંભાતનો અખાત ભાવનગરના ગોપનાથથી તાપી નદીનું મુખ (ડુમ્મસ) સુધી
⚫ ખંભાતના અખાતની દક્ષિણે અરબ સાગર આવેલો છે.
⚫ ખંભાતનો અખાત સૌરાષ્ટ્રને પૂર્વીય ભાગને દક્ષિણ ભાગના જિલ્લાઓથી અલગ કરે છે.
⚫ નર્મદા- તાપી -મહી -કિમ -ઢાઢર- સુકભાદર -ઉતાવળી- શેત્રુંજી અને સાબરમતી નદી ખંભાતના અખાતમાં ઠલવાતી હોવાથી તે નદીઓ પોતાનો કાપ પાથરે છે તેથી ખંભાતનો અખાત પુરાતો જાય છે.
⚫ તાપી નદીનું મુખ ખંભાતના અખાત અને અરબ સાગરથી અલગ કરે છે.
Comments