Skip to main content

PART 6 ગુજરાતનું ભૂપૃષ્ઠ

ભુપૃષ્ઠ કોને કહેવાય ?

⚫ભુકવચની ઉપરની સપાટીમાં આવેલાં વિવિધ પ્રકારના ખડકો જમીનોને યાચના નદી તંત્ર મેદાન પ્રદર્શન અને દરિયા કિનારા જેવા વિવિધ ભૂમિ સ્વરૂપોને ભુપૂષ્ઠ કહેવાય છે.

ભુસંચલનને કારણે ભૂપૃષ્ઠ નો ઉદભવ ?

⚫ભૂસંચલનને કારણે સૌપ્રથમ બે મોટા સ્વરુપો ભૂમિખંડ અને મહાસાગરો રચાયાં છે જેથી તેને પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાયા.
⚫ તેમની પર આંતરિક પરિબળોની અસરથી પર્વતો- ઉચ્ચપ્રદેશો -મેદાનો- ફાટખીણ  વગેરે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોની રચના થઈ .
⚫ આ ભૂમિ સ્વરૂપો ઉપર બાહ્ય બળો કે ગતિશીલ બળોના ઘસારા અને નિક્ષેપણ કાર્યથી વિવિધ આકાર રચાયા જેમ કે V કે U આકારની ખીણ-જળધોધ- રેતીના ઢુવા-  હિમ અશ્માવલી કે ભૂસ્થળ કે સમુદ્ર કે સમુદ્ર  કરાર વગેરેનો સમાવેશ તૃતીય શ્રેણીના ભુમી સ્વરૂપમાં થાય છે.

ભૂમિના સ્વરૂપો  

⚫પ્રાથમિક શ્રેણીના ભૂમિ સ્વરૂપો
ભૂમિખંડ- મહાસાગરો    

⚫ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો 
પર્વતો -ઉચ્ચ પ્રદેશો -મેદાનો - ખીણો

⚫ તૃતીય શ્રેણીના ભૂમિના સ્વરૂપો  
૧) નદી દ્વારા રચાતાં
⚫ v આકારની ખીણ
⚫ જળધોધ
⚫ કોતરો
⚫ મુખત્રિકોણ મેદાન  

૨) હિમનદી દ્વારા રચાતાં
⚫ U આકારની ખીણ
⚫ સર્ક
⚫ હિમ અસ્માવલ્લી
⚫ ફિયોર્ડ  

૩) પર્વત દ્વારા રચાતા
⚫ ઉડનપાત્ર 
⚫ ભુ-સ્તભં   
⚫ રેતીના ઢુવા 
⚫ લોએસ્ટ નુ મેદાન  

૪) ભૂમિગત જળ દ્વારા રચાતાં
⚫ ડુબક છિદ્ર   
⚫ યુવાલા
⚫ અધોગામી અને ઊર્ધ્વગામી
⚫ ગુફા સ્તંભ

૫) સમુદ્રના મોજાઓ દ્વારા રચાતાં 
⚫ સમુદ્ર ગુફા 
⚫ ખાડી
⚫ રેતપટ 
⚫ લગૂન સરોવરો  

ભૂમિ સ્વરૂપો

⚫ પ્રાકૃતિક બળો દ્વારા  ભુતલ (ભૂમિખંડો અને મહાસાગરો) ઉપર પર્વતશ્રેણીઆે - મેદાનો- ઉચ્ચ પ્રદેશો -કોતરો -ખાડીઓ -ખીણો -જળધોધ- હિમ અસ્માવલી અને રેતીના ઢુવા   વગેરે વિશિષ્ટ દેખાવવાળા સ્વરુપો  કે  આકારોનો ઉદ્ભવ, વિકાસ અને હાશ થતાં રહે છે. આમ કુદરતી  બળો દ્વારા  ભૂતળનો કોઇપણ ભૂમિભાગ આગવો આકાર,  ઢોળાવો અને ઉંચાઇ ધારણ કરે છે.ત્યારે તેને ભુમી આકાર કે ભુમિ સ્વરૂપ કહેવાય છે.

ભૂમિ સ્વરૂપો નો ઉદભવ

⚫ પૃથ્વીને આંતરિક ગરમી અને દબાણ થતા ફેરફારોને કારણે પેટાળમાં રહેલા ખડકોમાં પસાર થઈને સમાયોજન થાય છે આ સમાયોજનને કારણે  જ ભુપુષ્ઠ  સંચલન ઉદ્ભવે છે પરિણામે ભૂ સપાટી ઉપર પર્વત શ્રેણીઓ,  ઉચ્ચ પ્રદેશો,  મેદાનો અને ખીણ વગેરે નિર્માણ થાય છે આ પ્રક્રિયાને ભુસંચલન કહે છે.

મુખ્ય ભૂમિ સ્વરૂપો
  
⚫ પર્વતો 
⚫ ઉચ્ચપ્રદેશો
⚫ મેદાનો 
⚫ પૃથ્વીને આંતરિક હિલચાલને કારણે ભૂમિખંડો અને મહાસાગરોના તળિયે જે ભુમિ સ્વરુપો રચાયા તેને મુખ્ય ભુમિ  સ્વરુપો કહેવાય છે

પ્રાકૃત્તિક રચના 

⚫ ગુજરાતને ભૂસ્તર રચનાની સ્પષ્ટ અસર તેની ભુપુષ્ઠ  રચના પર જોવા મળે છે.
 ક્રિટેસિયસ સમયમાં થયેલી ફાટ પ્રસ્ફોટન ને કિયાન ને લીધે ધગધગતો લાવા બહાર નીકળીને 
ગુજરાતના ભૂમિભાગ પર પથરાયો હતો.
⚫ ગુજરાતમાં લાવા પથરાતાં રચાયેલા પ્રદેશો મોટાભાગે આજે ડુંગરાળ પ્રદેશ તરીકે જોવા મળે છે.
⚫ ગુજરાતનો ૫૦ ટકાથી વધુ ભાગ કાપ પથરાઇ જવાથી બનેલો મેદાન પ્રદેશ છે.
⚫ જૂના ખડક વિસ્તારો પર નદીઓઍ  કાંપનો નિક્ષેપ કરીને મેદાનો ની રચના થઇ છે.
સૌરાષ્ટ્રના પ્રદેશને  ચારેય બાજુથી પાણીથી વીંટાળેલો દ્વીપ  હતો. 
⚫ આજે  જયા કચ્છના નાના રણ અને ખંભાતના અખાત વચ્ચેનો ભાલ નલકાંઠાનો નીચો ભુમી પ્રદેશ આવેલ છે ત્યાં પહેલાં સમુદ્ર ની ખાડી હતી. ભુસંચલન કિયા થઇ આ પ્રદેશ ધીમે- ધીમે ઉચકાતા  અને લુણી - બનાસ - સરસ્વતી- રૂપેણ- સાબરમતી વગેરે નદીઓએ ખાડીમાં  કાંપનો નિક્ષેપ કરતા છીછરી ખાડી પુરાઈ ગઈ હતી. આ ખાડી પુરાઈ જતાં ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્ર ગુજરાતની મુખ્યભૂમિ સાથે જોડાય ગયું અને સૌરાષ્ટ્ર  દ્વીપનો દ્વીપકલ્પ બની ગયો.

ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ ને સકિઁટ બનાવાશે........... 

⚫ વિદેશી પ્રવાસીઓએ ને આકર્ષવા ગુજરાત સરકારે સિંધુ ખીણની સભ્યતાને સર્કિટ બનાવવાનું વિચાર્યું છે જેમાં  સુરત -કચ્છ- સુરેન્દ્રનગર- પાટણ- અમદાવાદ -રાજકોટ -દેવભુમિ દ્વારકા-અમરેલી અને ભરૂચ જેવા જિલ્લાઓનો સમાવેશ થશે જે સર્કિટમાં સૌપ્રથમ 
કચ્છના ધોલાવીરા 
કચ્છના સુરકોટડા
અમદાવાદના લોથલ 
સુરેન્દ્રનગરના રંગપુર 
એમ ચાર સ્થળોનો  વિકાસ થશે  

ભુપૃષ્ઠ દૃષ્ટિએ ગુજરાતનો ભાગ
  
૧) ગુજરાતના દરિયા કિનારાનો રણપ્રદેશ 
૨) ગુજરાતના ડુંગરાળ પ્રદેશ
૩) સૌરાષ્ટ્ર અને કચ્છના ઉચ્ચપ્રદેશ 
૪) ગુજરાતના મેદાનો  

પાઠ્ય પુસ્તક અનુસાર ગુજરાતના ભૂપૃષ્ઠ ના પાંચ ભાગ પડે છે.
⚫ ૧)મેદાન પ્રદેશ 
⚫ ૨) ડુંગરાળ પ્રદેશ 
⚫ ૩) ઉચ્ચ પ્રદેશ
⚫ ૪)  રણપ્રદેશ 
⚫ ૫) દરિયા કિનારો 

ગુજરાતના દરિયા કિનારો  
      ઐતિહાસિક દૃષ્ટિએ 

⚫ વહાણવટું શબ્દ દરિયાઇ વેપાર અને વાહન સંચાલનને સૂચવે છે આમ ગુજરાત પ્રાચીનકાળથી તેના વહાણવટા માટે જાણીતું છે.
⚫ પ્રાચીન જગતના સભ્યદેશો સુમેર, ફિનિશીયા,  રોમ ,મિસર , અરબસ્તાન  ,ઈરાન  , પુવઁ  આફ્રિકા, લંકા ,બ્રહ્મદેશ,  મલાયા ,જાવા, સુમાત્રા , તેની સાથે ગુજરાતના દરિયાઇ માર્ગ વેપારી સંબંધોથી જોડાયેલું હતું .
મિસરની પ્રાચીન કબરોમાંથી ગળી અને મલમલ મળી આવ્યું તે ગુજરાતમાંથી જ ત્યાં ગયું હશે તેમ માનવાના કારણેો મળે છે.
⚫ બૌદ્ધ જાતક કથાઓ અનુસાર અગ્નિ એશિયાના દેશો અને બેબિલોન (ઇરાક )સાથે દરિયાની સંબંધો હતાં.
ભરૂચનો ઉલ્લેખ મળતો હોવાથી ભરૂચને દરિયાઈ મથક માનવામાં આવે છે.
સિલોન હાલનું લંકા સાથે પણ ગુજરાતનો દરિયાની સંબંધો હતા.
⚫ સિલોન ના ઈતિહાસ ગ્રંથોમાં જણાવેલી જનશ્રુતિ મુજબ લાટ પ્રદેશના  સિંહપુર અથવા  સૌરાષ્ટ્રના સિહોરમાં શાસનકર્તા સિંહબાહુના પુત્ર કુમાર વિજયે લંકાના ટાપુને સિંહલદીપ નામ આપ્યું હતું.
સમ્રાટ અશોકનો સુબો તુષાષ્ક ગ્રીક હતો .પશ્ચિમ ભારતનો ધર્મ પ્રચારક ધનરક્ષિત યુવાન હતો. આ બધા પરદેશી સાથેના સંબંધો દરિયાની બંદરોથી જોડાયેલાં હતાં.
મૈત્રક વંશની રાજધાની વલભી એક અતિ સમૃદ્ધ બંદર મનાય છે.
વસ્તુપાળ અને તેજપાળ નામક બે મંત્રીઓએ દરીયાઇ લડાઇમાં શંખ ચૌહાણને હરાવી ખંભાત પર વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.
જગદુ ચરિત્રમાં ઈરાનના હોરમુઝ બંદરનો ઉલ્લેખ જોવા મળે છે.
સલ્તનત કાળમાં ખંભાત મુખ્ય બંદર તરીકે વિકસ્યુ હતું જ્યારે મુગલ કાળ સમયે સુરત બંદર વધારે પ્રકાશિત હતું.
મુઘલ કાળ સમયે મક્કાની હજ કરવાની વ્યવસ્થા સુરતથી થતી હતી કે તેથી સુરત બંદરને મક્કાના  પ્રવેશ દ્વાર   તરીકે ઓળખવામાં આવ્યું.
અબુલ ફજલે અમદાવાદને દુનિયાનું બજાર કહ્યું છે જે સૂચવે છે કે અમદાવાદમાં જુદા જુદા પ્રદેશોમાંથી દરિયાપારથી વસ્તુઓ વેચવા માટે આવતી હશે.
પેશવાઇ સતા અંતથી અંગ્રેજોના સ્ટીમરયુગની શરુઆતનાં કારણે સુરત અને મુંબઇના વહાણ બાંધવાનો ઉદ્યોગને ફટકો પડ્યો હતો એટલે કે નુકસાન થયું  હતું 
⚫ આ સમયમાં કચ્છના રાવ ગોંડજીના રાજ્યકાળમાં એક કચ્છી વાહન લંડન સુધી સફર કરી આવ્યું  જે દરિયાઇ ક્ષેત્રે ગુજરાત ની ઉપલબ્ધિ દર્શાવે છે.
૯મી અને ૧૦મી સદીના ઘણા આરબ ભૂગોળવેત્તાઓ અને વિધાનોએ ગુજરાતની મુલાકાત લીધી હતી જેમ કે અબુલ હસન યેસુદીએ ખંભાત- ભરૂચ -સંજાણ - સોપારા અને થાણાની  મુલાકાત લીધી હતી.
⚫ ઈ.સ.ની ત્રીજી સદીમાં ભરૂચ બંદરે અરબસ્તાન અને ઇજિપ્તમાંથી સોનું- ચાંદી- પીતળ- દારૂ- અત્તર વગેરે જેવી ચીજવસ્તુઓ તેમજ ઈરાનથી ગુલામો -મોતી- ખજૂર- હીરા- માણેક -રેશમી કાપડ- હાથીદાંત આવતાં હતાં.
ભરૂચ બંદરેથી પડા ,ઇજિપ્ત અને અરબસ્તાનમાં એલચી - ચોખા- માખણ -તેલ -ખાંડ અને મલમલ અને ઈરાનમાં પીતળ- શિંગડા નિકાસ થતી હતી.
નવમી સદીમાં કપડવંજ પણ એક અગત્યનું વેપારી મહત્ત્વ ધરાવતું કેન્દ્ર હતું.
મેન્ડેલ્સો અને થેવેનોની અમદાવાદની મુસાફરીમાં સરખેજની ગળીની ખેતી અને રેશમી ગાલીચા બનાવવાના કારખાનાના ઉલ્લેખો જોવા મળે છે.
ટવેનીયર નામના મુસાફરના મતે અમદાવાદના પતાસા ઉત્પાદન વધુ થતું  હતું અને તેને નિકાસનાં ઉલ્લેખો છે.
⚫ ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત સમયે નૌકા સેનાના વડાને મિરેબકર કહેવામાં  આવતો હતો.
મોહમ્મદ બેગડાએ દરિયામાં ચાંચિયાગિરી દુષણને નહીંવત કરાયું હતું.
સુરત બંદરનો વિકાસ ઔરંગજેબના શાસનમાં થયો હતો.
કનૈયાલાલ મુનશીના મત મુજબ કેટલાંક વેદકાલીન ઋષિઓ ફિનિશિયન હતા તેઓ સૌરાષ્ટ્રના કિનારે વેપારને અર્થે આવ્યાં હતાં.
ભરૂચ દરિયાઈ મથક બન્યું તે પહેલાં તેને પતન ગામ તરીકે ઓળખવામાં આવતું હતું.
ચાલુક્ય રાજવીઓનું નૌકામથક ઘોઘા હતું  
પ્રાચીન ગ્રીક અને રોમન પુસ્તકોમાં ભરૂચ માટે બારીગાઝા શબ્દ પ્રયોજાતો હતો.
બારી ગાઝા શબ્દનો અર્થ ઉંડો ખજાનો થશે.
⚫ કચ્છના કાનજી માલમે ખ્યાતનામ દરિયાની પ્રવાસી વાસ્કો દ ગામાને ભારત તરફ આવવાનો જળમાર્ગ બતાવ્યું હતો.
ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયમાં  ખંભાત બંદરને ભારતના પ્રવેશદ્વાર તરીકે વિકસાવવામાં આવ્યું હતું.
માર્કો પોલો (ઇટાલિયન વેપારી અને લેખક) ગુજરાતની મુલાકાત લીધી અને તેણે ખંભાતને મહત્ત્વનું બંદર તરીકે ગણાવ્યું હતું.
થેવેનો (ગ્રીક મુસાફર) લખે છે કે અમદાવાદમાંથી ગળી, સાટિના , મલમલ, ટાફેટા ,કિનખાબ  જેવા કાપડના માલની નિકાસ થતી.
⚫ પૃથ્વીના ગોળા પર નજર ફેરવીએ તો ભુમી પ્રદેશ કરતા જળસપાટી નો પ્રદેશ વધુ જોવા મળે છે પૃથ્વીની સપાટીના ૭૦ ટકા ભાગ પર જળરાશી છે તેથી પૃથ્વીને જળગ્રહ પણ કહેવામાં આવે છે.
⚫ ગુજરાતમાં ત્રણ કોસ્ટલ ઇકોનોમિક ઝોન  (CEZ) બનશે આ ત્રણ કોસ્ટલ ઈકોનોમિક ઝોનમાં ગુજરાતના તેર જિલ્લાઓ અમદાવાદ,  જૂનાગઢ, પોરબંદર, જામનગર ,રાજકોટ, અમરેલી, ભાવનગર ,આણંદ ,વડોદરા ,ભરૂચ 'સુરત' નવસારી ,અને વલસાડનો સંભવિત સમાવેશ થશે.   

ભૌતિક દૃષ્ટિએ
  
⚫ સમુદ્ર તટ ઊંડાણ બધે સરખું નથી જેમ ભૂ સપાટી પરના મુખ્ય ભૂમિ સ્વરૂપો પર્વતો ,મેદાનો 'ઉચ્ચ પ્રદેશ ,અને ખીણો છે તેમ સમુદ્રતળના ભૂપૃષ્ઠ ના સંદર્ભમાં પણ અનેક પ્રકારની ભુમી સ્વરુપો છે. 
 
⚫ ૧)ખંડીય છાજલી 
⚫ ૨) ખંડીય ઢોળાવ 
⚫ ૩) ગહન સમુદ્રના મેદાન 
⚫ ૪) ગહન સાગરિય ખાઇઓ


૧) ખંડીય છાજલી 

⚫ ભૂમિ ખંડોના કિનારા પાસે આવેલા સમુદ્રો અને મહાસાગરોનો આશરે ૨૦૦મીટર (આશરે ૧૦૦ ફેધમ) ઉંડાઈ સુધીના મેદાની ભાગને ખંડીય છાજલી કહે છે.
⚫ સૂર્યપ્રકાશ ૨૦૦ મીટરની ઊંડાઈ સુધી પહોંચતો હોવાથી ખંડીય છાજલી   વિસ્તારમાં અનેક પ્રકારની સમુદ્રી વનસ્પતિ અને જીવ સૃષ્ટિનો વિકાસ થયો છે.

૨) ખંડીય ઢોળાવ

⚫ ખંડીય છાજલી પૂરી થતાં સમુદ્રની ઉંડાઈમાં વધારો થાય છે કે છાજલીના કિનારેથી શરૃ થતાં આ ઢોળાવને  ખંડીય ઢોળાવ કહે છે .

૩) ગહન સમુદ્રમાં મેદાનો
   
⚫ ખંડીય પૂરો થતાં  સમુદ્રતળ ઊંડો વિશાળ સપાટીનો ભાગ આવે છે. અહીં સાગર તલનું ભૂપૃષ્ઠ વધુ નિયમિત બને છે આ વિશાળ મેદાનો સમુદ્ર સપાટીથી ઘણા ઉંડાઈએ રચાય છે .તેથી તેને ગહન સમુદ્રના મેદાનો તરીકે ઓળખાય છે .

૪) ગહન સાગરિયા ખાઇ

⚫ સમુદ્ર ખાઇઓ સમુદ્રતળના સૌથી નીચેનો ભાગ છે તે કમાન આકારના અને સાંકડા હોય છે ગહન સમુદ્રના મેદાનોના કેટલાંક ભાગમાં એકાએક ઢોળાવ બનતાં ત્યાં સાંકડી ,ઊંડી ,લાંબી, ખીણોની રચના થયેલી છે.

⚫ પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ફિલિપીન્સ દ્વીપસમૂહ નજીક મારિયાના ટ્રેન્ચ ગહન સાગરિયા ખાઈ આવેલી છે. મારિયાના ટ્રેન્ચ ની આશરે ઊંડાઈ ૧૧૦૦ મીટર (૧૧ km )જેટલી છે.
સૂર્યના કિરણો સમુદ્રમાં આશરે ૨૦૦ મીટરથી વધારે ઊંડાઈએ પ્રવેશી શકતા નથી તેથી ઉપરની સપાટી હંમેશા ગરમ રહેતી હોય છે હિંદ મહાસાગરનો ૧૭ સેલ્સિયસ જેટલું તાપમાન રહેતું હોય છે.
⚫ સમુદ્રની ઊંડાઈ માપવાનું એકમ ફેધમ
 ૧ ફેઘમ = ૬ ફૂટ (૧.૮ મીટર  ) 
⚫ પૃથ્વીની સપાટીનું કુલ ક્ષેત્રફળ ૫૦.૬૮ કરોડ ચો. કિ.મી.છે . તેમાં આશરે ૩૬.૬૦ કરોડ ચોરસ કિ.મી. વિસ્તાર દરિયો રોકે છે.
⚫ મહાસાગરો અને ભૂમિખંડો અનુક્રમે ૭૧% અને ૨૯% માં ફેલાયેલા છે.
⚫ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધને જમીન ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે જેમાં પૃથ્વીની સપાટીના ૮૧% જમીન વિસ્તાર આવેલો છે.
પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં જળ જથ્થો વધારે હોવાથી તેને જળ ગોળાર્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. 
⚫ જયાં  લગભગ ૯૦.૫% પાણી અને ૯.૫% જમીન વિસ્તારો આવેલા છે.
⚫ પેસેફિક ,એટલાન્ટિક,  હિંદ અને આર્કટિક આ ચાર મહાસાગરો પૃથ્વીના સમગ્ર જળરાશિના ૯૨% વિસ્તાર ધરાવે છે.   

સ્થાપત્ય અને સાહિત્ય ધોરણે.

⚫ નાભિનંદન જિનોદ્ધાર પ્રબંધ નામના એક પ્રાચીન ગ્રંથમાં ગુજરાતના લોકો માટે વિવેક બુહસ્પતિ શબ્દ પ્રયોજવામાં આવેલો હતો.
દરિયાકાંઠાની પ્રજાના કારણે લોકોનો સ્વભાવ ધીરજ અને ગણતરીવાળો ઘડાયો છે
અજંતાના ભીંતચિત્રોમાં ગુજરાતના કુમાર વિજયના સિંહલગમના ચિત્રો છે.

ભૌગોલિક દૃષ્ટિએ 

⚫ ભારતના દરિયા કિનારામાં સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાતને એટલે ૧૬૦૦ કિ.મી. મળેલો છે.
⚫ ગુજરાતની દક્ષિણ તેમજ પશ્ચિમ બાજુએ અરબસાગર,  પશ્ચિમે કચ્છનો અખાત' અને પૂર્વે બાજુએ  ખંભાતનો અખાત આવેલો છે.
⚫ સામાન્ય રીતે ગુજરાતનો દરિયા કિનારો ભરતીથી રચાયેલા સપાટ વિસ્તારો અને ક્ષારીય કાદવ કીચડવાળો છે.
⚫ ગુજરાતને મળેલા આ વિશાળ દરિયા કિનારાને લીધે  ૪૫ જેટલા બંદરોનો વિકાસ થયો છે . 

ગુજરાતનાં બંદરોની સ્થિતી  (ભારતના ૩૦% જેટલા બંદરો )   

⚫ મહાબંદર એટલે કંડલા (પંડિત દિનદયાલ પોર્ટ) છે જેનો વહીવટ કંડલા પોર્ટ ટ્રસ્ટ સંભાળે છે.
⚫ મધ્યમ કક્ષાના અને લઘુ બંદરનો વહીવટ ગુજરાત મેરીટાઈમ બોર્ડ  (GMB) સંભાળે છે.
ગુજરાતને મળેલા સમૃધ્ધ દરિયા કિનારાને કારણે  મત્સ્ય ઉધોગ ,મીઠા ઉધોગ ,વહાણ તોડવાનો ઉદ્યોગ ,હોડીઓ બાંધવાનો ઉદ્યોગનો, વિકાસ થયેલો જોવા મળે છે.
⚫ કંડલા એક માત્ર મુક્ત વ્યાપાર ક્ષેત્ર (FTZ)જાહેર 7 March 1965 માં જાહેર થયું  છે. 
⚫ કંડલા ખાતે ૧૯૫૨માં વિમાનમથક અને
૧૯૬૮માં ૮-એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ શરૂઆત થઇ
GMB ની રચના વર્ષ ૧૯૬૫ માં થઈ.
PPP-પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ( જાહેર ખાનગી ભાગીદારી )
⚫ ગુજરાતમાં ૧૯૯૭ માં BOOT (Build, own, operate and transfer)  નીતિ અમલી બને છે જે નીતી અંતર્ગત ૧૯૯૮ માં દેશનો પ્રથમ PPP મોડલ એટલે ખાનગી બંદર અમરેલી જિલ્લાના પિપાવાવ બને છે.

દરિયાઇ સાહસકથાઓ રચનાર સાહિત્યકાર

⚫ ચંદ્રશેખર બુચ (સુકાની)
⚫ વજુ ગાંધી 
⚫ ગુણવંતરાય આચાર્ય
⚫ ઝવેરચંદ મેઘાણી 
⚫ ચુનીલાલ મડિયા   

અખાત  એ દરિયાનું જ એક સ્વરૂપ છે જે જમીનની અંદર ગયેલો સમુદ્રનો ફાંટો છે જે પ્રમાણમાં ઘણો સાંકડો હોય છે.

મહાબંદર                  : ૦૧
મધ્યમ કક્ષાના બંદર    : ૧૧
 લઘુ બંદર                :  ૨૯
                               ------------
                              ૪૧ બંદર  
PPP મોડલ              ૦૪ બંદર
                              ૪૫ બંદર

૪ ખાનગી બંદરો (PPP મોડલવાળા) છે.
 ૧)પીપાવાવ (અમરેલી ) 
 ૨)મુંદ્રા (કચ્છ)
 ૩)દહેજ (ભરૂચ ) 
 ૪)હજીરા  (સુરત)


Comments

Popular posts from this blog

Part 4 -ગુજરાતના ભૌગોલિક પ્રદેશ ભાગ ૧

ભૌગોલિક પ્રદેશ ⚫ કચ્છ જીલ્લો મુખ્યત્વે રણપ્રદેશ અને સુક્કો વિસ્તાર ધરાવતો પ્રદેશ હોવાથી કચ્છમાં બનેલા મેદાનો વધુ ફળદ્રુપતા ધરાવતો નથી પણ કચ્છની અંદર  આવેલા મુખ્ય મેદાનોમાં કંઠી મેદાન ,બંન્ની પ્રદેશ અને વાગડના મેદાનને ધ્યાનમાં લઈ શકાય  કંઠીનુ મેદાન (જિલ્લો કચ્છ ) ⚫ કચ્છ જિલ્લાને દક્ષિણ અને પશ્ચિમ દરિયાકિનારે આવેલા મેદાની પ્રદેશ કે જેનો આકાર કંઠી એટલે કે માળા જેવો આકાર જોવા મળતો હોવાથી તેને કંઠી મેદાન તરીકે ઓળખવામાં આવે છે. ⚫ કંઠીના મેદાનમાં નલિયા , માંડવી , મુન્દ્રાના મેદાનનો સમાવેશ થાય છે. ⚫ આ કંઠીનુ મેદાન ખજૂર , ખારેક 'કેરી જેવા પાકોની ખેતી થાય છે. ⚫ કંઠીના મેદાનમાં નાયરો , કનકાવતી, રૂકમાવતી .નાગમતી ,  ભૂખી નદી વહે છે. બન્ની પ્રદેશ (જિલ્લો કચ્છ) ⚫ કચ્છની ઉતરમાં આવેલા બંન્ની પ્રદેશ જે નદીઓના કાંપ અને ચોમાસાના પાણીના કારણે ત્યાં ઉગી નીકળતા ઉંચા ઘાસ માટે જાણીતો છે. ⚫ આ વિસ્તારમાં રહેતા લોકોને મુખ્ય આર્થિક પ્રવુતિ  પશુપાલન છે. ⚫ બન્નીનું ઊંચું ઘાસ પશુચારા સિવાય આ વિસ્તારમાં રહેતા લોકોના રહેઠાળ ભૂંગા ઝુપડા માટે ઉપયોગી બને છે. વ...

ગુજરાત

ગુજરાત મુખ્યમંત્રી દ્વારા અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે "નરેન્દ્ર મોદી વન" નું લોકાર્પણ   ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 71ના જન્મ દિવસે એટલે કે (17સપ્ટેમ્બર,2021 ના રોજ)અમદાવાદ લાલબહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા લાલબહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનમાં 71 હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો મિયાવાકી પદ્ધતિ ના ઉપયોગ કરીને અહીં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.  71 હજાર વૃક્ષો અમદાવાદ શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ થશે તેમજ એક અઠવાડિયામાં સવા લાખ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે. નોંધ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અભિયાન ને વેગવંતુ બનાવવા કરતાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષાના...

Learn how to solve math problem Best App 2020 ?

Learn how to solve math problem Best App 2020?? Download Photomath Application for Maths Solutions..           Learn how to solve math problems, check homework assignments and study for upcoming exams and ACTs/SATs with the world’s most used math learning resource. Over 100+ million downloads also, and billions of problems solved every month! Photomath is FREE and works without wi-fi also.              How Works Photomath Application Instantly scan printed text AND handwritten math problems using your device’s camera or type and edit equations with our scientific calculator also. Photomath breaks down every math problem into simple also, easy-to-understand steps so you can really understand core concepts and can answer things confidently also. ey Features of Photomath Applciation Scan textbook (print) AND handwritten problems Scientific calculator Step-by-step explanations for every solution Multi...