Skip to main content

Part 4 : ગુજરાત ભૌગોલિક પ્રદેશ ભાગ ૩


પોશીના  
⚫ સાબરકાંઠાની ઉત્તરે આવેલા વિસ્તારને પોશીના વિસ્તાર તરીકે ઓળખાય છે.
⚫ જંગલી ઔષધી માટે પોશીના વિસ્તાર જાણીતો છે.

વીરમગામ નું મેદાન    
અમદાવાદ જિલ્લામાં સાબરમતી નદીની ઉત્તરે આવેલા વિરમગામના વિસ્તારમાં  કપાસના ઉત્પાદન માટે જાણીતો વિસ્તાર છે.
ખુબ સારા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થતું હોવાથી આ વિસ્તારને વિરમગામ ઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે.

સાબરમતીનું મેદાન
⚫ સાબરમતીના મેદાનની રચના અમદાવાદ અને ગાંધીનગરમાં થયેલી છે.
⚫ સાબરમતી જ્યાં ખંભાતના અખાતને મળે છે તે ખાડી પાસે કાદવ કીચડનો નિક્ષેપ થતો હોવાથી તેને ભાઠાની જમીન તરીકે ઓળખવામાં આવે છે સાતમી મીટરનો પહોળો પટ છે.
⚫ સાબરમતીના મેદાનમાં ગોળ ટેકરાઓની રચના થયેલી છે.
ભાલ કાંઠો અને નળકાંઠો પણ સાબરમતીના મેદાન સાથે સંબંધિત છે.

નળકાંઠો  (જિલ્લો અમદાવાદ)
⚫ સાબરમતી નદીને પશ્ચિમ બાજુથી ચાલુ થઈ અને નળ સરોવર સુધી ફેલાયેલા નળકાંઠો  તરીકે ઓળખવામાં આવે છે.
⚫ નળ સરોવર સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલો છે.  
 
ભાલ કાંઠો
⚫ અમદાવાદ જિલ્લાને દક્ષિણ પશ્ચિમ બાજુએ અને ભાવનગરમાં ઉત્તર તેમજ બોટાદ જિલ્લાની રચના થતાં બોટાદ જિલ્લાની પૂર્વ બાજુએ આવેલા વિસ્તારને ભાલ પંથક તરીકે ઓળખવામાં આવે છે.
⚫ ભાલ પંથક પહેલાં દરિયાકિનારો ધરાવતો વિસ્તાર હોવાથી થોડા ખારાપાટવાળો વિસ્તાર જોવા મળે છે તેમ છતાં અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં ખેતીનું પ્રમાણ સારું જોવા મળે છે.
ભાલિયા-દાઉદખાની- છાસિયા -હાંસિયા ઘઉંના ઉત્પાદન માટે ભાલકાંઠો જાણીતો છે.
ભાલમાં સૌથી વધુ માત્રામાં ઘઉંનું ઉત્પાદન થાય છે.

વાકળ પ્રદેશ
મહી થી ઢાઢર નદીની વચ્ચે આવેલા કિનારે બેથી ચાર કિલોમીટર કાદવ કીચડવાળી ઉંચી ટેકરીઓથી રચાયેલી છે જે વિસ્તારને વાકળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.

મધ્ય ગુજરાતના ભાગને ગુજરાતનો હરિયાળો પ્રદેશ કહેવામાં આવે છે.
⚫ મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર સુરત ખાતે આવેલું છે 
⚫ ગુજરાતનું દેશનું ૩૩% અને વિશ્ર્વનુ ૩.૫ %  જેટલો કપાસ ઉત્પાદન  વિરામગામ કરે છે.
રુપેણી નદીને વિરમગામના મેદાનનું શ્રેય પ્રાપ્ત થાય છે.
વાત્રકને પશ્ચિમે આવેલો દશકોશી નામના પ્રદેશમાં કયારીની જમીનમાં ડાંગરનો પાક ખુબ જ મોટી માત્રામાં લઈ શકાય છે.
શેઢી નદીની ઉત્તરે આવેલો ખેડા જિલ્લાનો પ્રદેશ માળ પ્રદેશ  તરીકે જાણીતો છે.
૧૯૬૬-૬૭ મા હરિયાણી ક્રાંતિ ની શરૂઆત ડો. એમ.એસ.સ્વામીનાથનના પ્રયાસોથી થઈ હતી.
⚫ ગુજરાતમાં ઘઉંનો કોઠાર એટલે ભાલ.
ઘઉં અને તમાકુની ખેતી શિયાળાની સૂકી ઋતુમાં થતી હોવાથી આ પાકને સિંચાઈનો વધુ જરૂર પડે છે.          
⚫ ભાલ પંથકના દેવળીયામાં આઝાદી પછી પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ હતી.
⚫ મધ્ય ગુજરાતના મેદાનો ની રચનામાં મહીં અને ઢાઢર નદી નો ફાળો છે.

ચરોતર પ્રદેશ (તમાકુ ) 
મહી- શેઢી નદી વચ્ચેના આણંદ અને ખેડા જિલ્લાના વિસ્તારને ચરોતર પ્રદેશ કહેવામાં આવે છે.
નડિયાદથી પેટલાદ સુધીના અંદાજિત ૮૦-૯૦ કિલોમીટરના વિસ્તારમાં ચરોતર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.
લોએસ બેસર પ્રકાર જમીનની રચના થઈ હોવાથી અને તે તમાકુના પાક માટે ઉપયોગી હોવાથી ચરોતર ગુજરાતમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન કરે છે.
⚫ તમાકુનું ઉત્પાદન મોટી માત્રામાં થતું હોવાથી ચરોતરને સોનેરી પણઁ (પાંદડા)ની ભુમી (ગોલ્ડન લિફ) પણ કહેવામાં આવે છે. સોનેરી પાકનાં મુલક તરીકે ચરોતરને ઓળખાય છે.
⚫ આ પ્રદેશમાં કેળાં -પપૈયાં  જેવાં ફળફળાદી અને ડાંગર જેવા પાકો પણ લેવાય છે.
આણંદ. નડિયાદ. બોરસદ. પેટલાદ વડોદરામાં  બીડી ઉધોગ વિકસેલો છે.
⚫ તમાકુના ઉત્પાદનમાં આંધ્ર પ્રદેશ પછી ગુજરાત બીજા ક્રમે છે.   
⚫ તમાકુની ક્ષારશોષક પાક તરીકે ગણના થાય છે.
⚫ તમાકુ રવી પાક છે.

કાનમ પ્રદેશ (કપાસ)
નર્મદા અને ઢાઢર નદી વચ્ચે વડોદર અને ભરૂચ જિલ્લામાં કાનમ પ્રદેશની રચના થયેલી છે.
⚫ કાનમ પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો વિસ્તાર છે.
⚫ કાનમની લાવામાંથી બનેલી કાળી અને કસવાળી છે.
⚫ કાળી ચીકણી માટીની જમીન લાંબા સમય સુધી ભેજસંગ્રહ કરી શકતી હોવાથી આ જમીનમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન લઈ શકાય છે.
⚫ ગુજરાતમાં કપાસની વાવણી ની દૃષ્ટિએ સુરેન્દ્રનગર જિલ્લો પ્રથમ સ્થાને છે.

દક્ષિણ ગુજરાતમાં 
⚫ દક્ષિણ ગુજરાતમાં મેદાનો ભરૂચના દક્ષિણ ભાગથી વલસાડ સુધી ફેલાયેલો છે.
⚫ આ મેદાનો તાપી નદીના મુખ આગળથી વધુ પહોળા છે.
⚫ આ મેદાનો તાપી -પુર્ણા- અંબિકા -ઔરંગા- પાર -કોલક- દમણ ગંગા જેવી નદીઓના નિક્ષેપ ના કાપથી પથરાયેલાં છે.
⚫ આ મેદાનો આશરે આઠથી દસ મીટર જાડાઈના કાપના થર છે તેથી કેટલાક દક્ષિણ ગુજરાતના મેદાનને પુરના મેદાન પણ કહેવાય છે.
⚫ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને કેળાની ખેતી વધુ નફાકારક નિવડતી હોય છે.
કીમ નદીની દક્ષિણે દમણગંગા નદી સુધીનો સુરત અને વલસાડ જિલ્લાને ફળદ્રુપ જમીનમાં ફળફળાદિની ખેતી વધુ અનુકૂળ છે.
⚫ દક્ષિણ ગુજરાતમાં ચીકુ- કેરી -પપૈયા- દ્રાક્ષ -કેળા વગેરેની પુષ્કળ માત્રામાં વાડી ઓ જોવા મળે છે.
હાફૂસ- પાયરી -રાજાપુરી- લંગડો -મલગુબા- નીલમ- તોતાપુરી વગેરે કેરીઓની જાત દક્ષિણ ગુજરાતમાં થાય છે.
⚫ દક્ષિણ ગુજરાતમાં શેરડીનું ઉત્પાદન પર મોટી માત્રામાં થતું હોવાથી અહીં ખાંડ અને ખાંડસરી ના સહકારી ધોરણે ચાલતા કારખાના આવેલા છે.
⚫ ડાંગ આદિવાસી વસતી ધરાવતો જિલ્લો છે. જે લોકોનો મુખ્ય ખોરાક રાગી (નાગલી) છે તેથી નાગલી નું સૌથી વધુ ઉત્પાદન ડાંગ જિલ્લામાં થાય છે.
⚫ ભરૂચના હાંસોટ ખાતે કપાસ સંશોધન કેન્દ્ર આવેલું છે.
નર્મદા અને તાપી ની મધ્યમાં મેદાની પ્રદેશમાં જાપાનીઝ પધ્ધતીથી ડાંગરની ખેતી થાય છે.
૧૨ જૂને બારડોલી સત્યાગ્રહ દિવસ બનાવાય છે.
૧૯૫૬-૫૭માં સુરત જિલ્લાના બારડોલી ખાતે ગુજરાતનું પ્રથમ ખાંડનું કારખાનું સરકારી ધોરણે સ્થાપિત થયું હતું.
દક્ષિણ ગુજરાતનો ઉલ્લેખ ટોલેમી દ્વારા લાટિકા  તરીકે થયો હતો.
ડાંગના વિસ્તારમાં ઉલ્લેખ રામાયણ સમયમાં દંડકારણ્ય તરીકે જોવા મળે છે.  ગુજરાતના પ્રવાસન વિભાગની જાહેરાત મુજબ રામ ભગવાને વનવાસ દરમિયાન અહીં શબરીના બોર ખાધા હતા.

 આનતઁ પ્રદેશ   
⚫ પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાતમાં વિસ્તારને આનતઁ  તરીકે ઓળખવામાં આવે છે.
આનતઁના પિતા શયાઁતિથી ગુજરાતમાં પૌરાણિક ઈતિહાસનો પારંભ થાય છે.
આનર્તપુર - આનંદપુર - ચમત્કારપુર તરીકે વડનગરને ઓળખવામાં આવે છે.
⚫ આનતઁનો પુત્ર રૈવતનું  શાસન સૌરાષ્ટ્રમાં હતું.
 
લાટ પ્રદેશ
⚫ પ્રાચીન સમયમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગને લાટ કહેવાતું હતું.
⚫ પ્રાચીન સમયમાં રાષ્ટ્રકુટોએ માન્ય બેટ (આધુનિક સોલાપુર પાસે) ને રાજધાની બનાવી શાસનકર્તા હતાં.
⚫ લાટિકા એટલે લાટનો સૌપ્રથમ ઉલ્લેખ ટોલેમી ના ગ્રંથમાં જોવા મળે છે.

કરોડો સુવાલીની ટેકરીઓ
મહીંથી તાપી નદીના પ્રદેશમાં તાપી નદી પાસે કરોડો સુવાલીની ટેકરીઓ આવેલી છે.

વૌઠા
⚫ વાૈઠા ખાતે સાત નદીઓનું  સંગમ થાય છે. 
⚫ વૈાઠા ખાતે સાબરમતી- હાથમતી- વાત્રક-  માઝમ ખારી - મેશ્વો અને શેઢી નદી મળે છે.
⚫ અમદાવાદ જિલ્લામાં ધોળકાના વૌઠા ખાતે કાર્તકી અગિયારસથી કારતકી પૂર્ણિમા સુધી વૈાઠા મેળો ભરાય છે. જેમાં મોટાપાયે ગધેડાને લે વેચ થાય છે.

ભાદરનું મેદાન
⚫ ભાદર નદી નું મેદાન વઢવાણ- ધ્રાંગધ્રા અને ધોરાજીમાં આવેલું છે
⚫ વઢવાણ મરચા માટે - ધ્રાંગધ્રા પથ્થર માટે જાણીતું છે.
⚫ પોરબંદર જિલ્લામાં નવી બંદર પાસે  ભાદર નદી અરબ સાગરમાં ભળતી હોવાથી ઘેડ પ્રદેશમાં મગફળીનું સારૂ ઉત્પાદન થાય છે.

ગુજરાતમાં બે હેરીટેજ સર્કિટ અને એક બુદ્ધિસ્ટ સર્કિટ વિકસાવાશે
⚫ ભારત સરકારે સ્વદેશ દર્શન ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ થીમ બેઝ્ડ ટૂરીસ્ટ સર્કિટ માટે બે હેરીટેજ સર્કિટ અને પ્રસાદ નેશનલ  મિશન ઓન પિલગ્રિમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરીટેજ ઓગમેન્ટેશન ડ્રાઇવ અંતર્ગત બે યાત્રાધામો  વિકસાવવા માટેની દરખાસ્તો મંજૂર કરી છે.
અમદાવાદ- રાજકોટ- પોરબંદર- બારડોલી- દાંડી અને વડનગર -મોઢેરા -પાટણ- એમ બે હેરીટેજ સર્કિટ અને જૂનાગઢ -ગીર સોમનાથ- ભરૂચ - કચ્છ- ભાવનગર -રાજકોટ- મહેસાણા બુધ્ધિસ્ટ સર્કિટ વિકસાવાશે.
⚫ પ્રસાદ યોજના હેઠળ દ્વારકા અને સોમનાથ એમ બે યાત્રાધામોનો વિકાસ કરાશે.

શક -ક્ષત્રક કાળ સમયે ઉત્તર ગુજરાત માટે અનાતઁ નામ પ્રચલિત હતું.
⚫ આનતઁ ના પુત્ર રૈવતનું શાસન સૌરાષ્ટ્રના કુશસ્થલી હતું. જે કુશસ્થલીની શ્રીકૃષ્ણએ દ્વારવતી નામ આપી રાજધાની બનાવી હતી.
⚫ પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્રને સુરાષ્ટ્ર કહેવાતું કે સ્ટ્રેબો સૌરાષ્ટ્રને સેરોસ્ટસ જ્યારે ટોલેમી અને પેરીપ્લસ સૌરાષ્ટ્રને સુરાષ્ટ્રીન કેહતા હતા.
⚫ દેશના સૌપ્રથમ પિક્ચર ઈન્ટેલિજન્સ યુનિટનું ઉદ્દઘાટન સુરત ખાતે થયું.
⚫ વઢવાણનું જૂનું નામ વર્ધમાનપુર હતું.
⚫ વઢવાણ ખાતે સતી રાણકદેવીનું મંદિર આવેલું છે. 
સૌથી વધુ પાતાળ કૂવાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલાં છે.

ગુજરાતમાં બેટ દ્વારકા દર્શન સકિઁત  ''હૃદય" યોજના હેઠળ વિકસાવાશે.
----------------------------------------- 
             <<<<<HRIDAY>>>>>>>>
------------------------------------------
હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના (HRIDAY) જાન્યુઆરી 2015 માં  હેરિટેજ શહેરોના સમગ્રતયા વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાના લક્ષ્ય સાથે ચાલુ કરાઈ હતી. 

 

Comments

Popular posts from this blog

Part 4 -ગુજરાતના ભૌગોલિક પ્રદેશ ભાગ ૧

ભૌગોલિક પ્રદેશ ⚫ કચ્છ જીલ્લો મુખ્યત્વે રણપ્રદેશ અને સુક્કો વિસ્તાર ધરાવતો પ્રદેશ હોવાથી કચ્છમાં બનેલા મેદાનો વધુ ફળદ્રુપતા ધરાવતો નથી પણ કચ્છની અંદર  આવેલા મુખ્ય મેદાનોમાં કંઠી મેદાન ,બંન્ની પ્રદેશ અને વાગડના મેદાનને ધ્યાનમાં લઈ શકાય  કંઠીનુ મેદાન (જિલ્લો કચ્છ ) ⚫ કચ્છ જિલ્લાને દક્ષિણ અને પશ્ચિમ દરિયાકિનારે આવેલા મેદાની પ્રદેશ કે જેનો આકાર કંઠી એટલે કે માળા જેવો આકાર જોવા મળતો હોવાથી તેને કંઠી મેદાન તરીકે ઓળખવામાં આવે છે. ⚫ કંઠીના મેદાનમાં નલિયા , માંડવી , મુન્દ્રાના મેદાનનો સમાવેશ થાય છે. ⚫ આ કંઠીનુ મેદાન ખજૂર , ખારેક 'કેરી જેવા પાકોની ખેતી થાય છે. ⚫ કંઠીના મેદાનમાં નાયરો , કનકાવતી, રૂકમાવતી .નાગમતી ,  ભૂખી નદી વહે છે. બન્ની પ્રદેશ (જિલ્લો કચ્છ) ⚫ કચ્છની ઉતરમાં આવેલા બંન્ની પ્રદેશ જે નદીઓના કાંપ અને ચોમાસાના પાણીના કારણે ત્યાં ઉગી નીકળતા ઉંચા ઘાસ માટે જાણીતો છે. ⚫ આ વિસ્તારમાં રહેતા લોકોને મુખ્ય આર્થિક પ્રવુતિ  પશુપાલન છે. ⚫ બન્નીનું ઊંચું ઘાસ પશુચારા સિવાય આ વિસ્તારમાં રહેતા લોકોના રહેઠાળ ભૂંગા ઝુપડા માટે ઉપયોગી બને છે. વ...

ગુજરાત

ગુજરાત મુખ્યમંત્રી દ્વારા અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે "નરેન્દ્ર મોદી વન" નું લોકાર્પણ   ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 71ના જન્મ દિવસે એટલે કે (17સપ્ટેમ્બર,2021 ના રોજ)અમદાવાદ લાલબહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા લાલબહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનમાં 71 હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો મિયાવાકી પદ્ધતિ ના ઉપયોગ કરીને અહીં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.  71 હજાર વૃક્ષો અમદાવાદ શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ થશે તેમજ એક અઠવાડિયામાં સવા લાખ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે. નોંધ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અભિયાન ને વેગવંતુ બનાવવા કરતાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષાના...

Learn how to solve math problem Best App 2020 ?

Learn how to solve math problem Best App 2020?? Download Photomath Application for Maths Solutions..           Learn how to solve math problems, check homework assignments and study for upcoming exams and ACTs/SATs with the world’s most used math learning resource. Over 100+ million downloads also, and billions of problems solved every month! Photomath is FREE and works without wi-fi also.              How Works Photomath Application Instantly scan printed text AND handwritten math problems using your device’s camera or type and edit equations with our scientific calculator also. Photomath breaks down every math problem into simple also, easy-to-understand steps so you can really understand core concepts and can answer things confidently also. ey Features of Photomath Applciation Scan textbook (print) AND handwritten problems Scientific calculator Step-by-step explanations for every solution Multi...